ETV Bharat / state

ગુજરાત પોલીસ વિભાગની ભરતીમાં અનામતના યોગ્ય અમલ માટે માગ ઉઠી

author img

By

Published : Mar 22, 2021, 7:55 PM IST

ગુજરાત પોલીસ વિભાગની ભરતીમાં અનામતના યોગ્ય અમલ માટે માગ ઉઠી
ગુજરાત પોલીસ વિભાગની ભરતીમાં અનામતના યોગ્ય અમલ માટે માગ ઉઠી

ગુજરાત સરકારે પોલીસતંત્રમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી જાહેરાત પ્રક્રિયામાં અનામતની બેઠકો માટે યોગ્ય અમલવારી થઇ ન હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં અનામત સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી અનુસૂચિત જાતિને અન્યાય થયો હોવાની રજૂઆત કરી હતી.

  • અરવલ્લી જિલ્લામાં અનામત સંગઠનોની માગ
  • અનુસૂચિત જાતિને અન્યાય થયાની રજૂઆત
  • અનામતની બેઠકોની યોગ્ય અમલવારીની માગણી કરી
  • સંવિધાનિક અનામત બેઠકોમાં સંખ્યાના અનુપાતમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ
    અનામતની બેઠકો માટે યોગ્ય અમલવારી થઇ ન હોવાનો આક્ષેપ

મોડાસાઃ તાજેતરમાં રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી. જેમાં 1382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જોકે આ ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં અનુ. જાતિ, અનુ. જનજાતિ અને બક્ષીપંચની સંવિધાનિક અનામત બેઠકોમાં સંખ્યાના અનુપાતમાં અન્યાય થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અરવલ્લીના વિવિધ અનામત સંગઠનોએ આ અંગે કલેકટરને આવેદનપત્ર આપી સંવિધાનિક રીતે અનામત નીતિનું પાલન કરાવવાની માગ કરી હતી. સાથે જ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જો વહેલી તકે અનામત ઉમેદવારોને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે તો ટૂંકસમયમાં ગુજરાતના તમામ અનામત વર્ગો દ્વારા આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચોઃ LRD મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ આપ્યું નિવેદન, કહ્યું-પોલીસમાં 11,000 નવી ભરતી થવાની છે

કેટલી જગ્યાઓ ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે?

1382 જગ્યાઓમાં, બિનહથિયારધારી પી.એસ.આઈની 202 જગ્યા, બિનહથિયારધારી મહિલા પી.એસ.આઈની 98 જગ્યાઓ અને હથિયારધારી પી.એસ.આઈની 72, પુરૂષ ઈન્ટેલિજન્ટ ઓફિસરની 18 જગ્યા માટે ભરતી કરાશે. બિનહથિયારધારી મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 659 જગ્યાઓ અને બિનહથિયારધારી મહિલા મદદનીશ સબ ઈન્સ્પેક્ટરની 324 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.