ETV Bharat / state

બનાસ ડેરીના પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા મળી 20 કરોડની સહાય

author img

By

Published : Jan 17, 2021, 8:41 PM IST

બનાસ ડેરી
બનાસ ડેરી

ભારત પાકિસ્તાનની સરહદે રણકાંઠે આવેલા બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય છે. જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલી બનાસ ડેરીએ જિલ્લાવાસીઓ માટે આશીર્વાદરૂપ છે. દરરોજનું 85 લાખ લીટર દૂધ સંગ્રહ કરતી બનાસ ડેરી અને રાજ્ય સરકારે પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા એક વર્ષમાં 20 કરોડની સહાય આપી છે. જેના લીધે પશુપાલકો વધુ સમૃદ્ધ બની શકશે.

  • વર્ષ 2019-20માં 436 લાભાર્થી પશુપાલકોને મળી કુલ 20 કરોડની સહાય
  • રાજ્ય સરકારે આપી 165 લાભાર્થી પશુપાલકોને 3.19 કરોડની સહાય ચૂકવી
  • બનાસ ડેરીએ આપી 271 લાભાર્થી પશુપાલકોને 16.81 કરોડની સહાય
  • પ્રતિ પશુપાલક 12 દુધાળા પશુઓ ખરીદવા ચૂકવાઈ કરોડોની સહાય

બનાસકાંઠા : બનાસ ડેરીના સાડા ચાર લાખ પશુપાલકો દરરોજનું 85 લાખ લીટર દૂધ બનાસ ડેરીમાં જમા કરાવે છે. બનાસ ડેરી તમામ દૂધનું પ્રોસેસિંગ કરી અમુલ બ્રાન્ડ નામથી દૂધની જુદી જુદી બનાવટો તૈયાર કરે છે. પશુપાલકોએ ડેરીની કરોડરજ્જુ સમાન છે. તેથી પશુપાલકો સારી જાતની પશુ ઓલાદો ખરીદી શકે તે માટે બનાસ ડેરી અને રાજ્ય સરકાર ખેડૂતોને દુધાળા પશુઓ ખરીદવા સહાય આપતી હોય છે. વર્ષ 2019-20માં ડેરી અને રાજ્ય સરકાર દ્વારા કુલ 436 લાભાર્થી પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા કુલ 20 કરોડની સહાય ચૂકવાઈ હતી. જેમાંથી 156 લાભાર્થીઓને રાજ્ય સરકારે 3.19 કરોડ ચૂકવ્યાં હતા. બાકીની 16.81 કરોડની સહાય બનાસ ડેરી દ્વારા ચૂકવવામાં આવી હતી.

બનાસ ડેરી
બનાસ ડેરીના પશુપાલકોને દુધાળા પશુઓ ખરીદવા મળી 20 કરોડની સહાય

બનાસ ડેરીના ચેરમેનના હસ્તે લાભાર્થી પશુપાલકોને સહાયના ચેક વિતરણ

બનાસ ડેરીના વર્તમાન ચેરમેન અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીએ તમામ લાભાર્થી પશુપાલકોને સહાય ચેક આપીને વધુ સારી ગુણવત્તાની પશુ ઓલાદો ખરીદવા પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પશુપાલન ક્ષેત્રની યોજનાઓ અને સહાય મેળવવામાં બનાસ ડેરી હંમેશા મોખરે રહી છે. આજે તમને મળેલી સહાય થકી ઉચ્ચ ઓલાદના દુધાળા પશુઓ ખરીદી પોતાની દૂધની આવકમાં વધારો કરજો. બનાસ ડેરી દૂધ સિવાય પણ મધ, બટાકા, તેલ અને ગોબર ગેસ જેવા વ્યવસાયો ઉભા કરીને પશુપાલકોને અન્ય તમામ ડેરીઓ કરતાં વધુ નફો આપે છે.

બનાસ ડેરી પશુપાલકોને દરરોજ ચૂકવે છે રૂપિયા 25 કરોડ : સંગ્રામસિંહ ચૌધરી( ઇન્ચાર્જ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ બનાસ ડેરી)

બસન સડેરીના સાડા ચાર લાખ પશુપાલકો તેમના પુરુષાર્થ અને બનાસ ડેરીના સહયોગથી દરરોજ પોતાના જ વિક્રમને તોડી રહ્યાં છે. બનાસ ડેરીના પશુપાલકોને ગત વર્ષના પ્રતિદિન 82 લાખ લીટર દૂધના રેકોર્ડને તોડી આ વર્ષે 85 લાખ લીટર દૂધ ડેરીમાં ભરાવ્યું છે. ડેરીના ઇન્ચાર્જ એમ.ડી. સંગ્રામ ચૌધરીએ જણાવ્યું હતું કે, ડેરીનું આગામી લક્ષ્ય પ્રતિદિન 1 કરોડ લીટર દૂધ સંપાદન કરવાનું છે. ડેરી પ્રત્યે પશુપાલકોનો વિશ્વાસ ઉત્તરોતર વધી રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ ડેરી પશુપાલકોને દૂધના સૌથી વધુ ભાવ આપે છે. હાલમાં બનાસ ડેરી તેના પશુપાલકોને દરરોજના 25 કરોડ રૂપિયા ચૂકવી રહી છે. જે સમગ્ર દેશમાં સૌથી વધુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.