ETV Bharat / state

આણંદનો કોન્સ્ટેબલ 50 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

author img

By

Published : Jan 1, 2021, 1:21 AM IST

anand
anand

અમદાવાદ ગ્રામ્ય ACB તથા આણંદ જિલ્લા ACB ટીમના સંયુક્ત ઓપરેશન દ્વારા આણંદમાં આર.આર.સેલમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીને લાખો રૂપિયાની લાંચ સ્વીકારતાં રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2020ના અંતિમ દિવસે પોલીસ કર્મચારીની લાખો રૂપિયાની લાંચના આ મામલામાં કોન્સ્ટેબલની અટકાયત થતાં પોલીસ બેડામાં હલચલ મચી છે.

  • ખંભાતના ખાતર કૌભાંડમાં કોન્સ્ટેબલની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી
  • આંણદ, ખેડા અને અમદાવાદ ACBના સંયુક્ત છટકામાં પકડાયો લાંચિયો પોલીસ કર્મી
  • પ્રકાશસિંહ રાઓલ નામના પોલીસ કર્મીને આંણદ ACBએ ઝડપી પાડ્યો
  • અંદાજીત 50 લાખ રૂપિયાની લાંચ કેસમાં પોલીસ કર્મી ઝડપાયો


આણંદઃ પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આર.આર.સેલના પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઉલ લાખો રૂપિયાની લાંચ લેતા ACBના ઝપેટમાં આવ્યો છે. ખંભાતમાં થયેલા ખાતર કૌભાંડમાં આરોપીનું નામ ન ખોલવા બાબતે પ્રકાશસિંહે લાખો રૂપિયાની લાંચ માગી હતી. જે અંગે આરોપી દ્વારા લાચ આપવા માંગતા ન હોવાથી ACBમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય ACB અને આણંદ ACB દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી 31 ડિસેમ્બર 2020ના દિવસે સાંજે 8 વાગ્યાના અરસામાં કોન્સ્ટેબલ પ્રકાશભાઈને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

  • ACB દ્વારા છટકું ગોઠવાયું

મળતી માહિતી મુજબ પ્રકાશસિંહ દ્વારા વિદ્યાનગર રોડ પર આવેલા તેના જ રેસ્ટોરેન્ટમાં આરોપી પાસે માંગણી કરેલા 50 લાખ જેટલા રૂપિયાની લાંચની રકમ સ્વીકારવામાં આવી હતી. જ્યાં પહેલેથી જ ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પ્રકાશ દ્વારા લાખો રૂપિયાની લાંચની રકમ સ્વીકારતા ACBએ રંગેહાથ ઝડપી પાડયો હતો.

  • ભ્રષ્ટ કર્મચારીઓના કારણે ઘણા કિસ્સાઓમાં લાંચ સ્વીકારી ભીનું સંકેલી લેવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે

ઉલ્લેખનીય છે કે, ભ્રષ્ટ કર્મચારીઓના કારણે ઘણા કિસ્સાઓમાં લાચ સ્વીકારી ભીનું સંકેલી લેવાની અનેક ફરિયાદો ઉઠે છે. જેમાં આજરોજ વર્ષના અંતિમ દિવસે એક જાગૃત નાગરિક તરીકે મળેલી ફરિયાદમાં આણંદનો પ્રકાશસિંહ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો.

  • અપ્રમાણસર મિલકત નો પણ મોટો ખુલાસો થવાની શક્યતાઓ

હાલ પ્રકાશ વિરુદ્ધ ACB દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી દિવસોમાં આ ભ્રષ્ટ કર્મચારી પાસેથી અપ્રમાણસર મિલકતનો પણ મોટો ખુલાસો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. વર્ષના અંતિમ દિવસે આણંદ ACB દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી સફળ ટ્રેપ બાદ પોલીસ બેડામાં હડકંપ મચી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.