ETV Bharat / state

ઓનલાઈન પીઝા ઓર્ડર કરતા છેતરાયા, આણંદ પોલીસે નાણા પરત અપાવ્યા

author img

By

Published : May 10, 2021, 10:38 PM IST

આણંદ પોલીસ
આણંદ પોલીસ

ઓનલાઇન પીઝા ઓર્ડર કરતા સમયે આણંદની એક મહિલા સાથે 35,499ની છેતરપિંડી થઇ હતી. જે બાદ આ મહિલાએ આણંદ પોલીસનો સંપર્ક કર્યો હતો.આ સમગ્ર ઘટનામાં આણંદ પોલીસ દ્વારા બન્ને પક્ષે જરૂરી માહિતી મેળવી કંપની પાસેથી ભોગ બનેલા સ્નેહાને 30,000 પરત અપાવ્યા હતા.

  • આણંદમાં પીઝા ઓનલાઈન ઓર્ડર કરતા થઈ હતી છેતરપિંડી
  • ઓનલાઈન 35,499નું ફંડ કર્યું હતું ટ્રાન્સફર
  • આણંદ પોલીસે નાણા પરત અપાવ્યા

આણંદ : એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ માનવામાં આવે છે. દેશમાં આવેલી ડિજિટલ ક્રાંતિ બાદ વર્તમાન સમયમાં લોકો ઘરે બેઠા ખરીદી કરતા થયા છે. તેમાં પણ કોરોના મહામારીમાં જ્યારે બજારમાં જવું લોકો અસુરક્ષિત માને છે, ત્યારે ઓનલાઈન કરવામાં આવતી ખરીદીનું પ્રમાણ વધી રહ્યું છે. હાલના સમયમાં લોકો લગભગ તમામ વસ્તુઓ ઓનલાઈન ખરીદવાનું વધુ અનુકૂળ માનતા બન્યા છે, ત્યારે ઓનલાઈન છેતરપિંડીનો પણ ભોગ બની બેસતા હોય છે. આવી જ એક ઘટના આણંદમાં બની છે.

આ પણ વાંચો - આણંદમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શન સાથે શખ્સ ઝડપાયો

35,499 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરી

આણંદમાં રહેતા સ્નેહા પટેલ દ્વારા 24 એપ્રિલ, 2021ના રોજ ઓનલાઇન પીઝા મંગાવવા માટે એક ચોક્કસ સર્ચ પોર્ટલ પર પિઝા માટે ઓર્ડર કરવા સર્ચ કર્યું હતું. જ્યાં મળેલી લિંક પર ક્લિક કરી સામેથી કોઈક અજાણ્યા યુવક દ્વારા તેમના મોબાઈલમાં SMS ફોરવર્ડ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી જરૂરી બેન્ક ખાતાની માહિતી મેળવીને 35,499 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી કરી હતી.

આણંદ પોલીસ
સમગ્ર ઘટનામાં આણંદ પોલીસ દ્વારા બન્ને પક્ષે જરૂરી માહિતી મેળવી કંપની પાસેથી ભોગ બનેલા સ્નેહાને 30,000 પરત અપાવ્યા

આ પણ વાંચો - કોરોનાગ્રસ્ત દર્દીઓને વીડિયો કાઉન્સિલિંગ કરવાની આણંદ પોલીસની પહેલ

આણંદ પોલીસે કાર્યવાહી કરીને 30,000 રૂપિયા ખાતામાં પરત અપાવ્યા

અચાનક સ્નેહાના ખાતામાંથી મોટી રકમ ટ્રાન્સફર થઈ જતા તેમને મુંઝવણમાં મૂકાઇ હતા. જે બાદ તેમને તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આણંદ પોલીસના સાયબર વિભાગના કર્મચારીઓ દ્વારા સ્નેહા પટેલની મળેલી ફરિયાદના આધારે તાપસ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનામાં આણંદ પોલીસ દ્વારા બન્ને પક્ષે જરૂરી માહિતી મેળવી કંપની પાસેથી ભોગ બનેલા સ્નેહાને 30,000 પરત અપાવ્યા હતા. જેમાં આર્થિક નુકસાનીમાંથી બહાર લાવવા અને ઓનલાઈન છેતરપિંડીમાં ગયેલા નાણામાંથી મહત્તમ નાણા પરત અપાવી મદદ પૂરી પાડી હતી.

આ પણ વાંચો - તારાપુરથી અપહૃત બાળકી 45 દિવસ બાદ મોરબીથી મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.