ETV Bharat / state

Vegetables Pulses Price ગૃહિણીઓની બચત પર અસર, જૂઓ શાકભાજી કઠોળના ભાવ

author img

By

Published : Nov 19, 2022, 8:59 AM IST

Vegetables Pulses Price ગૃહિણીઓની બચત પર અસર, જૂઓ શાકભાજી કઠોળના ભાવ
Vegetables Pulses Price ગૃહિણીઓની બચત પર અસર, જૂઓ શાકભાજી કઠોળના ભાવ

ગુજરાતમાં શાકભાજી અને કઠોળના ભાવમાં સતત વધારો (Vegetables Pulses Price in Gujarat) થયો છે. જ્યારે રોજિંદા ઉપયોગમાં લેવાતા શાકભાજીના ભાવોના ભાવ કેટલા વધ્યા અને કેટલા ઘટ્યા તેની પર એક નજર કરીએ. (Vegetable Pulses Price on 19 november)

અમદાવાદ : રાજ્યમાં એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવ લોકોને દઝાડી રહી છે. તેવામાં અધૂરામાં પૂરું શાકભાજી અને કઠોળના ભાવ પણ દિવસેને દિવસે આસમાને પહોંચી (Vegetables Pulses Price in Gujarat) રહ્યા છે. ત્યારે સામાન્ય વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે. તો આવો એક નજર કરીએ શાકભાજી અને કઠોળના ભાવ (Vegetable Pulses Price Today) પર. એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. તેની અસર શાકભાજી અને કઠોળની કિંમત પર પડી છે અને સામાન્ય વર્ગના લોકોને ભોગવવાનો વારો (Vegetable Pulses Price on 19 november) આવ્યો છે.

શાકભાજીના ભાવ (vegetables Prices in Gujarat)

શાકભાજીભાવ
મરચા160-340
લીંબુ 150-720
બટેટા 170-351
ટમેટા 100-400
ભીંડો 260-550
રીંગણા 100-300
કોબીજ 120-280
ફલાવર 150-400
દુધી 60-160
મેથી 100-300
વટાણા 900-1250

શાકભાજી સાથે કઠોળની સ્થિતી રાજ્યમાં શાકાભાજી સાથે કઠોળના ભાવમાં ધીરે ધીરે વધારો જતો જોવા મળે છે. સ્વાભવિક છે કે શિયાળાની શરુઆતમાં મેથી, કોથમરી સહિતના શાકભાજીના ભાવમાં વધારો થતાં હોય છે. તો બીજી તરફ ખેડુતો પણ શિયાળામાં કેટલાક કઠોળનું વાવતેર કરતા જોવા મળતા હોય છે. ત્યારે આ વર્ષ મગફળીના ભાવ સારા મળતા ખેડૂત આલમમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળ્યા હતો.

કઠોળના ભાવ (Pulses Prices in Gujarat)

કઠોળભાવ
ઘઉં ટુકડા496-570
બાજરી 290-395
તૂવેર 1080-1300
અડદ 1167-1540
મગ 1260-1495
વાલ દેશી1850-2221
એરંડા 1250-1432
અજમો 1625-1432
જીરૂ 3740-4554

બજેટ પ્રમાણે રસોડું કેમ ચલાવવું વર્તમાન સમયમાં મોંઘવારી બુલેટ ટ્રેનની ગતિએ આગળ વધી રહી છે. ત્યારે લોકોની આવક ગોકળગાયની ગતિએ વધી રહ્યો છે. તેવામાં સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો મોંઘવારીનો કઈ રીતે સામનો કરે તે એક ચિંતાનો વિષય બની ગયો છે. ઉદાહરણ તરીકે એક સમયે જે શાકભાજીનો ભાવ 20 રૂપિયા પ્રતિકિલો હતો. ત્યારે હવે તે જ શાકભાજીના ભાવ 250 ગ્રામ માટે 20 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. આ સાથે જ સામાન્ય વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગૃહિણીઓની બચત પર પણ મોંઘવારીએ તરાપ મારી છે. Vegetables Today Market Price, Vegetables Pulses Price, Vegetable Pulses Price Today, Vegetable Market

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.