ETV Bharat / state

અરવલ્લીમાં ઉમેદવારીપત્ર લેવા માટે ઉમેદવારોમાં ઉત્સાહ

author img

By

Published : Feb 9, 2021, 3:40 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રનું વિતરણ સોમવારના રોજ કરવામાં આવ્યું હતું .જેમાં જિલ્લા, તાલુકાઓ તેમજ મોડાસા અને બાયડ નગરપાલિકા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
કોરોના ગાઈડલાઈનનું ધ્યાન
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયું
  • નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ફોર્મનું વિતરણ શરૂ
  • અરવલ્લીના ઉમેદવારોમાં જોવા મળ્યો ઉત્સાહ
  • પ્રથમ દિવસે મોડાસા નગરપાલિકાના ઉમેદવારી ફોર્મ માટે ઘસારો રહ્યો
    ઉમેદવારી ફોર્મનું વિતરણ

અરવલ્લીઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ વિતરણ પ્રક્રિયા સોમવારના રોજથી શરૂ કરવામાં આવી હતી. અરવલ્લીમાં જિલ્લા પંચાયતની 30 બેઠકો, જ્યારે 6 તાલુકા પંચાયતની 128 બેઠકો અને મોડાસા તથા બાયડ નગરપાલિકાની ચૂંટણી યોજવાની છે. જેમાં મોડાસા પાલિકા માટે 115 અને બાયડ પાલિકા માટે 54 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું હતું. આ સાથે જ જિલ્લા પંચાયત માટે 53 ફોર્મનું વિતરણ થયું હતું. આ ઉપરાંત તાલુકા પંચાયતની ચૂંટણી માટે મોડાસા તાલુકા માટે 28, ભિલોડા માટે 30, મેઘરજ માટે 46, બાયડ માટે 21, ધનસુરા માટે 12 તેમજ માલપુર માટે 21 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયુ હતું. સમગ્ર જિલ્લામાં પાલિકા અને પંચાયત મળીને કુલ 383 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.

ETV BHARAT
કોરોના ગાઈડલાઈનનું ધ્યાન

ઉમેદવારીપત્ર ભરવાનો અને પરત ખેંચવાનો સમયક્રમ

13 ફેબ્રુઆરી ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ છે. આ સાથે જ 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રની ચકાસણી કરાશે, જ્યારે 16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.