Child Vaccination In guajarat 2022: બનાસકાંઠામાં આવતીકાલથી બાળકોને રસિ આપવાનો શુભારંભ કરાશે

author img

By

Published : Jan 2, 2022, 7:57 PM IST

Child Vaccination In guajarat 2022: બનાસકાંઠામાં આવતીકાલથી બાળકોને રસિ આપવાનો શુભારંભ કરાશે

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલથી નાના બાળકો (Child Vaccination In guajarat 2022) માટે આરોગ્ય વિભાગ (Department of Health service) દ્વારા કોરોના વેકસિન (corona vaccine For Childrens) આપવાની પ્રક્રિયા શરૂ થઇ જશે. આ અભિયાન હેઠળ કુલ ૨.૧૮ લાખ બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રસી આપવામાં આવશે તેવો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

બનાસકાંઠા: જિલ્લામાં આવતીકાલથી નાના બાળકોને વેક્સિન (Child Vaccination In guajarat 2022) આપવાનો પ્રારંભ કરવામાં આવશે. કોરોના મહામારીમાં (Corona epidemic) અત્યાર સુધી ઘણી ઓછી સંખ્યામાં બાળકો સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે, ત્યારે જેમ-જેમ કોરોનાના નિયંત્રણો ઓછા થઇ રહ્યા છે, તેમ-તેમ બાળકો માટે ખતરાનું પ્રમાણ પણ વધુ જોખમભર્યું બની રહે છે. વયસ્કો અને વૃદ્ધો માટે તો કોરોના વેક્સિન ઉપલબ્ધ છે, પરંતુ બાળકો માટે કોરોના વેક્સિન ઉપલબ્ધ ન હતી. હવે બાળકો માટેની કોરોના વેક્સિનને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની (Drug Controller General of India) મંજૂરી મળી ગઈ છે.

Child Vaccination In guajarat 2022: બનાસકાંઠામાં આવતીકાલથી બાળકોને રસિ આપવાનો શુભારંભ કરાશે

રસીકરણ અભિયાન હેઠળ બાળકોને વેક્સિનના બે ડોઝ અપાશે

2થી 18 વર્ષના બાળકો માટેની કોરોના વેક્સિનને પરવાનગી મળી ગઈ છે. DCGI દ્વારા બાળકોને લગાવા માટેની વેક્સિનને અનુમતી આપી દેવામાં છે. ભારત બાયોટેક અને ICMR મળીને કોવેક્સીન બનાવી છે. આ વેકિસન સ્વદેશી વેક્સીન છે. કોરોના વાયરસ સામે કોવેક્સીન ક્લિનિકલ ટ્રાયલમાં (Covaxin clinical trial) લગભગ 78 ટકા અસરકારક પૂરવાર થઈ હતી. આ ઉપરાંત સરકાર દ્વારા બાળકો માટે કોરોનાને લઈને ગાઈલાઈન્સ (Covid Guideline) જાહેર કરવામાં આવી છે. આ અંતર્ગત સોમવારથી બાળકોનું રસીકરણ કરવામાં આવશે.રસીકરણ અભિયાન હેઠળ બાળકોને વેક્સિનના બે ડોઝ આપવામાં આવશે. અત્યાર સુધી થયેલા ક્લિનિકલ ટ્રાયલમાં બાળકોમાં કોઈ પણ પ્રકારની આડઅસર જોવા મળી નથી.

આવતી કાલથી દેશમાં રસિકરણ અભિયાન શરૂ

આ રસિકરણ અભિયાન અંતર્ગત આવતીકાલથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે વેકસિન આપવાની શરૂઆત કરવામાં આવશે. હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોના રસીકરણની તૈયારીઓ થઇ ગઇ છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ આરોગ્ય સેન્ટર ખાતે આજે રવિવારના આરોગ્ય વિભાગ દ્વારા નાના બાળકો માટેની રસિનો જથ્થો પહોચી ગઇ છે.

સોમવારથી શરૂ વેક્સિન અભિયાન

સોમવારથી શરૂ કરવામાં આવનાર વેક્સિન અભિયાન દરમિયાન કોઇ પણ પ્રકારની તકલીફ ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે. જિલ્લામાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાઇ છે અને આવતીકાલથી શાળામાં અભ્યાસ કરતા અને શાળાએથી અભ્યાસ છોડીને ગયેલા તમામ બાળકોને રસિકરણ આપવાની શરૂઆત કરવામાં આવશે.

જાણો જિલ્લામાં કેટલા બાળકોને રસી અપાશે

આરોગ્ય વિભાગ દ્વારા સોમવારથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બાળકોને રસીકરણ આપવામાં આવશે. જિલ્લામાં કુલ ૨.૧૮ લાખ બાળકોને રસીકરણ આપવાનો સરકાર દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ સંદર્ભે 1.55 લાખ બાળકો ૬૩૧ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરે છે અને 4 હજાર જેટલા બાળકો ITIમાં અભ્યાસ કરે છે. આમ આવતીકાલથી શરૂ થતા રસિકરણ મહાઅભિયાનમાં જિલ્લાના તમામ બાળકોને રસિ આપવાનો શુભારંભ થશે.

આ પણ વાંચો:

Vaccination of children in Gujarat 2022: 3 જાન્યુઆરીથી બાળકોને વેક્સિન આપવા માટે ગુજરાત તૈયાર

Vaccination for children 2022 : બાળકોને કોરોના વેક્સિન આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા સજ્જ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.