શામળાજી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ કરી આત્મહત્યા

author img

By

Published : Sep 3, 2021, 7:16 PM IST

Updated : Sep 3, 2021, 8:11 PM IST

Hand grenade blast

અરવલ્લીના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ (Hand grenade blast in Godhkulla) મામલામાં વધુ એક મોત થયુ છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રમેશ ફણેજાના ભાઇએ ઝાડ પર ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, બ્લાસ્ટ મામલે પોલીસના સતત દબાણને પગલે મૃતકે આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

  • શામળાજી ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ કરી આત્મહત્યા
  • પોલીસ દ્વારા સતત દબાણ અને અમાનુષી વર્તનથી આત્મહત્યા કર્યાનો પરિવારનો આક્ષેપ
  • 28 ઓગસ્ટે ગ્રેનેડ બ્લાસ્ટમાં બે લોકોનાં થયા છે મોત

અરવલ્લી: જિલ્લાના શામળાજીના ગોઢકુલ્લા ગામમાં 28 ઓગસ્ટના રોજ હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ (Hand grenade blast in Godhkulla) થયો હતો. જેમાં રમેશ ફણેજાનું ઘટના સ્થળે મોત થયુ હતું. તેની ચાર વર્ષની દિકરીનું સારવાર દરમ્યાન મોત થયુ હતું. આ મામલે પોલીસે તપાસ માટે કેટલાક શંકમંદોની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક રમેશના ભાઇનો પણ સમાવેશ થાય છે. જેણે આજે શુક્રવારે ઝાડ પર ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, પોલીસના દમનથી ત્રાસી મૃતકે અંતિમ પગલુ ભર્યુ છે. યુવકે આત્મહત્યા કરતા એક જ પરિવારે હવે બે દિકરા અને એક બાળકી ગુમવતા પરિવારમાં માતમ છવાયો છે.

શામળાજી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ કરી આત્મહત્યા
  • પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. ટ્રાઇબલ વિસ્તારમાં ગ્રેનેડ બ્લાસ્ટ (Hand grenade blast in Godhkulla) થવોએ અરવલ્લીની પોલીસ માટે એક સંવેદનશીલ બાબત છે. જેથી પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે. બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ આત્મહત્યા કરી લેતા પોલીસ માટે હવે તપાસ કરવીએ કપરા ચઢાણ સાબીત થશે તેવુ લાગી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આદિવાસી વિસ્તારમાં ગ્રેનેડ બ્લાસ્ટ થયો હોવાથી રેન્જ IG અભ્ય ચુડાસમાએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

શામળાજી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ કરી આત્મહત્યા
શામળાજી હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા આરોપીના ભાઇએ કરી આત્મહત્યા
Last Updated :Sep 3, 2021, 8:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.