ETV Bharat / state

HM Pradipsinh Jadejaએ પાલનપુરમાં પોલિસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી

author img

By

Published : Aug 3, 2021, 8:06 PM IST

HM Pradipsinh Jadejaએ પાલનપુરમાં પોલિસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી
HM Pradipsinh Jadejaએ પાલનપુરમાં પોલિસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી

આજે ગુજરાત સરકારના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( HM Pradipsinh Jadeja ) પાલનપુર ખાતે પહોંચ્યા હતાં.જ્યાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને હાલ PSI તરીકે ફરજ બજાવી રહ્યાં છે તેઓની સારી કામગીરી બદલ PI કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે.

  • ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પાલનપુરની લીધી મુલાકાત
  • બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમ અટકાવવા મામલે કોન્ફરન્સ યોજી
  • જિલ્લામાં સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓનું કર્યું સન્માન
  • પીએસઆઇ તરીકે સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓને પીઆઇ તરીકે પોસ્ટ અપાશે

પાલનપુરઃ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ( HM Pradipsinh Jadeja ) આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં બનાસકાંઠા જિલ્લા અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને આજે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વધી રહેલી ક્રાઇમને ઘટનાઓને અટકાવવા માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે તે માટે પ્રદિપસિંહ જાડેજા આજે પાલનપુર કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. તમામ સરકારી અધિકારીઓને સાથે રાખી આજે ક્રાઇમ અટકાવવા માટેની ખાસ પાલનપુર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોણ રહ્યું હાજર

આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિત પોલીસ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિ રહ્યાં હતાં.આ કોન્ફરન્સમાં જિલ્લામાં બનતી ક્રાઇમની ઘટનાઓ અંગે તાગ મેળવ્યો હતી.જિલ્લામાં સરાહનીય કામગીરી કરનારા HM Pradipsinh Jadeja એ પોલીસકર્મીઓનું સન્માન કર્યું. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તેમજ પાલનપુર તાલુકા પોલીસ મથક આંતરરાજ્યને જોડતા હોવાથી અતિસંવેદનશીલ અમીરગઢ અને પાલનપુર તાલુકા પીએસઆઈ કક્ષાનું હતું. જેને પીઆઈ કક્ષાના અપગ્રેડ કરવાનો નિર્ણય લેવાયો છે. બન્ને પોલીસમથક પીઆઇ કક્ષાના થતા વધારે મેનપાવર મળશે તેમજ લો એન્ડ ઓર્ડરની સારી પરિસ્થિતિ પણ ઊભી થશે.

ગૃહપ્રધાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી
જિલ્લામાં નવા 321 સીસીટીવી કેમેરા લાગશેબનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બનતી ગુનાહિત ઘટનાઓને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો ત્યારે વારંવાર બનતી ગુનાહિત ઘટનાઓને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લામાં તમામ રસ્તા ઉપર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતાં. જેના કારણે અત્યાર સુધી અનેક ગુનાહિત ઘટનાઓ ઝડપી પાડવામાં આવી છે. જિલ્લામાં વિશ્વાસ-૧ સીસીટીવી નેટવર્કિંગ બાદ હવે એક્સ્ટેન્શન સાથે વિશ્વાસ 2 જેમાં નવા 321 જેટલા સીસીટીવી કેમેરા જિલ્લાના મુખ્ય સ્થાનો પર લગાવી આ નેટવર્કિંગને વધુ મજબુત બનાવવા નિર્ણય કરાયો છે.ગૃહપ્રધાન જાડેજાએ શું કહ્યું

બનાસકાંઠા પાલનપુરની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન જાડેજાએ ( HM Pradipsinh Jadeja ) જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકારે પાંચ વર્ષમાં પ્રજાલક્ષી,વિકાસલક્ષી,યુવાન આદિવાસી કિસાન અનેક નિર્ણયો લીધાં છે અનેક યોજનાઓ લોન્ચ કરી છે. નરેન્દ્રભાઈ મોદી જ્યાંથી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી આપણા ગુજરાતને અનેક વિવિધ લાભો મળ્યાં અને આ પાંચ વર્ષના શાસનકાળમાં આપણી પ્રગતિનો યસ કોઈને આપવાનો હોય તો આપણા પીએમ મોદીની સતત મદદના કારણે આપણે આટલી પ્રગતિ કરી છે. આજે રાષ્ટ્રીય અન્ન ઉત્સવના ભાગ સ્વરૂપે ગુજરાતના લોકોને મફત અનાજ મળવાનું છે. તેના ભાગરૂપે આજે પાલનપુર બનાસકાંઠા આવવાનું થયું. આજે બનાસકાંઠામાં પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીં જુદા જુદા ક્રાઈમ ડિટેક્શન ઇન્વેસ્ટિગેશન લો ઓર્ડર માટેની પ્રોવિજન કરી છે એની ચર્ચાઓ થઇ. જે રીતે અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન હાલ PSI કક્ષાનું છે હવે PI કક્ષામાં અપગ્રેડ કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં 329 કરોડના ખર્ચે વિશ્વાસ cctv ના નેટવર્કના માધ્યમથી ક્રાઈમ ડિટેકશનની અંદર ગુના અંકુશમાં લાવવા માટે ગુના શોધવા માટે ઉપયોગિતા છે.

આ પણ વાંચોઃ રવિ પૂજારી ફોન ઉપર લોકો પાસેથી ખંડણી માંગતો હતો : ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા

આ પણ વાંચોઃ નવસારીના બીલીમોરા અને વિજલપોર પોલીસ મથકને PI કક્ષાના બનાવશે - ગૃહ રાજ્ય પ્રધાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.