મોઘવારીએ માઝા મૂકી, પગાર ન વધારતા ડ્રાઈવર અને ક્લીનરે મળીને કર્યું કંઈક આવું

author img

By

Published : Nov 23, 2022, 4:53 PM IST

મોઘવારી માઝા મૂકી, પગાર ન વધારતા ડ્રાઈવર અને ક્લીનર મળીને કર્યું કંઈક આવું

આણંદ રૂરલ પોલીસ મથકની હદમાં લૂંટની ઘટનામાં પર્દાફાશ થયો હતો. ટ્રકના ચાલક અને ક્લીનર દ્વારા નાટક ઊભું કરવામાં આવ્યું હતું. ડ્રાઈવરને પગારમાં વધારો ન આપતા સાડા આંઠ લાખ રૂપિયાની લૂંટની ખોટું નાટક કર્યું હતું. રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં પોલીસે ભેદ ઉકેલ્યો હતો. એક્સપ્રેસ હાઈવે પર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરે નકલી લૂંટનું રચ્યું હતું. જે બાબાતે ગુનો નોંધી પોલીસની ઉલટ તપાસમાં ભેદ ખોલી તેમણે ઝડપી લીધા હતા.

આણંદ મોઘવારી એ માઝા મુકી ત્યારે 10 વર્ષથી ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરતા ડ્રાઈવરે સાડા આઠ લાખ રૂપિયાની નકલી લૂંટનું તરખાટ રચ્યું (Created a fake robbery drama) છે. પોતેજ આ ખોટા નાટકમાં ફસાઈ ગયો હતો. 20 તારીખે એક્સપ્રેસ હાઈવે પર લૂંટ થયાની ફરીયાદ આણંદ ગ્રામ્ય પોલીસને મડી હતી. જેમાં પોલીસે ઝીણવટ પૂર્વક તપાસ કરતા ફરિયાદી જ આરોપી (Complainant is the accused) હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસ તપાસમાં ખૂલ્યું પણ હતું કે લાંબા સમયથી કંપની દ્વારા પગાર વધારો ન આપવાથી તેના દ્વારા આ નાટક (Anand Fake Robbery Drama) કરવામાં આવ્યું હતું. જેનો પર્દાફાશ થઈ જતા પોલીસે ખોટી ફરીયાદ આપવાના ગુના હેઠળ ફરીયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક ના ચાલક અને ક્લીનર દ્વારા ઊભું કરવામાં આવ્યું હતું નાટક

આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા ઝીણવટ ભરી તાપસ પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ રૂરલ પોલીસ મથકે (Anand Rural Police Station) 20 તારીખે એક્સપ્રેસ હાઈવે પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ગાડી લઈને આવી ટ્રક રોકીને રિવોલ્વરની અણીએ રૂપિયા સાડા આંઠ લાખની લૂંટ ચલાવી હોવાની ફરીયાદ નોંધાવી હતી. જેમાં ફરિયાદીની આપેલી ફરીયાદ ના આધારે આણંદ જિલ્લા પોલીસ વડાની (Anand District Superintendent of Police) સૂચના અનુસાર આણંદ ગ્રામ્ય પોલીસ (Anand Robbery Case) અને અન્ય પોલીસ બ્રાન્ચ દ્વારા ડ્રાયવર દ્વારા ઘટનાની આપેલી વિગત અનુસાર ઝીણવટ ભરી તાપસ હાથ ધરી હતી. જેમાં લૂંટનો ભોગ બનેલા ડ્રાઈવર દ્વારા વર્ણવેલી કોઈ ગાડી એક્સપ્રેસ હાઈવે પરના ટોલ બુથ પરથી પસાર થતી જોવા મળી હતી નહીં. જેથી પોલીસે ડ્રાઇવર અને કન્ડક્ટરની ઉલટ તપાસ કરતા બંને ભાગી પડ્યા હતા. આ ઘટનાની સાચી હકીકત બહાર આવી હતી.

એક્સપ્રેસ હાઇવેના અલગ અલગ CCTV ફુટેજની તપાસ ગુનો શોધી કાઢવા મહેસાણા પોલીસ અધિક્ષક (Mehsana Superintendent of Police) પ્રવીણકુમાર મીણા દ્વારા જે.એન.પંચાલ નાયબ પોલીસ અધિક્ષક આણંદના (Deputy Superintendent of Police Anand) માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ પી.કે સોઢા આણંદ રૂરલ પો.સ્ટે તથા પો.માણસો નાઓની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ ટીમો દ્વારા એક્સપ્રેસ હાઇવેના અલગ અલગ CCTV ફુટેજ તેમજ ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન ઇન્ટેલીજંસી અનુસંઘાને કામગીરી કરી હતી. આ અલગ અલગ ટીમો દ્વારા કરેલ કામગીરીની માહીતી એકત્રીત કરતા બનાવ અંગે ડ્રાઇવર તથા ક્લીનરની વર્ણવેલી ઘટના પર શંકા જતા આ બાબતે ડ્રાઇવર તથા ક્લીનરની આગવી યુક્તી પ્રયુક્તીથી પુછ પરછ કરતા ડ્રાઇવર ભાંગી પડ્યો હતો.

પૈસાનો ભાગ પાડી લઇશું તેવી કબુલાત કરી બંન્ને ડ્રાઇર અને ક્લીનર પોતે આ શેઠના પૈસા આપવાના હોય અને પોતાની પાસે રાખવા હોય જેથી લુટ થઇ છે. તેમ તેણા શેઠને જાણ કરી પોલીસ ફરીયાદ કરાવી પોલીસની કાર્યવાહી પુરી થઇ જાય પછી પૈસાનો ભાગ પાડી લઇશું તેવી કબુલાત કરી હતી. જે આધારે તેઓએ મુકેલા રૂપીયા 8,61,132 નડીયાદ એક્સપ્રેસ ટૉલ બુથ (Nadiad Express Toll Booth) પાસેથી રોડની નજીકની ઝાડીઓમાંથી રીકવર કર્યા હતા. પોલિસે ભીમો ઉકેડભાઇ તડવી અને સંજયભાઇ ઉર્ફે શનો રમણભાઇ તડવીને પકડી પાડી લુટમાં ગયેલા મુદ્દામાલ રીકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.