ETV Bharat / state

Weather In Gujarat : ગુજરાતમાં રુમઝુમ નવરાત્રી દરમિયાન રીમઝીમ વરસાદ પડવાની સંભાવના : હવામન વિભાગ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 6:57 AM IST

Etv Bharat
Etv Bharat

રાજ્ય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાંથી ચોમાસાની વિદાય અંગે જાહેરાત કરી દેવામાં આવી હતી. ચોમાસાની વિદાય બાદ રાજ્યમાં મિશ્ર ઋતુનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે નવરાત્રી દરમિયાન ફરી વરસાદ અંગે હવામાન વિભાગે જાહેરાત કરી છે. જે અનુસાર ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે.

અમદાવાદ : રાજ્યમાં વરસાદની વિદાય અંગે હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. ત્યારે હવે ખેડૂતોએ રાહતનો શ્વાસ લિધો હતો. સારા પાક માટે શિયાળાના આગમનની રાહ જોવામાં આવી રહી હતી. જોકે હાલ રાજ્યમાં કેટલાક ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોએ આ તમામ વચ્ચે શિયાળા અને વરસાદ અંગે વધુ એક આગાહી કરી છે. નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

નવરાત્રીમાં ગરબે રમશે વરસાદ : ગુજરાત હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હવે નવરાત્રિના અમુક દિવસો દરમિયાન વરસાદની પડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. હાલ વાતાવરણ સૂકું હોવાને કારણે આગામી 7 દિવસમાં વરસાદની કોઈ સંભાવના જોવા મળતી નથી. પરંતુ હાલ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે, જેમાં દિવસ દરમિયાન ગરમીનું ટેમ્પરેચર વધવાની કોઈ શક્યતા જોવા મળી નથી. અત્યારે વરસાદની વિદાય બાદ ગરમીનો પારો ઉંચકાયો છે. ત્યારે હાલના વાતાવરણ પ્રમાણે ગરમીનો પારો 34 થી 36 ડિગ્રી સુધી રહેવાની શક્યતા જોવા મળી રહી છે.

શું નવરાત્રી બગાડશે વરસાદ ? હવામાન વિભાગના મત મુજબ નવરાત્રિમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના જોવા મળી રહી છે. જો વરસાદી સિસ્ટમ સક્રિય બનશે તો નવરાત્રિમાં વરસાદની સંભાવના રહેશે. ત્યારે હવે કોઈ સિસ્ટમ સક્રિય થશે અને વરસાદ રહેશે તો નવરાત્રી બગડે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, નવરાત્રીમાં ત્રીજા અને ચોથા દિવસે ગુજરાતમાં વરસાદ આવશે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં વરસાદ રહેશે. આ પછી પણ રાજ્યમાં વધુ ઠંડીનું પ્રમાણ જોવા મળી શકે છે.

વરસાદી સિસ્ટમ અંગે આગાહી : હવામાન વિભાગમાંથી મળતી માહિતી અનુસાર ઓક્ટોબરના મધ્યથી લઈ અંત સુધીમાં ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી શકે છે. જોકે અત્યારે તો ગુજરાતમાં બેવડી ઋતુનો સમન્વય જોવા મળી રહ્યો છે. તો હવે ગુજરાતમાં નવરાત્રીના દિવસોમાં ફરી એકવાર વરસાદ જોવા મળે તેવા સંજોગો ઉભા થયા છે. ત્યારે હવામાન વિભાગે આગામી સમયને ધ્યાને લઈ આગાહી કરી છે કે, ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને જો તેમને થશે તો નવરાત્રિમાં ફરી એક વાર વરસાદી માહોલ જોવા મળશે.

  1. Weather In Gujarat : કોલ્ડવેવની અસર તળે રાજ્ય ઠુંઠવાયું, જાણો આજનું લઘુતમ તાપમાન
  2. Gujarat Monsoon News : આગામી બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડશે : હવામાન વિભાગ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.