ETV Bharat / state

tarapur highway accident : ટ્રક ડ્રાઈવર સામે ગુનો થયો દાખલ

author img

By

Published : Jun 17, 2021, 9:27 PM IST

Accident accused arrested
Accident accused arrested

આણંદના ઇન્દ્રણજ પાસે બુધવારે થયેલા અકસ્માતમાં ફરાર ટ્રક ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની વિરુદ્ધ જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી પોલીસે તેની અટકાયત કરીને આગળની તાપસ હાથ ધરી છે.

  • તારાપુર ઇન્દ્રણજ પાસે થયો હતો ગમખ્વાર અકસ્માત
  • ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં થયા હતા 9ના મોત
  • તારાપુર પોલીસે ફરાર ટ્રક ચાલક સામે નોંધ્યો ગુનો
  • કલમ 304 અંતર્ગત નોંધાયો ગુનો

આણંદ : જિલ્લામાં બુધવારે વહેલી સવારે તારાપુર પાસે આવેલા ઇન્દ્રણજ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ભાવનગરના વરતેજના અજમેરી પરિવારના 9 જેટલા સદસ્યોનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ઘટના સ્થળે ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. તારાપુર પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોનું પોસ્ટમોર્ટમ કરાવી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

તારાપુર હાઇવે અકસ્માતમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો

આ પણ વાંચો : તારાપુર અકસ્માતમાં થયેલા મૃતકોની અંતિમવિધિ સમયે દર્શાયા કરુંણ દ્રશ્યો

ઇપીકો કલમ 279, 304 અંતર્ગત ગૂનો દાખલ કરી તાપસ હાથ ધરાઈ

પ્રાપ્ત માહિતી મુજબ તારાપુરમાં બનેલી અકસ્માતની ઘટનામાં ટ્રક ચાલકની લાપરવાહીને કારણે 9 જેટલા માસુમોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પોલીસે ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ચાલક રાજેશ બેગલની અટકાયત કરી ઇપીકો કલમ 279, 304 અંતર્ગત ગૂનો દાખલ કરી તાપસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : તારાપુર પાસે સર્જાયેલા અકસ્માત પહેલા મૃતક પરિવારજનોનો અંતિમ વીડિયો આવ્યો સામે

ટ્રકના ચાલક રાજેશને ઊંઘનું ઝોકું આવી જતા આ અકસ્માત થયો

આ અંગે માહિતી આપતા ખંભાતના DYSP ભારતી પંડ્યાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, વહેલી સવારે મોરબી તરફથી આવી રહેલી ટ્રકના ચાલક રાજેશને ઊંઘનું ઝોકું આવી જતા આ અકસ્માત થયો હતો. જે અંગે તેની વિરુદ્ધ જુદી જુદી કલમો અંતર્ગત ગુનો નોંધી પોલીસે તેની અટકાયત કરી છે. આગળની તાપસ ચાલુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.