ETV Bharat / state

સાયકલોનિક સિસ્ટમ પસાર થઈ જતા આગામી પાંચ દિવસોમાં શિયાળો જામશે

author img

By

Published : Dec 14, 2019, 6:34 PM IST

Updated : Dec 14, 2019, 7:29 PM IST

amdavad
ઠંડી

અમદાવાદ: ડિસેમ્બર મહિનો લગભગ અડધો પુરો થઈ ગયો છે, પરતું હજી પણ જોઈએ તેવી શિયાળીના ઠંડી જોવા મળી નથી. વળી અરબી સાગરમાં સર્જાયેલા સાયકલોનિક સિસ્ટમને લીધે રાજ્યના કેટલાક સ્થળો પર માવઠું પડયું હતું. જો કે, હવે સિસ્ટમ આગળ ધપી હોવાથી અગામી પાંચ દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે. તેમજ શિયાળો જામશે એવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે, ઉતર-પૂર્વી હવાના મારાને લીધે રાજ્યમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. ગયા સપ્તાહ દરમિયાન સાયકલોનિક સર્કયુલેશનને લીધે કચ્છ, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠા સાથે કરા પડયા હતા. જેને લીધે શિયાળાની સિસ્ટમને અસર થઈ હતી.

સાયકલોનિક સિસ્ટમ પસાર થઈ જતાં અગામી પાંચ દિવસોમાં શિયાળો જામશે
રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 13 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયું રહ્યું છે. જ્યારે ઉતર ગુજરાતના ડીસામાં સૌથી વધુ 11.6 જ્યારે ભુજમાં તાપમાન 13.4 સુધી નોંધાયું હતું. રાજ્યમાં દિવસ દરમ્યાન સરેંરાશ તાપમાન 21 થી 23 ડિગ્રી વચ્ચે નોંધાયું છે.
Ahmedabad
સાયકલોનિક સિસ્ટમ પસાર થઈ જતાં અગામી પાંચ દિવસોમાં શિયાળો જામશે

રાજ્યના વિવિધ સ્થળોનું લઘુતમ તાપમાન -

  • અમદાવાદ - 13.3 ડિગ્રી
  • વડોદરા - 14.1 ડિગ્રી
  • ભાવનગર - 16.1 ડિગ્રી
  • ભુજ - 13.4 ડિગ્રી
  • ડીસા - 11.6 ડિગ્રી
  • રાજકોટ - 14.3 ડિગ્રી

સાયકલોનિક સિસ્ટમ આગળ ધપી હોવાથી રાજસ્થાન, હરિયાણા, દિલ્હીમાં વરસાદની સંભાવના છે. જ્યારે ગુજરાતની સરહદ સાથે સંકળાયેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં વરસાદ થશે. ગુજરાતમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન અને હાલાકીનો સામનો કરવો પડયો છે.

Intro:ડિસેમ્બર મહિનો લગભગ અડધું પુરુ થઈ ગયું છે પરતું હજી પણ જોઈએ  તેવી શિયાળીના ઠંડી જોવા મળી નથી, વળી અરબી સાગરમાં સર્જાયેલા સાયકલોનિક સિસ્ટમને લીધે રાજ્યના કેટલાક સ્થળો પર માવઠો પડયો હતો, જોકે હવે સિસ્ટમ આગળ ધપી હોવાથી અગામી પાંચ દિવસોમાં ઠંડીના પ્રમાણમાં વધારો થશે અને શિયાળો જામશે એવી હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. Body:અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર જંયત સરકારે જણાવ્યું હતું કે ઉતર - પૂર્વી હવાના મારાને લીધે રાજ્યમાં ત્રણ થી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા અને ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધારે રહેશે. પાછલા સપ્તાહ દરમ્યાન સાયકલોનિક સર્કયુલેશનને લીધે કચ્છ, ઉતર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠા સાથે કરા પડયા હતા. જેને લીધે શિયાળાની સિસ્ટમને અસર થઈ હતી.

રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાન 13 થી 14 ડિગ્રી વચ્ચે નોંધાયું રહ્યું છે જ્યારે ઉતર ગુજરાતના ડિસામાં સૌથી વધું 11.6 જ્યારે ભુજમાં તાપમાન 13.4 સુધી નોંધાયું હતું. રાજ્યમાં દિવસ દરમ્યાન સરેંરાશ તાપમાન 21 થી 23 ડિગ્રી વચ્ચે નોંધાયું છે. 

રાજ્યના વિવિધ સ્થળોનું લઘુતમ તાપમાન - 
 અમદાવાદ - 13.3 , વડોદરા -  14.1, ભાવનગર - 16.1 , ભુજ - 13.4,  ડીસા - 11.6, રાજકોટ - 14.3 Conclusion:સાયકલોનિક સિસ્ટમ આગળ ધપી હોવાથી રાજસ્થાન, હરિયાણા, દિલ્હીમાં વરસાદની સંભાવના છે જ્યારે ગુજરાતની સરહદ સાથે સંકળાયેલા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક જીલ્લાઓમાં વરસાદ થશે. ગુજરાતમાં થયેલા માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન અને હાલાકીનો સામનો કરવો પડયો છે. 

બાઈટ - જંયત સરકાર, ડિરેક્ટર, મૌસમ વિભાગ, અમદાવાદ
Last Updated :Dec 14, 2019, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.