ETV Bharat / state

અંબાજી જતા પદયાત્રીઓની આ છે અનોખી સેવા…

author img

By

Published : Sep 10, 2019, 3:07 PM IST

Updated : Sep 10, 2019, 3:14 PM IST

અંબાજી જતા પદયાત્રીઓની આ તે કેવી સેવા… ?

અંબાજીઃ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. ગુજરાતભરમાં પદયાત્રીઓ અંબે માની ધજા લઈને પગપાળા અંબાજી જઈ રહ્યા છે. અંબાજી જવાના રસ્તા પર બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે. પદયાત્રીઓની સેવા કરવા માટે અંબાજી જવાના રોડ પર સેવા કેમ્પ લાગી ગયા છે.

આ કોઈ પ્રોફેશનલ મસાજ નથી કરી આપતા પણ અંબાજી પગપાળા જતાં ભાવિક ભકતો છે, જેમને પગ દુખતા હોય તો મસાજ કરવાની સ્વૈચ્છીક સેવા કરી રહ્યા છે. જ્યાં અનેક શ્રદ્ધાળુંઓ કે જેઓ માત્ર પુણ્ય કમાવા આ પ્રકારની સેવાની કામગીરી કરી રહ્યા છે. દૂર-દૂરથી આવતાં પદયાત્રીઓ કે જે અંબાજી પગપાળા દર્શનાર્થે જઇ રહ્યા છે, તેઓને ચાલતા-ચાલતા પગમાં દુખાવો થતો હોય તેમને આરામ મળી રહે તે માટે પગે માલીસ કરી આપતા કેમ્પો લાગ્યા છે. અને ફ્રી ઓફ ચાર્જમાં માલીસ કરી આપવામાં આવે છે, ત્યારે પદયાત્રીઓ પણ માલીસ કરી આપનારને આશિર્વાદ આપે છે. પદયાત્રીઓને માલીસ કરી આપીને પોતે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે.

અંબાજી જતા પદયાત્રીઓની આ તે કેવી સેવા… ?

પદયાત્રીઓની સેવા કરતાં આ લોકોએ પોતાના ઘરમાં કદી એક ગ્લાસ પાણીનો પણ ભર્યો નથી, તેવા લોકો અમીર હોય કે ગરીબ અંબાજી જતા તમામ પદયાત્રીઓના પગ દાબીને તેમના પગમાં મસાજ કરી આપે છે. તેઓ શાંતી અને આરામદાયક રીતે અંબાજીની યાત્રા પૂર્ણ કરે તેવી મનોકામના પણ કરે છે. બધા જ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળું બોલ મારી અંબે…. જય જય અંબેના નારા સાથે એક બીજાને હિંમત આપીને પ્રોત્સાહન પણ આપે છે કે આ આવી ગયું અંબાજી…

Intro:નોંધ- આ સ્ટોરીમાં વીઓ કરીને મોકલ્યો છે... વીઓ બેઝ પેકેજ બનાવવું....
------------------------------------------------------------------------------------------------
અંબાજી- અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે. ગુજરાતભરમાં પદયાત્રીઓ અંબે માની ધજા લઈને પગપાળા અંબાજી જઈ રહ્યા છે. અંબાજી જવાના રસ્તા પર બોલ મારી અંબે જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે. પદયાત્રીઓની સેવા કરવા માટે અંબાજી જવાના રોડ પર સેવા કેમ્પ લાગી ગયા છે.Body:આ કોઈ પ્રોફેશનલ મસાજ નથી કરી આપતા. પણ અંબાજી પગપાળા જતાં ભાવિક ભકતો છે, જેમને પગ દુખતા હોય તો મસાજ કરવાની સ્વૈચ્છીક સેવા કરી રહ્યા છે. જ્યાં અનેક શ્રદ્ધાળુંઓ કે જેઓ માત્ર પુણ્ય કમાવા આ પ્રકારની સેવાની કામગીરી કરી રહ્યા છે. દૂરદૂરથી આવતાં પદયાત્રીઓ કે જે અંબાજી પગપાળા દર્શનાર્થે જઇ રહ્યા છે તેઓને ચાલતાચાલતા પગમાં દુખાવો થતો હોય તેમને આરામ મળી રહે તે માટે પગે માલીસ કરી આપતા કેમ્પો લાગ્યા છે. અને ફ્રી ઓફ ચાર્જમાં માલીસ કરી આપવામાં આવે છે, ત્યારે પદયાત્રીઓ પણ માલીસ કરી આપનારને આશિર્વાદ આપે છે. પદયાત્રીઓને માલીસ કરી આપીને પોતે પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે, પદયાત્રીઓની સેવા કરતાં આ લોકોએ પોતાના ઘરમાં કદી એક ગ્લાસ પાણીનો પણ ભર્યો નથી, તેવા લોકો અમીર હોય કે ગરીબ અંબાજી જતા તમામ પદયાત્રીઓના પગ દાબીને તેમના પગમાં મસાજ કરી આપે છે. તેઓ શાંતી અને આરામદાયક રીતે અંબાજીની યાત્રા પૂર્ણ કરે તેવી મનોકામના પણ કરે છે.Conclusion:બધા જ ભાવિક ભક્તો અને શ્રદ્ધાળું બોલ મારી અંબે…. જય જય અંબેના નારા સાથે એક બીજાને હિંમત આપીને પ્રોત્સાહન પણ આપે છે કે આ આવી ગયું અંબાજી…
અંબાજીથી ચિરાગ અગ્રવાલનો અહેવાલ…
ઈ ટીવી ભારત
Last Updated :Sep 10, 2019, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.