ETV Bharat / state

મોડાસામાં આવેલી સાકરીયામાં 30 બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં પ્રેવશ લીધો, જાણો કેમ?

author img

By

Published : Jul 17, 2019, 6:17 AM IST

મોડાસામાં આવેલી સાકરીયામાં 30 બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રેવશ લીધો

અરવલ્લી: જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલી સાકરીયા ગામની સરકારી શાળાનું શિક્ષણ જોઇને લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાઇ રહ્યાં છે. આ શાળામાં પ્રાથમિક સુવિધાની સાથે અસરકારક શિક્ષણ અપાઇ રહ્યું છે. જેના કારણે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં 30 બાળકોએ આ સરકારી પ્રવેશ લીધો છે. જે સાબિત કરે છે કે, જો સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષણ આપવામાં આવે તો કોઇ મધ્યવર્ગીય પરિવારને પેટે પાટા બાંધીને બાળકોને ખાનગી શાળામાં મોકલવા ન પડે.

સરકારી નોકરી સૌને ગમે પરંતુ પોતાના બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરાવવાનું ભાગ્યે જ કોઈને ગમતું હોય છે. સરકારી શાળા એટલે ગરીબોની શાળા. આવી માનસિકતા લોકોના મનમાં ઘર કરી ગઇ છે. વળી, સરકારી તંત્રની બેદરકારીના કારણે સરકારી શાળાના લબાડ શિક્ષણ વ્યવસ્થાની કિસ્સાઓની ભરમાર જોવા મળે. એટલે કોઇ વ્યક્તિ પોતાના બાળકને સરકારી શાળામાં ભણાવવા ઇચ્છતા નથી. ગરીબ વર્ગ પણ પોતાના બાળકોને સરકારી શાળામાં મોકલવાને બદલે મજૂરએ મોકલવાનું વધુ પસંદ કરે છે. આવી માનસિકતા વચ્ચે સાકરીયા ગામની સરકારી શાળાએ લોકોને પોતાના વિચારો બદલવા પર મજબૂર કરી દીધા છે.

મોડાસામાં આવેલી સાકરીયામાં 30 બાળકોએ ખાનગી શાળા છોડી સરકારી પ્રાથમિક શાળામાં પ્રેવશ લીધો

એક તરફ ખાનગી શાળાઓનો વેપાર વધી રહ્યો છે. તો બીજી તરફ સરકારી શાળાઓને તાળાં વાગી રહ્યાં છે. ત્યારે સાકરીયા ગામની સરકારી શાળાએ લોકોની માનસિકતા બદલવાનો પ્રયાસ કર્યો છે. આ શાળાનો અભ્યાસ, શિક્ષકોને ભણાવવાની રીત અને શાળાના સુંદર અને રળિયામણા વાતાવરણથી પ્રભાવિત થઈ લોકો પોતાના બાળકોને આ શાળામાં પ્રેવશ અપાવી રહ્યાં છે. આ વર્ષે મોડાસાની ખાનગી શાળામાં અભ્યાસ કરતાં 30 બાળકોએ પ્રવેશ લીધો છે.

કુદરતી સાનિધ્ય અને શાંત વાતાવરણમાં આ શાળામાં ધોરણ 1 થી 8 ના 293 બાળકો અભ્યાસ કરે છે . બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થકી અભ્યાસ કરાવવામાં આવે છે . એટલું જ નહીં શાળાની તમામ દીવાલો પર અભ્યાસને લગતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે . જેથી બાળકો રમતા રમતા પણ જ્ઞાન વધારો કરી શકે છે. આધુનિક જમાનાના ખાનગી શાળા સાથે તાલ મિલાવવા આ શાળાનું એક ફેસબુક પેજ પણ છે. જેના પર શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી પ્રસિદ્ધ કરાય છે જેથી વાલીઓ તેમજ ગામના લોકો શાળાકીય પ્રવૃત્તિ થી સતત માહિતગાર રહે છે .

શાળામાં સપ્તાહમાં એકવાર બાળસભાનું આયોજન કરવામાં આવે છે સાથે જ નવોદય વિદ્યાલય માં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેમજ પર્યાવરણ લક્ષી વિવિધ પ્રવૃતિઓ પણ શાળામાં કરાય છે. આસપાસના ગામના લોકો પહેલા મોડાસાની વિવિધ શાળાઓમાં તેમના બાળકોને પ્રવેશ અપાવતા હતા. જો કે, સરકારી શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વાલીઓને અહીં શાળાના બાળકોને પ્રવેશ માટે આ આકર્ષી લાવે છે. જેથી વાલીઓ પણ શહેરમાં દૂર અભ્યાસ અર્થે મોકલવા કરતા ગામની શાળામાં મોકલવા વધુ પસંદ કરી રહ્યા છે. ત્યારે સંતરામપુર ખાતે district institute of education and training માં ફરજ બજાવતા કર્મચારી એ પણ તેમના સંતાનને સાકરીયાની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મૂકી અનોખો સંદેશ આપ્યો છે .

Intro:બાળકોના વાલી ઓની બદલાઈ રહી છે માનસીકતા, ખાનગી શાળા છોડી સરકારી શાળામાં લઈ રહ્યા છે પ્રવેશ

મોડાસા-અરવલ્લી

શિક્ષણમાં વેપારીકરણ અને આંધળા અનુકરણ ના કારણે સરકારી શાળાઓ નું મહત્વ ઓછું થતું ગયું છે . ખાનગી શાળાઓના વૈભવ સામે સરકારી શાળાની ખસ્તા હાલતના કારણે વાલીઓ ઘર-આંગણે ઉપલબ્ધ સરકારી શાળામાં પોતાના બાળકને પ્રવેશ આપતા ખચકાય છે. જોકે ખાનગી શાળા જેવી વ્યવસ્થા અરવલ્લીના મોડાસા તાલુકાના સાકરીયા ગામની સરકારી શાળામાં મળતા આ વર્ષે આ શાળામાં ખાનગી શાળામાં અભ્યાસ કરતા 30 બાળકો એ પ્રવેશ લીધો છે


Body:સરકારી નોકરી સૌને ગમે પરંતુ પોતાના બાળકને સરકારી શાળામાં અભ્યાસ કરવાનું ભાગ્યે જ કોઈને ગમતું હોય છે. સરકારી શાળા એટલે ગરીબોની શાળા.. વાલીઓ ખાનગી શાળાને પોતાના મોભા સાથે જોડી સરકારી શાળામાં પ્રવેશ લેતાં નથી. સરકારી શાળાની વાત આવે તો મનમાં અનિયમિત શિક્ષક ,મેલાઘેલા બાળકો અને ગંદુ વાતાવરણનું ચિત્ર ઉપસી આવે છે.જોકે મોડાસા તાલુકાના સાકરીયા ગામની સરકારી શાળાની એક વખત ની મુલાકાત આ માનસિકતા બદલવા માટે કાફી છે .

આ શાળાનો અભ્યાસ, શિક્ષકોને ભણાંવવાની રીત અને શાળાના સુંદર અને રળિયામણા વાતાવરણથી પ્રભાવિત થઈ આસપાસના ગામના નાના બાળકો જે મોડાસાની ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા તેવા 30 બાળકો એ પ્રવેશ લીધો છે. કુદરતી સાનિધ્ય અને શાંત વાતાવરણમાં આ શાળામાં ધોરણ ૧ થી ૮ ના 293 બાળકો અભ્યાસ કરે છે .

બાહ્ય સુંદરતા જેટલી જ આ શાળાની વિવિધ પ્રવૃતિઓ છે જેનાથી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત થકી અભ્યાસ કરવાવમાં આવે છે . એટલું જ નહીં શાળાની તમામ દીવાલો પર અભ્યાસને લગતા ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે . જેથી બાળકો રમતા રમતા પણ જ્ઞાન વધારો કરી શકે છે. આધુનિક જમાનાના ખાનગી શાળા સાથે તાલ મિલાવવા આ શાળાનું એક ફેસબુક પેજ પણ છે. જેના પર શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી પ્રસિદ્ધ કરાય છે જેથી વાલીઓ તેમજ ગામના લોકો શાળાકીય પ્રવૃત્તિ થી સતત માહિતગાર રહે છે .

શાળામાં સપ્તાહમાં એકવાર બાળસભાનું આયોજન કરવામાં આવે છે સાથે જ નવોદય વિદ્યાલય માં ભણવા ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તેમજ પર્યાવરણ લક્ષી વિવિધ પ્રવૃતિઓ પણ શાળામાં કરાય છે . આસપાસના ગામના લોકો પહેલા મોડાસાની વિવિધ શાળાઓમાં તેમના બાળકોને પ્રવેશ અપાવતા હતા જોકે સરકારી શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વાલીઓને અહીં શાળાના બાળકોને પ્રવેશ માટે આ આકર્ષી લાવે છે જેથી વાલીઓ પણ શહેરમાં દૂર અભ્યાસ અર્થે મોકલવા કરતા ગામની શાળામાં મોકલવા વધુ પસંદ કરી રહ્યા છે.

એટલું જ નહીં સંતરામપુર ખાતે district institute of education and training માં ફરજ બજાવતા કર્મચારી એ પણ તેમના સંતાનને સાકરીયા ની પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મૂકી અનોખો સંદેશ આપ્યો છે .

ધીરે ધીરે સરકારી શાળાઓમાં વાલીઓ ની રૂચી વધતા હવે સરકારી શાળાઓ પણ આધુનિક બની રહી છે જેથી ઘર આંગણે જ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળવા લાગ્યું છે . જો વધુ ને વધુ વાલીઓ તેમજ સરકારી શાળાઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં મૂકે તો આગામી સમયમાં સરકારી શાળાઓ ખાનગી શાળાઓ ને પણ ટક્કર મારી શકે છે.

બાઈટ પાંડવ ઓમેગા વાલી

બાઈટ રાજેન્દ્ર પટેલ વાલી

બાઈટ મનીષ પંચાલ આચાર્ય


પી ટુ સી


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.