ETV Bharat / state

Gujarat Rain Update : માત્ર અડધો કલાક વરસાદ વરસતા સ્થિતિ જળબંબાકાર જેવી

author img

By

Published : Jul 12, 2022, 9:42 AM IST

Gujarat Rain Update : પાલનપુરમાં માત્ર અડધો કલાક વરસાદ વરસતા સ્થિતિ જળબંબાકાર જેવી
Gujarat Rain Update : પાલનપુરમાં માત્ર અડધો કલાક વરસાદ વરસતા સ્થિતિ જળબંબાકાર જેવી

લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે મોડી સાંજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે અડધો (Rain in Palanpur) કલાકમાં પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી ભરાઈ જવા પામ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થતા ભારે (Gujarat Rain Update) હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠા : જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ (Gujarat Rain Update) વરસાદે ધુઆધાર બેટિંગ કરી છે. આ વર્ષે ખેડૂતો અને સ્થાનિક લોકો સારા વરસાદની રાહ જોઈને બેઠા હતા, ત્યારે શરૂઆતથી જ બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. આ વર્ષે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારા વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. તો ક્યાંકને ક્યાંક વધુ પડતા વરસાદના કારણે ખેડૂતોને નુકસાની ભોગવવાનો (Banaskantha Rain) વારો આવ્યો છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે સૌથી વધુ વરસાદ વરસ્યો છે.

પાલનપુરમાં માત્ર અડધો કલાક વરસાદ વરસતા સ્થિતિ જળબંબાકાર જેવી

પાલનપુરમાં મેઘ મહેર - બનાસકાંઠા જિલ્લામાં આ વખતે શરૂઆતના દિવસોમાં જ સાર્વત્રિક (Rain in Palanpur) વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા મથક પાલનપુર ખાતે મોડી સાંજે અડધો કલાકમાં જ પોણા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી જ પાણી થઈ જવા પામ્યો હતો. ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂંટણ સમા ભરાયા હતા. જેના કારણે પાલનપુર શહેરી વિસ્તારમાં સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવી હતી. ખાસ કરીને વાવેતરના સમયે સારા વરસાદથી પાલનપુર વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી સહન કરતા પાલનપુર વાસીઓ સારા વરસાદથી રાહત અનુભવી હતી.

વરસાદ
વરસાદ

આ પણ વાંચો : Rain in Ahmedabad : અમદાવાદની આ સોસાયટીમાં ભરાયા 3 ફુટ પાણી

જળબંબાકાર જેવી સ્થિતિ - પાલનપુર ખાતે અનેક (Moonsoon Gujarat 2022) વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે ચોક્કસથી કહી શકાય કે જિલ્લા મથક પાલનપુરમાં અડધો કલાકમાં જ પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી પાણી થઈ જવા પામ્યો હતો. ખાસ કરીને પાલનપુરમાં પડેલા ભારે વરસાદના પગલે તમામ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન (Gujarat Weather Prediction) ચાલકો પાણીમાં ફસાયા હતા અનેક વાહનચાલકો હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને પાલનપુરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ખેડૂતોમાં ખુશી
ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો : Rain in Ahmedabad : શાહીબાગના રસ્તા પર કાર દોડી રહી હતી ને પડ્યો ભૂવો, પછી તો જે થઇ છે!

ક્યાં વરસાદ સારો - બનાસકાંઠા જિલ્લામાં દાંતીવાડા, પાલનપુર, ડીસા અને સુઈ (Rain In Gujarat) ગામમાં મોડી સાંજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. તો બીજી તરફ ડીસા અને દાંતીવાડા પણ મોડી સાંજે સારો વરસાદ પડતા ની સાથે જ સ્થાનિક લોકોમાં ખુશી જોવા મળી હતી. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ખેડૂતોને સારા વરસાદથી સારા ચોમાસાની આશા જાગી છે. ગત વર્ષે પડેલા નહેવત વરસાદના કારણે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ વર્ષે શરૂઆતના દિવસોમાં જ સારા વરસાદથી જિલ્લા વાસીઓમાં ખુશી જોવા મળી રહી છે, ત્યારે હજુ પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.