ETV Bharat / state

CWC અંતર્ગત આણંદમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન

author img

By

Published : Feb 26, 2019, 11:51 PM IST

સ્પોટ ફોટો

આણંદઃ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સનુ સંબોધન કરતા જણાવ્યું હતું કે, CWC ( કોંગ્રેસ વર્કિંગ કમિટિ) જે ગાંધી-સરદારની ભૂમિ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે, જે સભામાં અનેક લોકો હાજરી આપવા આવાના છે ત્યારે આણંદ જિલ્લામાંથી પણ 35 થી 40 હજાર કાર્યકરો જોડાય તેવી તેમણે શક્યતા દર્શાવી છે.


આણંદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોરે શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી ભારતીય એરફોર્સ દ્વારા જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તેનું ભારતીય સૈનિકોને અભિનંદન પાઠવી તેમની બહાદુરીની પ્રશંસા કરી હતી. 61 વર્ષ બાદ ગુજરાતની ભૂમિ પર કોંગ્રેસ વર્કિંગ કમિટી આગામી 28 ફેબ્રુઆરીના રોજ અડાલજ મુકામે યોજાવા જઈ રહી છે. આયોજિત જન સંકલ્પ રેલીની માહિતી આપતાં ઠાકોરે કહ્યું હતું કે, જન સંકલ્પ રેલીમાં રાહુલ ગાંધી સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ તથા પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહેશે.

video

વધુમાં તેમણે કહ્યું કે, આ સભાને લઈ આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વયંભૂ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લગભગ જિલ્લામાંથી 35 થી 40 હજાર કાર્યકરોએ પોતાના નામની નોંધણી કરાવી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો વિજય નિશ્ચિત છે તેમ જણાવી વિનુભાઈ ઠાકોરે કહ્યું હતું કે, જે પ્રમાણે કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહથી 28 ફેબ્રુઆરીની રેલીમાં સામેલ થવા માટે નામ નોંધણી કરાવી છે તે જોતા લાગે છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી જંગી બહુમતીથી વિજેતા થશે.

Intro:આજ રોજ આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે cwc જે ગાંધી-સરદારની ભૂમિ ગુજરાતમાં યોજાવા જઈ રહી છે જેનો સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકરોમાં અને ઉલ્લાસની લાગણી જોવા મળી રહી છે અને લોકો મોટી સંખ્યામાં આ સભામાં હાજરી આપવા આવાના છે ત્યારે આણંદ જિલ્લામાં થી ૩૫ થી ૪૦ હજાર કાર્યકરો 28 2019 ના રોજ અડાલજ ખાતે જોડાશે તેવી માહિતી તેમણે જાહેર કરી હતી


Body:conference ચાલુ કરતા પહેલા આણંદ કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિનુભાઇ ઠાકોરે સહિત થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપી ભારતીય એરફોર્સ દ્વારા પીઓકેમાં જે એર strike કરવામાં આવી તેનું ભારતીય સૈનિકોને અભિનંદન પાઠવી અને તેમની કુશળતા અને બહાદુરીના વખાણ કર્યા હતા

61 વર્ષ બાદ ગુજરાતની ભૂમિ પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ અડાલજ મુકામે યોજાવા જઈ રહી છે ત્યાં આયોજિત થનારી જન સંકલ્પ રેલીની માહિતી તેમણે મીડિયા સમક્ષ આપી હતી તેમણે જણાવ્યું હતું કે જન સંકલ્પ રેલી મા રાહુલ ગાંધી સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંઘ તથા હાલમાં જ પક્ષના મહામંત્રી તરીકે નિયુક્ત થયેલ પ્રિયંકા ગાંધી ઉપસ્થિત રહી ને આ રેલીને સંબોધન કરશે જેમાં હાજરી આપવા આણંદ જિલ્લાના તમામ તાલુકાઓમાં સ્વયંભૂ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને લગભગ જિલ્લામાંથી ૩૫ થી ૪૦ હજાર કાર્યકરોએ પોતાના નામની નોંધણી કરાવી છે


Conclusion:આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ની વિજય નિશ્ચિત છે તેમ જણાવી વિનુભાઈ ઠાકોરે કહ્યું હતું કે જે પ્રમાણે કાર્યકરો અને આગેવાનોએ ઉત્સાહથી 28 ફેબ્રુઆરી ની રેલીમાં સામેલ થવા માટે નામ નોંધણી કરાવેલ છે તે જોતા લાગે છે કે નજીકના સમયમાં આવનાર લોકસભાની ચૂંટણીમાં આણંદ બેઠક પરથી ભરતસિંહ સોલંકી જંગી બહુમતીથી વિજેતા થશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.