ETV Bharat / state

વનવિભાગ દ્વારા વાંકાનેરના એક ખેતરમાં મહાકાય અજગર પકડાયો

author img

By

Published : Jul 19, 2019, 3:58 AM IST

સ્પોટ ફોટો

અરવલ્લી: જિલ્લામાં આવેલા ભિલોડા તાલુકો આમ તો વન વિસ્તારથી ઘેરાયેલો છે. જેના કારણે અવારનવાર આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ જોવા મળતા હોય છે. ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના એક ખેતરમાં મહાકાય અજગર દેખાતા લોકો ભયભિત થઇ ગયા હતા. તો અજગર અંગેની જાણ વનવિભાગને થતા અજગરને પકડી પડાયો હતો.

ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સુતરીયા શૈલેષકુમાર રમણભાઈ સવારે તેમના ખેતરમાં ખેતીના કામકાજ અર્થે જતા ખેતરમાં પડેલા 10 થી 12 ફૂટ લાંબા અજગરને જોતા બુમાબુમ કરી મુકી હતી. તો આ અવાજ સાંભળી આજુબાજુના ખેતર માલિકો અને ગ્રામજનો મોટીસંખ્યામાં દોડી આવ્યા હતા.

અજગર દેખાતા વનવિભાગે પકડ્યો

આ અંગે વનવિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખેતરમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ અજગરને પકડી કોથળામાં પુરી સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. મહાકાય અજગરને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ અજગર પકડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

Intro:ભિલોડાના વાંકાનેર નજીક ખેતરમાં મહાકાય અજગર દેખાતા વનવિભાગે પકડ્યો

ભિલોડા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાનો ભિલોડા તાલુકો વન વિસ્તારથી ઘેરાયેલો છે જેના કારણે અવારનવાર આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓ જોવા મળે છે . ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના એક ખેતરમાં મહાકાય અજગર દેખા દેતા લોકો ભયભિત થઇ ગયા હતા.


Body:ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સુતરીયા શૈલેષકુમાર રમણભાઈ સવારે તેમના ખેતરમાં ખેતીના કામકાજ અર્થે જતા ખેતરમાં પડેલા ૧૦ થી ૧૨ ફૂટ લાંબા અજગરને જોતા બુમાબુમ કરી મુકી હતી. અવાજ સાંભળી આજુબાજુના ખેતર માલિકો અને ગ્રામજનો મોટીસંખ્યામાં દોડી આવ્યા હતા. આ અંગે વનવિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખેતરમાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ અજગરને પકડી કોથળામાં પુરી સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. મહાકાય અજગરને જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. અજગર પકડાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

વિઝયુઅલ – સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.