વ્યાજખોરોના આતંક મિટાવવા સજ્જ અમરેલી પોલીસ, લોક દરબારમાં મામલા સામે આવ્યાં

author img

By

Published : Jan 5, 2023, 8:21 PM IST

વ્યાજખોરોના આતંક મિટાવવા સજ્જ અમરેલી પોલીસ, લોક દરબારમાં મામલા સામે આવ્યાં

અમરેલી જિલ્લા પોલીસ (Amreli Police )ની નવી પહેલરુપે વ્યાજખોરોનો આતંકને (Money Launderers Terror ) ખાળવાનો પ્રયાસ થયો છે. અમરેલીમાં વ્યાજખોરોનું દૂષણ ખાળવા નાગરિકો માટે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ (Amreli SP Himkarsinh) દ્વારા લોક દરબાર (Lok Darbar) યોજાયો હતો. જેમાં કેટલાક મામલા સામે આવ્યાં છે.

સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે

અમરેલી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા વ્યાજખોરોના આતંક (Money Launderers Terror )ખાળવા માટેે કડક કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવનાર છે. જે અંતર્ગત અમરેલી જિલ્લા (Amreli Police )પોલીસ અધિક્ષક હિમકરસિંહ (Amreli SP Himkarsinh) ના માર્ગદર્શન હેઠળ આજરોજ સવારે 11 વાગ્યે જિલ્લા તાલીમ કેન્દ્ર,પોલીસ હેડ ક્વાર્ટર, અમરેલી ખાતે વ્યાજખોરોથી પીડિત નાગરિકો માટે લોક દરબાર (Lok Darbar) નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક લોક દરબાર યોજાયો

લોક દરબાર યોજાયો લોક દરબાર (Lok Darbar)માં વ્યાજખોરોના આતંક (Money Launderers Terror )થી પીડિત નાગરિકોએ પોતાની રજૂઆત લેખિત અરજીના રૂપે આપવામાં આવી હતી. આ વ્યાજખોરો વિરુદ્ધ યોજાયેલ લોક દરબાર અંગે વધુ માહિતી આપતા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઝૂંબેશ 5 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી ચાલશે. આજના લોક દરબાર (Lok Darbar)માં 5 અરજીઓ મળેલ છે જેની સત્યતા ચકાસી તરત એક્શન લેવામાં આવશે.

આ પણ વાંચો ઓલપાડ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા લોકદરબાર યોજાયો, હાર્દિક પટેલ રહ્યા ઉપસ્થિત

વ્યાજખોરોનો આતંકનો કેસ ઇંગોરાલામાં વ્યાજખોરોના આતંક (Money Launderers Terror ) ભોગવનાર મનોજભાઈ ભીખાભાઈ હીરપરા છે. મનોજભાઈએ 1 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને આજે તેના 7.40 લાખ રૂપિયા હજી વસૂલવા ધમકીઓ આપવામાં આવે છે. જોકે 1 લાખ રૂપિયા વ્યાજ સાથે ભરી આપ્યાનું ભોગ બનનાર જણાવી રહ્યા છે ત્યારે આવા વ્યાજખોરો ઉપર કડકમાં કડક પગલા લેવામાં આવશે અને પાસા સુધીની કાર્યવાહી કરવા માટે અમરેલી પોલીસ (Amreli Police ) દ્વારા તૈયારી બતાવવામાં આવી હતી.

મુદ્દલથી ત્રણ ચાર ગણા પૈસા વસૂલાતા હોવાના કિસ્સાઓ ત્યારે વ્યાજખોરોના આતંક (Money Launderers Terror )થી પીડિત એવા આર્થિક રીતે ભીંસાયેલા લોકો જ્યારે કોઈ કારણોસર વ્યાજે પૈસા લેવામાં આવે છે ત્યારે વ્યાજખોરો દ્વારા મજબૂરીનો ફાયદો ઉઠાવતા હોય છે. તેમજ વ્યાજખોરો દ્વારા મુદ્દલથી ત્રણ ચાર ગણા પૈસા વસૂલાતા હોવાના કિસ્સાઓ આજે લોક દરબાર (Lok Darbar) માં જોવા મળ્યાં હતાં. આમ જિલ્લા અધિકારી દ્વારા વ્યાજખોરોના આતંકથી પીડિત લોકોના પ્રશ્નો હલ કરવા બાહેંધરી આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.