ETV Bharat / state

મોડાસામાં પોલીસે રથયાત્રા માટે ફ્લેગ માર્ચ યોજી

author img

By

Published : Jun 25, 2019, 11:55 PM IST

મોડાસામાં રથ યાત્રાને લઇને  ફ્લેગ માર્ચ

અરવલ્લીઃ આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અરવલ્લી જિલ્લામાં યોજાનારી છે. આ તહેવાર શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે હેતુથી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જેમાં પોલીસનો સ્ટાફ પણ જોડાયો હતો.

અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, શામળાજી સહિતના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ યોજાય છે. ત્યારે રથયાત્રા દરમિયાન ભાઈ-ચારો , કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

મોડાસામાં રથ યાત્રાને લઇને ફ્લેગ માર્ચ

મોડાસા શહેરમાં રથયાત્રા ભગવાન બાલક નાથજીના મંદિરેથી નીકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસ ફ્લેગમાર્ચમાં મોડાસા ટાઉન પોલિસ, ટ્રાફિક પોલીસ તેમજ જિલ્લા LCB સહિત પોલિસ કર્મીચારીઓ જોડાયા હતા.

Intro:રથ યાત્રાને લઇને મોડાસામાં ફ્લેગ માર્ચ

મોડાસા- અરવલ્લી

આગામી અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા અરવલ્લી જિલ્લામાં યોજાનાર છે. આ તહેવાર શાંતિપુર્ણ માહોલમાં યોજાય તે માટે જિલ્લા પોલિસ તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઇ હતી, જેમાં પોલિસનો સ્ટાફ પણ જોડાયો હતો.

Body:અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, શામળાજી સહિતના વિસ્તારોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાઓ યોજાય છે ત્યારે રથયાત્રા દરમિયાન ભાઈ-ચારો અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસન દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મોડાસા શહેરમાં રથયાત્રા ભગવાન બાલક નાથજીના મંદિરેથી નિકળીને શહેરના વિવિધ વિસ્તારોમાં ફરે છે ત્યારે રથયાત્રાના રૂટ પર પોલિસ દ્વારા ફ્લેગ માર્ચ યોજી રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલિસ ફ્લેગમાર્ચમાં મોડાસા ટાઉન પોલિસ, ટ્રાફિક પોલિસ તેમજ જિલ્લા LCB સહિના પોલિસ કર્મીઓ જોડાયા હતા.

વિઝયુઅલ – સ્પોટ Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.