ETV Bharat / state

Amreli News: રાજુલા પટવા દરિયામાં ચાર યુવાનો નાહવા જતાં ડુબ્યા, MLA હીરા સોલંકી બચાવ ટીમ સાથે જોડાયા

author img

By

Published : May 31, 2023, 10:51 PM IST

Updated : Jun 1, 2023, 3:10 PM IST

Amreli News:
Amreli News:

અમરેલી રાજુલા પટવા દરિયામાં ચાર યુવાનો નાહવા જતાં ડુબ્યા હતા. જેમાં સ્થાનિકોએ ત્રણનો બચાવ કર્યો હતો. જ્યારે એક યુવાનનું મોત થયું હતું. આ દરમિયાન રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ જાનના જોખમે દરિયામાં ઝંપલાવ્યું હતું.

MLA હીરા સોલંકી તરવૈયાની ટીમ સાથે બચાવ માટે કૂદ્યા

અમરેલી: રાજુલાના પટવા ગામમાં બપોરના સમયે દરિયામાં નાહવા પડેલા ચાર યુવક ડૂબવા લાગતાં સ્થાનિકોએ ત્રણને બચાવી લીધા હતા. જ્યારે એક યુવક લાપત્તા થતાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ચાર યુવાનો ડુબ્યા: આ દરમિયાન રાજુલાના ધારાસભ્ય ઘટના સ્થળે પહોંચ્યા હતા. હીરા સોલંકી અને તરવૈયા ટીમે યુવાનોને બચાવવા દરિયામાં ખાબકી ત્રણ યુવાનોનો બચાવ એક યુવાનની શોધખોળ કરી હતી. ધારાસભ્ય હીરા સોલંકી દરિયામાં કરંટ હોવા છતાં જીવના જોખમે દરિયામાં ખાબકયા હતા. ધારાસભ્ય દરિયામાં શોધખોળ કરવા જતા તેમની પાછળ કેટલાય યુવાનો પણ જોડાયા હતા.

ધારાસભ્ય બચાવ ટીમ સાથે જોડાયા: પટવા ગામના દરિયામાં દુર્ઘટના સર્જાઈ હોવાની જાણ થતાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી દરિયાકાંઠે પહોંચ્યા હતા. આસપાસના ગામના લોકો પણ દરિયાકિનારે ઊમટી પડ્યા હતા અને તરવૈયાઓ લાપત્તા થયેલા જીવન ગુજરિયાની શોધખોળ માટે દરિયામાં કૂદી પડ્યા હતા. આ સમયે ધારાસભ્ય હીરા સોલંકી પણ અન્ય તરવૈયાઓની સાથે દરિયામાં કૂદી પડ્યા હતા. જોકે કમનસીબે બે કલાકની શોધખોળ બાદ લાપતા થયેલા યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

ત્રણને બચાવી લેવાયા: રાજુલાના પટવા ગામ પાસે આવેલા દરિયાકિનારે આજે જીવન ગુજરિયા, કલ્પેશ શિયાળ, વિજય ગુજરિયા અને નિકુલ ગુજરિયા નામના યુવકો નાહવા માટે પડ્યા હતા. દરિયામાં કરંટ હોવાને કારણે ચારેય યુવકો ડૂબવા લાગતાં બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિકોએ દરિયામાં કૂદી જઈ ત્રણને બચાવી લીધા હતા, જ્યારે જીવન ગુજરિયા દરિયાના પાણીમાં ગરકાવ થયો બે કલાક સુધી શોધખોળ કરાયા બાદ કમનસીબે જીવન ગુજરિયાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. ત્યારે હીરા સોલંકીએ દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.

  1. ફોટોશૂટ કરવા નીકળેલા 3 બાળકો નર્મદા નદીમાં તણાયા, 2ની શોધખોળ શરૂ, એકનો આબાદ બચાવ
  2. તાપી નદીમાં ન્હાવા પડેલા બે પિતરાઈ ભાઈઓ તણાયા, એકનો મૃતદેહ મળ્યો
  3. દાહોદ અનાસ નદીમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા છ લોકો તણાયા
Last Updated :Jun 1, 2023, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.