ETV Bharat / state

રાજ્યના સીમાડાઓમાં અંધશ્રદ્ધાનું અંધારુ, ભક્તિના નામે મુંગા પશુઓની હત્યા

author img

By

Published : Jul 3, 2021, 10:45 AM IST

અંધશ્રદ્ધા
રાજ્યના સીમાડાઓમાં અંધશ્રદ્ધાનું અંધારુ, ભક્તિના નામે મુંગા પશુઓની હત્યા

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પશુ બલીની ઘટના સામે આવી છે. વાવ તાલુકાના મોરીખા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા મેલડી માતાજીના સ્થાનકે બકરાની બલી ચડાવી હત્યા કરતાં ત્રણ ઈસમો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

  • રાજ્યના સીમાડાના ગામમાં અંધશ્રદ્ધાના નામે પશુઓની બલી
  • બનાસકાંઠાના મોરીખા ગામે મેલડીમાના મંદિરમાં બકરાની બલી
  • પશુ હત્યાના ગુનામાં પોલીસે ફરિયાદ નોંધી

બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના મોરીખા ગામે એક અંધશ્રધ્ધાની ઘટના સામે આવી છે. મોરીખા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલા મેલડી માતાજી અને ઝાપડી માતાજી નું સ્થાનક મંદિર આવેલું છે જે મંદિર નું સ્થાનક લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યું હતું જોકે ત્યાં બકરા ની હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું..
વાવના મોરિખા ગામે બકરાની બલી ચડાવતા ફરિયાદ નોંધાવી

ધાર્મિક તેમજ જાહેર સ્થળો પર પશુઓની હત્યા કરવી કે પશુ પર હત્યાચાર ગુજારવો એ ગંભીર પ્રકારનો ગુનો ગણાય છે, તેમ છતાં પણ કેટલાય લોકો હજુ પણ અબોલ પશુઓ ઉપર ક્રૂરતા પૂર્વક અત્યાચાર કરતાં ખચકાતા નથી. બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના મોરીખા ગામએ પણ આવી જ એક દર્દનાક ઘટના સામે આવી મોરીખા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં મેલડી માતાજી અને ઝાપડી માતાજીનું સ્થાનક આવેલું છે. જે સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર સમાન ગણાય છે. શુક્રવારે અમરાભાઇ વેલાભાઈ રબારી સહિત ત્રણ લોકોએ એક બકરાને તીક્ષ્ણ હથિયાર વડે બલીના નામે ધડ થી મોઢું અલગ કરી ક્રૂરતાપૂર્વક હત્યા કરી દીધી હતી. બકરાની હત્યા કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો : ડાંગમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરતા લોકોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ઠપકો આપતા જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરીખા ગામના રહેવાસી વશરામભાઈ રબારી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા જતાં માતાજીનું સ્થાનક લોહીલુહાણ હાલતમાં જોતાં જ તેઓ ડઘાઈ ગયા હતા. તે સમયે બાજુમાં ઊભેલા અમરાભાઇ રબારી સહિત ત્રણેય શખ્સોને ઠપકો આપવા જતાં તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી નાસી ગયા હતા. જે અંગે વશરામભાઈ રબારી એ પશુ બલિ ચડાવી લોકોના આસ્થા સમાન મંદિરને અપવિત્ર કરતાં ત્રણ લોકો વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી વાવ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : મારા બળદ મારો જીવ છે, જુઓ પસવારીના ખેડૂતનો અનોખો બળદ પ્રેમ...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.