ETV Bharat / state

અરવલ્લીમાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 715 પર પહોંચ્યો, કલેકટરે નિયંત્રિત વિસ્તારોની મુલાકાત લીધી

author img

By

Published : Dec 4, 2020, 10:34 AM IST

CoronaVirus cases in Aravalli News
CoronaVirus cases in Aravalli News

અરવલ્લી જિલ્લામાં ગરૂવારના રોજ કોરોનાના વધુ બે કેસ નોંધાતા કોરોનાનો આંક 715 પર પહોંચ્યો છે. જે પૈકી 605 સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. Covid-19ના 35 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

  • અરવલ્લીમાં કોરોના વાઇરસના કેસ
  • જિલ્લામાં 35 દર્દીઓ સારવાર હેઠળ
  • કલેકટરે નિયંત્રિત વિસ્તારોની મુલાકાત લીધી


અરવલ્લીઃ જિલ્લામાં ગરૂવારે બે કોરોનાના કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંક 715 પર પહોંચ્યો છે. જ્યારે સાર્વજનિક હોસ્પિટલ મોડાસમાં સારવાર લઇ રહેલા પાંચ દર્દીઓ કોરોના સામે જંગ જીતી જતાં તેમને રજા આપવામાં આવી છે. ગુરૂવારના રોજ મોડાસા ગ્રામ્ય વિસ્તારમાં 01 તેમજ ભિલોડા તાલુકામાં 01 પોઝિટિવ કેસ નોંધાયા છે.

અરવલ્લી જિલ્લામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક 715 પર પહોંચ્યો
જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબદકરે નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારોની મુલાકત લીધી

ગરૂવારના રોજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબદકરે નિયંત્રિત જાહેર કરેલા વિસ્તારોની મુલાકત લઇ સ્થિતિની સમીક્ષા કરી હતી.

જિલ્લામાં 35 દર્દીઓ સારવાર હેઠળ

હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-22, વાત્રક જનરલ હોસ્પિટલમાં-05, અમદાવાદ હોસ્પિટલમાં-05, સિવિલ હોસ્પિટલ, હિમતનગર-02 અને હોમ આઇસોલેશન-01, પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

436 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા

હાલમાં કોરોના વાઇરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલો હોવાથી પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોંધાયેલા પોઝિટિવ કેસના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલા હોય તેવા વિસ્તારમાં આરોગ્યની 68 ટીમો દ્વારા 1476 ઘરોની 6724 વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. પોઝિટિવ કેસના સંપર્કમાં આવેલા 436 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.