પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો : યુવકની હત્યામાં 14 આરોપીને આજીવન કેદ

author img

By

Published : May 28, 2021, 12:42 PM IST

xx

વડગામના વરવાડીયા ગામે 2017માં એક યુવક લગ્નના ઈરાદે યુવતીને ભગાડી ગયો હતો. યુવતીના પરિવારે યુવકના મામાના છોકરા પર શક રાખી તેની હત્યા કરી હતી જે કેસમાં કોર્ટે 14 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી.

  • વડગામમાં 2017ના હત્યાના કેસનો ચુકાદો આવ્યો
  • કોર્ટે 14 લોકોને આજીવન કેદની સજા સંભળાવી
  • યુવતીના અપહરણનો હતો મામલો

વડગામ: તાલુકાના વરવાડીયા ગામેથી 2017 માં એક યુવક લગ્ન કરવાના ઇરાદે યુવતીનું અપહરણ કરી ગયો હતો ,આ કિસ્સામાં ડાલવાણા ગામના યુવક પર શંકા રાખી 14 શખ્સોએ સુરત નજીક બસમાંથી યુવકનું અપહરણ કરી હત્યા કરી હતી. જે કેસ પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે 14 આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને રૂપિયા 21,000ના દંડ ફટકાર્યો હતો.

2017માં યુવકની હત્યા

2017માં વડગામ તાલુકાના વરવાડીયા ગામની યુવતીનું કનુભાઇ વસરામભાઇ પરમાર અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. યુવતિના પરિવારે કિરણ જે યુવકના મામના દિકરો થયા છે તેના પણ શંકા કરી હતી. કિરણ સુરત ખાતે હોટલમાં નોકરી કરી તારીખ 14/08/1917 ના રોજ પાલનપુર થી સુરત બસમાં જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેનું લોકેશન મેળવી તવેરા ગાડી ભાડે કરી તેનો પીંછો કર્યો હતો અને નયન રબારી સહિત પાંચ શખ્સોએ કિરણને વડોદરા મકરપુરા બસસ્ટેન્ડમાં બસમાંથી ઉતારી તેનું અપહરણ કરી વડોદરા વરણા વિસ્તારમાં આવેલી હોટલમાં લઇ જઇ લાકડી, ધોકા, પ્લાસ્ટીક પાઇપ થી મારમારી કરી હત્યા કરી દીધી હતી.

પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો : યુવકની હત્યામાં 14 આરોપીને આજીવન કેદ

આ પણ વાંચો : ભરૂચના હીરાપોર ગામમાં આડાસંબંધની આશંકાએ પિતા પુત્રોએ એક વ્યક્તિની હત્યા કરી


પરિવારે 14 લોકો સામે ફરિયાદ નોંધાઈ

આ સમગ્ર હત્યા કેસને લઈને પરિવારમાં ભારે શોક છવાયો હતો. જે બાદ આ સમગ્ર ઘટના અંગે મૃતકના ભાઇ દિનેશભાઇ પરમારે પોતાના ભાઈના હત્યારાઓ સહિત 14 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેને લઈને પોલીસે ગણતરીના સમયમાં તમામ આરોપીઓની અટકાયત કરી અને જેલના હવાલે કર્યા હતા.

પાલનપુરની એડીશનલ સેસન્સ કોર્ટનો ચુકાદો

આ અંગેનો કેસ પાલનપુરની એડીશનલ કોર્ટ ચાલ્યો હતો જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી કેસની કાર્યવાહી ચલી રહી હતી અને અંતે ન્યાયાધીશ એમ. આર. આસોડીયાએ સરકારી વકિલ દિપકભાઇ પુરોહિતની દલીલો, પુરાવાઓ , સાક્ષી પંચોની જુબાની સાંભળી 14 આરોપીઓને આઇપીસી કલમ 34, 302, 331, 342, 364 અને 120 (બી)ના ગૂનામાં આજીવન કેદ તેમજ દરેકને રૂપિયા 21,000 નો દંડનો હૂકમ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.