અરવલ્લીમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી રદ

author img

By

Published : Jun 24, 2019, 3:14 AM IST

અરવલ્લીઃ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ વિવાદોના વમળમાં ઘેરાઇ ગઈ હતી. 7મી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં ચૂંટણી અધ્યક્ષની નિમણુંક અંગે વિવાદ ઉઠ્યા હતા. માધુપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આશા પ્રજાપતિ અને જે.એ. પ્રજાપતિએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એ.કે. પટેલને લેખિત અરજી કરી ચૂંટણી અધ્યક્ષની નિમણુંક અંગે રજુઆત કરતાં વિવાદ વકર્યો હતો .

તેમણે લેખિત અરજીમાં જણાવ્યું હતું કે, 31મે ના રોજ મહેશ ઉપાધ્યાયની ચુંટણી અધ્યક્ષક તરીકે નિમણુંક પોતાના ઉમેદવારોને જીતાડવાના આશયથી બંધારણના નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે. તદ્ઉપરાંત નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં જ ચૂંટણી બાળકોના શૈક્ષણિક હિતમાં નથી તેમજ શિક્ષકો પ્રચારમાં વ્યસ્થ થવાના કારણે બાળકોના શિક્ષણને અસર પડી રહ્યો છે.

આ પત્રના અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. એ.કે. પટેલે શિક્ષક સંઘના બંધારણની જોગવાઈઓ ચકાસી ચૂંટણીનું જાહેરનામું રદ કરતો આદેશ કર્યો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બંધારણની કલમ-(12) અને 15 (2) (3) મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે તેવી તાકીદ કરી હતી.

Intro:અરવલ્લી જિલ્લા પ્રા.શિક્ષક સંઘની ચૂંટણી રદ

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી , જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ વિવિદોના વમળમાં ગેરાઇ હતી . ૭ મી જુલાઈએ યોજાનારી ચૂંટણીમાં ચૂંટણી અધ્યક્ષની નિમણુંક અંગે વિવાદ ઉઠ્યા હતા. માધુપુર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક આશાબેન.એસ.પ્રજાપતિ અને જે.એ.પ્રજાપતિએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડો.એ.કે.મોઢ પટેલ ને લેખિત અરજી કરી ચૂંટણી અધ્યક્ષની નિમણુંક અંગે રજુઆત કરતાં વિવાદ વકર્યો હતો .

Body:
લેખિત અરજીમાં જણાવ્યું હતું કે તા.૩૧ મેં ના રોજ મહેશભાઈ ઉપાધ્યાયની ચુંટણી અધ્યક્ષક તરીકે નિમણુંક પોતાના ઉમેદવારોને જીતાડવાના આશયથી બંધારણના નિયમો વિરુદ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત નવા શૈક્ષણિક સત્રની શરૂઆતેજ ચૂંટણી બાળકોના શૈક્ષણિક હિતમાં નથી તેમજ શિક્ષકો પ્રચારમાં વ્યસ્થ થવાના કારણે બાળકોના શિક્ષણને અસર પડશે .

આ પત્રના અનુસંધાને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડો.એ.કે.મોઢ પટેલે શિક્ષક સંઘના બંધારણની જોગવાઈઓ ચકાસી ચૂંટણીનું જાહેરનામું રદ કરતો આદેશ કર્યો હતો અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બંધારણની કલમ-(૧૨) અને ૧૫ (૨) (૩) મુજબ જ કાર્યવાહી કરવાની રહેશે તેવી તાકીદ કરી હતી.

ફોટો- સ્પોટ Conclusion:null
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.