ETV Bharat / state

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને અપાતા મેમાથી લોકો પરેશાન

author img

By

Published : May 23, 2021, 7:08 PM IST

અરવલ્લી જિલ્લા પોલીસ
અરવલ્લી જિલ્લા પોલીસ

કોરોના વાઇરસના કેસ ઓછા થતા રાજ્ય સરકાર જ્યારે એક ચોક્ક્સ પ્રક્રિયા અનુસરી નિયંત્રણોમાં છૂટછાટ આપી રહી છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં હજૂ પણ પોલીસ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને યેનકેન પ્રકારે રંઝાડવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી છે. એક બાજૂ લોકડાઉન હોવાનાને પગલે ધંધા રોજગાર ઠપ્પ છે, લોકો ગુજરાન કેવી રીતે ચલાવવું તે પ્રશ્ન થઇ પડ્યો છે. અરવલ્લી પોલીસ અધિકારીઓ દ્વારા વાહન ચલાકોને આડેધડ મેમો આપી મોટા દંડ ફટકારી મુશ્કેલીમાં મૂકી દીધા છે.

  • અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને અપાતા મેમાથી લોકો પરેશાન ‌
  • પરિવારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ હોવાથી લેબોરેટરી રિપોર્ટ લેવા નીકળેલા યુવકની બાઇક ડિટેઇન કરાઇ
  • મેડિકલ ઇમરજન્સીમાં હોવા છતાં યુવકની બાઇક ડિટેઇન કરાઇ

અરવલ્લી : જિલ્લાના મોડાસામાં છેલ્લા કેટલાક દિવસથી પોલીસ અધિકારીઓ દ્વારા વાહન ચાલકોને ખોટી રીતે પરેશાન કરવામાં આવતા હોવાની રાવ ઉઠી છે. ગરીબ જનતા છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીનો સામનો કરી રહી છે, ત્યારે એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ લોકડાઉનના કારણે ધધાં રોજગાર અને નોકરીઓ છૂટી ગઈ છે. આ સંજોગોમાં નાના વાહન ચાલકોના વાહનો ડિટેઈન કરી દંડની રકમો ભરાવતાં જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. મોડાસામાં એક યુવકના પરિવારમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ હોવાથી લેબોરેટરી રિપોર્ટ લેવા માટે જઇ રહ્યો હતો. જે દરમિયાન બસ સ્ટેશન નજીક લીઓ પોલીસ ચોકી પાસે ટાઉન PSI તેને ઉભો રાખીને મેમો આપી દીધો હતો. મેડીકલ ઇમરજન્સી હોવા છતાં યુવકની બાઇક ડિટેઇન કરવામાં આવતા તે મુશ્કેલીમાં મૂકાયો હતો.

અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વાહન ચાલકોને અપાતા મેમાથી લોકો પરેશાન

આ પણ વાંચો - મોડાસામાં અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો

કોરોના મહામારીમાં ડિટેઈન વાહનોનો દંડ માફ કરવામાં આવે તેવી માગ

મોંધવારી અને ઉપરથી લોકડાઉનના સમયે જ્યારે લોકો પાસે ગુજરાન ચલાવવાના પૈસા નથી, એવા સમયે પોલીસે એટલી બધી બાઇક ડિટેઇન કરી છે કે, પોલીસ સ્ટેશનમાં જગ્યા પણ નથી. કોરોના મહામારીમાં નાના માણસોને સરકાર હેરાન પરેશાન કરવાનું બંધ કરી ડિટેઈન વાહનોનો દંડ માફ કરવામાં આવે તેવી આમ જનતાની માગ છે.

આ પણ વાંચો - કોરોનાગ્રસ્ત દર્દીનું મોત થતાં પરિજનનો તબીબ પર હુમલો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.