ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા યોજાઈ, 340 જેટલા ઉમેદવારોએ આપી હાજરી

author img

By

Published : Jun 13, 2021, 6:57 PM IST

અરવલ્લી
અરવલ્લી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા હાથ ધરી છે. જે અંગે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે રાજ્યના જુદા જુદા કેંદ્રો પર ગુરુવારથી ઉમેદવારોની લાયકાતના અસલ દસ્તાવેજ ચકાસણી કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યમાંથી 340 જેટલા ઉમેદવારોએ વેરિફિકેશન માટે અરવલ્લી કેંદ્રની મોડાસા અને સર્વોદય હાઇસ્કૂલ ખાતે ગુરુવારથી કેમ્પ શરૂ કરાયો હતો.

  • મોડાસા સર્વોદય હાઇસ્કૂલ ખાતે પ્રમાણપત્ર ચકાસણી હાથ ધરાઇ
  • કૉરોના વાઇરસને લઇને સરકારની ગાઇડલાઇનનું પાલન
  • થર્મલ સ્ક્રિનિંગ બાદ ઉમેદવારોને અપાયો પ્રવેશ

અરવલ્લી: જિલ્લામાં સરકારી અનુદાનીત માધ્યમિક શાળાઓના શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં જે ઉમેદવારોએ અરવલ્લી કેંદ્રની ઓનલાઇન પસંદગી કરી છે તેવા 340 ઉમેદવારોને મોડાસા અને સર્વોદય હાઇસ્કુલ ખાતે તેમના અસલ ડોક્યુમેંટની ચકાસણી માટે બોલવામાં આવ્યા હતા. અરવલ્લીના કેંદ્ર ખાતે 10 જૂનના રોજ 200 જ્યારે ૧૧ જૂનના રોજ 140 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટનું વેરીફીકેશન કરાવ્યુ હતું.

અરવલ્લી જિલ્લામાં માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયા યોજાઈ

આ પણ વાંચો: બેરોજગાર યુવાનો દ્વારા શિક્ષણ અને વિધાસહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવા કલેક્ટરને આવેદન પત્ર

કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કાર્યને અપાયો નિર્ણય

અરવલ્લી કેંદ્રની પસંદગી કરેલી હોય તેવા ઉમેદવારોની પ્રોવિઝનલ મેરીટ યાદી બહાર પાડવામાં આવશે, વાંધા અને સુચનો જેવી પ્રક્રિયા પછી અંતિમ મેરીટ યાદી આવશે. આ પ્રક્રિયાના અંતે જે તે શાળામાં મેરીટના આધારે ઉમેદવારોને નિયુક્તિ માટેના ભલામણપત્ર એનાયત કરાશે. સમગ્ર પ્રક્રિયા દરમ્યાન કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યુ હતું. ઉમેદવારોને માસ્ક સાથે થર્મલ સ્ક્રિનિંગ બાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમજ હેન્ડ સેનેટાઇઝીંગની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

શિક્ષકોની ભરતી પ્રક્રિયા
શિક્ષકોની ભરતી પ્રક્રિયા

આ પણ વાંચો: અરવલ્લીમાં આંગણવાડી કાર્યકરની ભરતીમાં રદ થયેલા ફોર્મ અંગે વિવાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.