ETV Bharat / state

Uniform distribution Anand: 52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ

author img

By

Published : Jun 29, 2021, 5:25 PM IST

Distribution of uniforms among children
Distribution of uniforms among children

ગાંધીનગરથી મુખ્યપ્રધાન દ્વારા મંગળવારે રાજ્ય વ્યાપી આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ જિલ્લામાં પણ આ કાર્યક્રમમાં સાંસદ સભ્ય મિતેશ પટેલ, કલેક્ટર, DDOની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યો હતો.

  • આણંદ જિલ્લાના 52 હજારથી વધુ બાળકોમાં ગણવેશનું વિતરણ
  • ગાંધીનગર મુખ્યપ્રધાન દ્વારા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો
  • સાંસદ સભ્ય, કલેક્ટર, DDOની ઉપસ્થિતમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

આણંદ : જિલ્લામાં ગણવેશ વિતરણનો કાર્યક્રમ (Uniform distribution program) યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી આવેલા બાળકોને ગણવેશ કીટ (Uniform kit)નું વિતરણ (Uniform distribution) કરવામાં આવ્યુ હતું. જિલ્લામાં કુલ 1989 આંગણવાડીના 52,894 બાળકોને આ કીટનું વિતરણ કરવામાં આવશે. જેથી બાળકોને આંગણવાડી માટે એક ઉત્સાહ મળી રહે અને ખાનગી શાળામાં જે પ્રમાણે ગણવેશ (Uniform)થી બાળકોને ઓળખ મળે છે તેવી ઓળખ આંગણવાડીના બાળકોને પણ મળી રહે તે હેતુથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ

આ પણ વાંચો : આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ

જવાબદાર અધિકારી સાથે Etv Bharatએ આંગણવાડીના બાળકોને મળતી સગવડો બાબતે ખાસ વાતચીત કરી

આણંદ જિલ્લામાં કલેક્ટર કચેરી (Collector's Office) ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકો ના વાલી અને જિલ્લાના જવાબદાર અધિકારી સાથે Etv Bharatએ આંગણવાડીના બાળકો અને મળતી સગવડો બાબતે ખાસ વાતચીત કરી હતી. જેમાં બાળકોના વાલીએ સરકારી યોજનાઓ માટે સંતોષ વ્યક્ત કર્યો હતો અને આંગણવાડીમાં ગણવેશ શરૂ કરવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. વાલીએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં મળતી દરેક વસ્તુ તેમને કોરોનાને કારણે ઘરે બેઠા મળી રહે છે. બાળકોમાંથી કુપોષણ (Malnutrition) દૂર કરવા માટે જરૂરી પોષણ આહાર પણ બાળકો માટે પૂરતો મળી રહે છે. બીજી તરફ જિલ્લામાં બાળકોના સ્વાસ્થ્ય બાબતે માહિતી આપતા જિલ્લા CDPOએ જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલ 2455 જેટલા બાળકો અતિ કુપોષિતના પેરામીટર અંતર્ગત રેડ ઝોનમાં આવી રહ્યા છે. જે બાળકો માટે વિશેષ ધ્યાન આપીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ 9,200 જેટલા બાળકો મધ્યમ કુપોષિતના દાયરામાં આવી રહ્યા છે તે બાળકો માટે પણ સરકારની સૂચનાઓ અને અધિકારીઓના માર્ગદર્શન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે.

52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ
52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ

આ પણ વાંચો : આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને મુખ્યપ્રધાનના હસ્તે ગણવેશ કરાશે વિતરણ

બાળકોને ગણવેશ કીટ સાથે સેનિટાઈઝર, રૂમાલ અને માસ્ક પણ અપાયા

ઉલ્લેખનીય છે કે, નવા નિમાયેલા જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.વાય.દક્ષિણી જેઓ અગાઉ નાયબ મુખ્યપ્રધાન અને રાજ્ય આરોગ્યપ્રધાન એવા નીતિન પટેલના મતવિસ્તાર મહેસાણા જિલ્લાના DDO તરીકે મહેસાણા જિલ્લામાં નાના બાળકોમાંથી કુપોષણ (Malnutrition) દૂર કરવા માટે નોંધનીય કામગીરી કરી ચુક્યા છે. જે અંગે તેઓને કેન્દ્રમાંથી સન્માનિત પણ કરવા આવી ચુક્યા છે. હવે આણંદ જિલ્લામાં કલેક્ટર દક્ષિણીના માર્ગદર્શન હેઠળ મંગળવારે આણંદ જિલ્લાના વિવિધ ઘટકોમાંથી આવેલા આંગણવાડીના બાળકોને ગણવેશ કીટ (Uniform kit) સાથે સેનિટાઈઝર, રૂમાલ અને માસ્ક આપવામાં આવ્યા છે. સાથે જ જવાબદાર અધિકારીઓને જિલ્લામાં બાળકોમાંથી કુપોષણ (Malnutrition) દૂર થાય તે પ્રમાણેની કામગીરી કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા છે.

52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ
52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.