ETV Bharat / state

બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ નોંધાઈ 20 ફરિયાદ

author img

By

Published : May 22, 2021, 9:23 AM IST

બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં 52ની અટકાયત, 28 ફરાર
બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં 52ની અટકાયત, 28 ફરાર

રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કડક કાર્યવાહીના આદેશ બાદ બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે ગેરકાયદેસર જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ વિરૂદ્ધ 20 પોલીસ ફરિયાદો નોંધાવી છે. 52 આરોપીઓની ધરપકડ કરાવી 28 આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કરાવતા ભૂમાફીયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે.

  • બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાઈ 20 ફરિયાદ
  • 17 કરોડની જમીન ભુમાફિયાઓના સકંજામાંથી છોડાવી
  • 80 આરોપીઓ સામે નોંધાયો ગુનો
  • બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ ફરિયાદમાં 52ની અટકાયત, 28 ફરાર
  • ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020

બનાસકાંઠા: લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 હેઠળ માથાભારે તત્વો ગરીબ વ્યક્તિઓની જમીન પર બિનકાયદેસર રીતે કબ્જો ન જમાવે તથા જેમણે ગેરકાયદેસર રીતે સરકારી અથવા તો ખાનગી માલિકીની જમીન પર કબ્જો કર્યો છે તેવા વ્યક્તિઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020 બનાવવવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર આનંદ પટેલની સુચના અને માર્ગદર્શન પ્રમાણે વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે.

બનાસકાંઠામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ નોંધાઈ 20 ફરિયાદ

આ પણ વાંચો: જામનગર જિલ્લામાં ભૂમાફિયાના ગુના વધ્યા હોવાથી સરકારે SP દીપેન ભદ્રેનની કરી નિમણૂક

બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટની ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અત્યાર સુધીમાં જમીન પચાવી પાડનારા 80 આરોપીઓ વિરૂદ્ધ જિલ્લાના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 20 જેટલી ફરીયાદો નોંધાઇ છે. જેમાંથી 52 આરોપીઓની ફરીયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવ્યાં છે. જ્યારે 28 જેટલાં ફરાર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન છે.

આ પણ વાંચો: વલસાડમાં લેન્ડ ગ્રેબિંગની સૌથી વધારે 100 અરજી આવી, 13 લોકોની અટકાયત

17 કરોડની જમીનમાં ગેરકાયદેસર કબ્જો

જિલ્લામાં અત્યાર સુધીમાં સરકારી અને ખાનગી માલિકીની કુલ રૂપિયા 17 કરોડની જમીનો ભૂમાફીયાઓના સકંજામાંથી મુક્ત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં સરકારી જમીન, ગૌચરની જમીન કે ગરીબ વર્ગની જમીન પચાવી પાડનારા તમામ માથાભારે તત્વો વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિગ એક્ટ હેઠળ તંત્ર દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રૂપિયા 17 કરોડની જમીન પચાવી પાડનારા તત્વો વિરૂદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.