રખડતા ઢોરનો આતંક: બાળકીને અડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી

author img

By

Published : Jan 5, 2023, 6:43 PM IST

રાજ્યમાં રખડતા પશુઓનો ત્રાસ

રાજ્યમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના ડીસામાં (banaskantha bull attack) પણ એક આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકીને આખલાએ અડફેટે (banaskantha bull attack school girl injured) લેતા આ બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. શાળાએથી છૂટીને ઘરે જતી વખતે આખલાએ તેને અડફેટે લેતા બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી છે. જે બાદ ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. (stay cattle problem in gujarat)

આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક બાળકીને આખલાએ અડફેટે લીધી

બનાસકાંઠા: રાજ્યમાં રખડતા પશુઓનો આતંક વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં (banaskantha bull attack) છેલ્લા ઘણા સમયથી રખડતા પશુઓના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડીસા શહેરી વિસ્તારમાં banaskantha bull attack school girl injured) સવારથી માંડી સાંજ સુધી ડીસાના તમામ રસ્તા ઉપર જ્યાં નજર કરીએ ત્યાં માત્ર ને માત્ર રસ્તા પર પશુઓ જ નજરે પડે છે. (stay cattle problem in gujarat)

આખલાએ બાળકીને અડફેટે લીધી: ડીસા શહેરમાં અનેક પશુઓના કારણે અકસ્માતો સર્જાયા છે જેમાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે તો કેટલાક લોકો મોતને પણ ભેટ્યા છે. ડીસા શહેરમાં આવેલી વર્ધાજી નગાજી પ્રાથમિક શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી જયશ્રી ડાભી શાળા છૂટ્યા બાદ તેની બહેનપણીઓ સાથે ઘરે જતી હતી. તે દરમ્યાન ડીસા સ્પોર્ટ્સ કલબ ખાતે જાહેરમાં યમદૂત બનીને ફરી રહેલા આખલાએ આ બાળકીને અડફેટે લેતા તેને ઇજાઓ પહોંચી હતી.

વિદ્યાર્થીને ગંભીર ઈજા: આખલાએ અડફેટે લેતા આસપાસના લોકોએ એકત્રિત થઈને જયશ્રીને આખલાના સકંજામાથી ગણતરીની મિનિટોમાં છોડાવી નાંખી હતી.પરંતુ આ ગણતરીની મિનિટોમાં જ આખલાએ જયશ્રીને ગંભીર ઇજાઓ પહોંચાડી નાંખી હતી. આ બાળકીને આંખ અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. જયશ્રી સાથે બનેલી આ દર્દનાક ઘટના પાછળ તેની માતા સ્થાનિક તંત્ર અને રસ્તા પર પશુઓ માટે ઘાસ નાંખતા લોકોને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આ વાંચો: અમદાવાદ કોર્પોરેશનની રખડતા પશુ પકડવાની કામગીરી ધીમી બની, આ છે કારણ

વહીવટી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહિ: સતત પશુઓના વધતા જતા ત્રાસના કારણે સ્થાનિક લોકોએ એક દિવસ માટે ડીસા નગરપાલિકા આગળ ધરણા પણ કરવામાં આવ્યા હતા. એ બાદ પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે પશુઓને પકડવા માટે આશ્વાસન આપ્યું હતું. પરંતુ આ માત્ર આશ્વાસન પૂરતું જ હતું. કારણ કે અત્યાર સુધી કોઈપણ વહીવટી તંત્ર દ્વારા પશુઓને પકડવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે રોજે રોજ અનેક લોકો રખડતા પશુઓનો શિકાર બની રહ્યા છે.

આ વાંચો: ગોળાકાર શીંગડાવાળી ભેંસોની હરીફાઈએ પશુ મેળામાં જમાવ્યું આકર્ષણ

કડક કાર્યવાહી કરવા લોકોની માંગ: ડીસા શહેરના સ્પોર્ટ્સ ક્લબ પાસે જાહેરમાં ઘાસચારો વેચતા રોજના અનેક પશુઓ રોડ પર એકત્ર થાય છે સ્પોર્ટ ક્લબ પાસે રોજે રોજ આ સંખ્યા બાળકો શાળા અભ્યાસ કરવા જાય છે તો અસંખ્ય વાહન ચાલકો આ રસ્તા પરથી ધંધા રોજગાર માટે જતા હોય છે ત્યારે રોડ પર ઘાસચારો નાખવાના કારણે અહીં મોટા પ્રમાણમાં પશુઓ ઘાસચારો ખાવા માટે એકત્ર થાય છે અને જેના કારણે અવારનવાર આ પશુઓ અનેક લોકોને લેતા હોય છે ત્યારે સ્થાનિક લોકોએ આ બાબતે નગરપાલિકામાં અનેકવાર રજૂઆતો કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા જાહેરમાં ઘાસચારો વેચતા લોકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સ્થાનિક લોકોની માંગ છે કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.