ETV Bharat / state

Banaskantha News: MLA એ પોલીસ પર આક્ષેપવાળું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું, વળતો જવાબ આ હતો

author img

By

Published : Jul 4, 2023, 7:53 PM IST

Banaskantha News : વાવના ધારાસભ્ય એ પોલીસ પર આક્ષેપ વાળું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું, પોલીસ વડાનો વળતો જવાબ
Banaskantha News : વાવના ધારાસભ્ય એ પોલીસ પર આક્ષેપ વાળું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું, પોલીસ વડાનો વળતો જવાબ

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પોલીસ પર આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. પોલીસ કોંગ્રેસ કાર્યકરોને હેરાન કરતી હોવાના આક્ષેપો સાથે રજૂઆત કરી છે, ત્યારે જિલ્લા પોલીસવડાએ ગેનીબેનના આક્ષેપો સામે જવાબ આપ્યો છે. પોલીસ વડાએ કહ્યું કે, પોલીસ ગુનેગારો સામે કાર્યવાહી કરતી સમયે ધર્મ, નાત, જાત કે કોઈપણ રાજકીય પાર્ટી જોતી નથી.

વાવના ધારાસભ્ય એ પોલીસ પર આક્ષેપ વાળું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું

બનાસકાંઠા : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા પોલીસ પર નિશાન સાધ્યું છે. બનાસકાંઠા પોલીસ વડા રાજકીય ઇશારાઓ થકી કોંગ્રેસના કાર્યકરોને હેરાન પરેશાન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. ગેનીબેને બનાસકાંઠા પોલીસ કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરતી હોવાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરી આગામી દિવસોમાં કોંગ્રેસ જેલ ભરો આંદોલન કરશેની ચીમકી ઉચ્ચારતા મુદ્દો ગરમાયો હતો.

આવેદનપત્રમાં આક્ષેપ : સમગ્ર મામાલો ગરમાતા આજે કોંગ્રેસના વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, કાંકરેજ MLA, સહિત પાટણ MLA અને રઘુ દેસાઈ સહિત આગેવાનોને સાથે રાખી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં પોલીસ કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરે અને કિસાન મોરચાના નેતા ઠાકરશી રબારી પર ખોટો ગુનો દાખલ કરી તેમની સામે પાસાની કાર્યવાહી કરતી હોવાના આક્ષેપ કર્યા છે.

ઠાકરશી રબારીનો મામલો : મે મહિનામાં કોંગ્રેસના નેતા ઠાકરશી રબારી સામે માવસરી પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. પોલીસે માવસરીના સરહદી વિસ્તારમાંથી દારૂ ભરેલું એક પીકઅપ ચાલક સાથે ઝડપી પાડ્યો હતો. જોકે, આ દારૂ કેસમાં વાવ કોંગ્રેસના કિશન મોરચાના નેતા ઠાકરશી રબારીનું નામ ખુલતા પોલીસે તેમની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ વડાએ ગેનીબેન ઠાકોરની આ બાબતોને વખોડી હતી અને તેમને કહ્યું હતું કે, ઠાકરશી રબારી પર 2005થી 2023 સુધી 5 ગુનાઓ નોંધાયેલા છે.

પોલીસ પર આક્ષેપ : પ્રોહિબિશનના કેસમાં તેમનું નામ ખુલ્યું હતું અને આ ક્વોલિટી કેસ હોવાથી પોલીસે પાસાની દરખાસ્ત પણ તૈયાર કરીને કલેકટરને મોકલી આપી છે. જે સમગ્ર મામલાને લઈને ઠાકરશી રબારી અપરાધી અને આરોપી હોવાથી પોલીસે તેમની સામે કાર્યવાહી કરી છે. પોલીસ કોઈપણ જાતના ધર્મ જાતિ સહિત રાજકીય લેવલેથી પર ઉઠી કાર્યવાહી કરતી હોય છે. જે ગુનેગારો હોય છે, તેમાં પૂરતાના આધારે પોલીસ કાર્યવાહી કરતી હોય છે. પોલીસ પર આક્ષેપ ખોટા છે.

જિલ્લા પોલીસ વડા એમના સ્ટાફ પર કોઈ કંટ્રોલિંગ નથી. અસામાજિક પ્રવૃત્તિ સમગ્ર જિલ્લામાં વધી ગઈ છે. ખાસ કરીને કોંગ્રેસના આગેવાનો પર કઈ રીતે ખોટા કેસ કરવા, ચૂંટણી હોય એ ટાઇમે પણ પોલિસને દારુ વેચવાના, પૈસા વેચવાના આ કામ પોલીસનું નથી. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. બનાસકાંઠા જેવડો મોટો જિલ્લો અને ખાસ કરીને ઇન્ટરનેશનલને રાજ્યની બોર્ડર લાગતી હોય, ત્યારે આ એનો પોલીસ સ્ટાફે ગંભીરતાપૂર્વક રહીને કાયદો વ્યવસ્થા જળવાઈ તે માટે કામ કરવું જોઈએ. - ગેનીબેન ઠાકોર (વાવ ધારાસભ્ય)

કયા બુટલેગર પાસેથી દારુ લેવો : વધુમાં વાવાના ધારાસભ્ય એ કહ્યું હતું કે, ગાંધીજીના ગુજરાતમાં દારૂની રેલમ શેનું છે. એમને રોકવા માટે કોઈ ટાઈમ મળતો નથી અને આ બાબતમાં જ્યારે વારંવાર અમે એસ.પી સાહેબને મળીને રજૂઆત પણ કરેલી કે, જ્યાં થરાદમાં ઘણા સમયથી PIની જગ્યા છે અને ઘણા ટાઈમથી PSIને ચાર્જ આપીને શા માટે ચલાવવામાં આવે છે. એમના માનીતાઓને જિલ્લામાં વહીવટ કરતા રાખવા LCB અને આવા સ્ટાફમાં રાખવા બુટલેગરમાં પણ કયા બુટલેગર પાસેથી દારુ લેવો એ SP અને એમનો સ્ટાફ નક્કી કરે છે. અમે આ બાબત લઈને આવ્યા છીએ, ત્યારે બનાસકાંઠા પ્રમુખ ઠાકરશી રબારી એના પર 2017ની ચૂંટણીમાં પણ આજ રીતે ખોટા કેસ કરેલા 2022ની ચૂંટણીના અનુસંધાને ખોટો દારૂનો કેસ એના પર કરેલો છે.

ઠાકરશી રબારી પર 2005થી આજ દિવસ સુધીમાં કુલ પાંચ જેટલી FIR અલગ અલગ ગુનાઓ દાખલ થયેલી છે. જેમાં લાસ્ટ FIR છે તે માવસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. પોલીસ કોઈપણ પ્રકારનો ધર્મ જાતિ કોઈ પોલિટિકલ પાર્ટીની ઉપરવટ જઈ માત્રને માત્ર નિષ્પક્ષતા અને તટસ્થતાથી કામગીરી કરે છે. આ કેસની અંદર પણ પોલીસે તટસ્થતાથી કામ કર્યું છે. પોલીસ જેવી રીતે બીજા ગુનાઓમાં કરે છે એવી રીતે આ ગુનાઓમાં પણ એના સબૂતોની સાથે નામદાર કોર્ટમાં હાજર કરેલા છે અને નામદાર કોર્ટે પણ એને ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. - અક્ષરાજ મકવાણા (પોલીસ વડા)

મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સિવાય દરેક આરોપી કે જે કોલેટી પ્રોહીબીશનનો ગુનો હોય એમાં એનાં પાસા ભરવામાં આવે છે. જેમા આ ગુનામાં પણ કોલેટી પ્રોહીબીશન ગુનો હોય તેમાં પણ પોલિસે પાસા કલેકટરને મોકલી આપેલા છે. પોલીસ કોઈપણ જાતના કોઈપણ પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ સાથે જોડાયેલા હોવાથી પોલીસ કોઈને હેરાન કરતી નથી. માત્રને માત્ર તટસ્થતાથી અને નિષ્પક્ષતાથી કામ કરે છે.

  1. Banaskantha News : ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળા મારવા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની બેઠક મળી
  2. શાળાના આચાર્ય ચિક્કાર દારુ ઢીંચેલી હાલતમાં ઝડપાયા, જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ હવાલે કર્યા
  3. Rajkot Crime: ગોંડલમાં ટમેટાના કેરેટની આડમાં બુટલેગરોનું દારૂનું કટિંગ ઝડપાયું, 1 કરોડ ઉપરાંતનો મુદામાલ જપ્ત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.