ETV Bharat / state

તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 9ના કમકમાટીભર્યા મોત

author img

By

Published : Jun 16, 2021, 11:05 AM IST

Updated : Jun 16, 2021, 12:13 PM IST

તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 10ના કમકમાટીભર્યા મોત
તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 10ના કમકમાટીભર્યા મોત

આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા હાઇવે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો એક માત્ર માર્ગ છે. તેવામાં છેલ્લા ઘણા વર્ષોથી આ હાઇવેનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ માર્ગ પર ઘણા લોકો એ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી ઇકો ગાડીને તારાપુર ચોકડીથી હજુ ઇન્દ્રનજ પાસેથી બુધવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પસાર થતા સમયે ભયાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેથી આવતો ટ્રક ઇકો ગાડી પર ફરી વળ્યો હતો અને જોતજોતામાં ગાડીમાં સવાર 9 જેટલા લોકોના પ્રાણ ઉડી ગયા હતા.

  • તારાપુર ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે ગમખ્વાર અકસ્માત
  • ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતા 9 લોકોના મોત
  • ગાડી તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી

આણંદ: તારાપુર પાસે આજે બુધવારે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગાડી પર ટ્રક ચડી જતા પાંચ પુરુષ બે મહિલા અને બે બાળકો સહિત 9 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી ઇકો ગાડીને તારાપુર ચોકડી નડ્યો અકસ્માત

આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ બગોદરા હાઇવે દક્ષિણ ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો એક માત્ર માર્ગ છે. તેવામાં છેલ્લા ઘણા વર્ષોથી આ હાઇવેનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે આ માર્ગ પર ઘણા લોકો એ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ ઘટનાઓની યાદીમાં અત્યાર સુધીનો સૌથી કરુણ અકસ્માત બુધવારે વહેલી સવારે ઇન્દ્રનજ પાસે થયો હતો. સુરતથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી ઇકો ગાડીને તારાપુર ચોકડીથી હજુ ઇન્દ્રનજ પાસેથી બુધવારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં પસાર થતા સમયે ભયાનક અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં સામેથી આવતો ટ્રક ઇકો ગાડી પર ફરી વળ્યો હતો અને જોતજોતામાં ગાડીમાં સવાર 9 જેટલા લોકોના પ્રાણ ઉડી ગયા હતા.

આ પણ વાંચો: Accident: દહેગામ એસટી ચોક પાસે ટ્રકે બાઇકને અડફેટે લેતા વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત

સ્થિતિનો તાગ મેળવીને ક્રેનની મદદ લેવાની ફરજ પડી

વહેલી સવારે બનેલી આ ઘટનાની જાણ તારાપુર પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આસપાસના રહીશો સાથે મળીને ગાડીમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ગાડી ટ્રકની નીચે ગરકાવ થઈ ગઈ હોવાથી સ્થિતિનો તાગ મેળવીને ક્રેનની મદદ લેવાની ફરજ પડી હતી. હાલ ક્રેન થકી ગાડીમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આણંદ જિલ્લા પોલીસ અધિકક્ષક સહિતના પોલીસ જ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મૃતદેહની પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તારાપુર પાસે ગોઝારા અકસ્માતમાં 10ના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: આણંદના તારાપુર ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે ગમખ્વાર અકસ્માત, 9ના મોત

Last Updated :Jun 16, 2021, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.