ETV Bharat / state

Development Works: કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કર્યું વર્ચ્યૂઅલ લોકાર્પણ, કહ્યું મારી વર્ષો જૂની માગ પૂર્ણ થઈ

author img

By

Published : Mar 10, 2023, 4:33 PM IST

કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આજે અમદાવાદમાં 154 કરોડ રૂપિયાના વિકાસકામોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું. આ કામો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા તૈયાર કરાયા છે.

Development Works: કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કર્યું વર્ચ્યૂઅલ લોકાર્પણ, કહ્યું મારી વર્ષો જૂની માગ પૂર્ણ થઈ
Development Works: કેન્દ્રિય ગૃહપ્રધાને અમદાવાદમાં કરોડોના વિકાસકાર્યોનું કર્યું વર્ચ્યૂઅલ લોકાર્પણ, કહ્યું મારી વર્ષો જૂની માગ પૂર્ણ થઈ

મુખ્યપ્રધાન રહ્યા ઉપસ્થિત

અમદાવાદઃ શહેરને ટ્રાફિકમુક્ત બનાવવા અને તમામ ચાર રસ્તાઓને સિગ્નલ મુક્ત બનાવવા ઑવરબ્રિજ તેમ જ અંડરબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રિંગરોડ પર સનાથલ સર્કલ પર તૈયાર કરવામાં આવેલો સૌથી મોટો બ્રિજ આજે જાહેર જનતા માટે ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આ બ્રિજ સહિત 154 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સાંસદ કિરીટ સોલંકી, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય કનુ પટેલ, મેયર કિરીટ પરમાર સહિત કૉર્પોરેશનના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.

મદાવાદમાં 154 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ
મદાવાદમાં 154 કરોડ રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ

આ પણ વાંચોઃ Ahmedabad Ring Road Bridge : 96 કરોડના ખર્ચે બનીને તૈયાર બ્રિજ, ગૃહપ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે

ગુજરાત વિકાસનું રોલ મોડલઃ આ પ્રસંગં સંબોધન કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનના કારણે ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. હવે ભારત વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, ગ્રામીણ ક્ષેત્રે પણ વધુમાં વધુ વિકાસ કરવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાને પણ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનો લક્ષ્યાંક મુક્યો છે, જેના અનુસંધાનમાં ગુજરાત સરકારે પણ 5 વર્ષમાં 5 લાખ કરોડ રૂપિયાના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે બજેટમાં જોગવાઈ કરી છે, જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે.

કૉર્પોરેશન અને AUDAના વિકાસકાર્યો
કૉર્પોરેશન અને AUDAના વિકાસકાર્યો

50 હજારથી વધુ બાળકો ખાનગીમાંથી સરકારી શાળામાં આવ્યાઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર આજે 28 સ્માર્ટ શાળાનો તૈયાર કરવામાં આવે છે. આમાં આજે 5 નવી સ્માર્ટ શાળાનું પણ લોકાર્પણ થઈ રહ્યું છે. જિલ્લા 5 વર્ષમાં 50,288 બાળકો ખાનગી શાળાઓ છોડીને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની શાળાઓમાં આવ્યા છે.

મારી માગ પૂર્ણ થઈઃ અમિત શાહઃ આ પ્રસંગે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, આજે મારી સૌથી જૂની માગ હતી તે પૂર્ણ થઈ છે. સરદાર પટેલ રિંગ રોડ પર તૈયાર કરવામાં આવેલા સનાથલ ચાર રસ્તા પર ઑવરબ્રિજ શહેરની જનતા માટે ખૂલ્લો મુકવામાં આવ્યો છે. એટલે સાણંદની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગનો વિકાસ થયો છે. આના કારણે હવે સૌરાષ્ટ્ર અને વડોદરા તરફ જતા લોકોને હવે ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. હું જ્યારે ધારાસભ્ય હતો ત્યારથી આ બ્રિજની માગ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે વધુ લોકોને પોતાના ઘરનું ઘર મળવા જઈ રહ્યું છે.

વિકાસકાર્યોનું લોકાર્પણ
વિકાસકાર્યોનું લોકાર્પણ

અનેક સ્માર્ટ શાળા બનીઃ કેન્દ્રિય ગૃહપ્રધાને ઉંમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી શિક્ષણ નીતિ અમલમાં લાવ્યા ત્યારે અનુપમ સ્માર્ટ શાળાનો કોન્સેપ્ટ પણ લાવવામાં આવ્યો હતો. સ્માર્ટ શાળા બનતા ગરીબ બાળકોમાં શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની 469 શાળામાં 1,70,000 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. અહીં છેલ્લા 5 વર્ષમાં અમદાવાદ કૉર્પોરેશન દ્વારા અનેક શાળાઓને સ્માર્ટ બનાવવામાં આવી છે. ત્યારે આજે મને આનંદ થાય છે કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં 96 શાળાઓમાંથી 28 સ્માર્ટ શાળાઓ થઈ ગઈ છે.

સૌથી મોટો બ્રિજ ખૂલ્લોઃ ઔડા દ્વારા સનાથલ ચાર રસ્તા પર 96 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે. ત્યારે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે આ બ્રિજનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કર્યું હતું. ઉપરાંત સોલા ગામ, ચાંદખેડા, સાબરમતી, શેલા, થલતેજ, સરખેજ ખાતે અંદાજિત 7.38 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી અનુપમ સ્માર્ટ શાળા, જ્યારે 62 લાખના ખર્ચે નવા વાડજ ખાતે સિનિયર સિટીઝન પાર્ક, ડિ કેબીન સિનિયર સિટીઝન પાર્ક, 4.39 કરોડ રૂપિયાના ખર્ચે GST ખાતે લેવલ ક્રોસિંગ નંબર 4, 40 લાખના ખર્ચે નવી 5 આંગણવાડી જાહેર જનતાને વિકાસના કામોની ભેટ આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Surat news: સુરતમાં પોલીસ પરિવાર બનાવવામાં આવેલા ફ્લેટ્સનું લોકાર્પણ

નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનઃ ઔડા દ્વારા શેલા ગામ ખાતે 5.68 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, નેટર્વક સ્ટેશનનું લોકાર્પણ અને બાવળા નગરપાલિકા દ્વારા 38.58 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ 468 પ્રધાનમંત્રી આવાસોનું પણ ડ્રો કરવામાં આવ્યું હતું. આમ, કુલ મળીને 154 કરોડના વિકાસકામોનું લોકાર્પણ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિ તેમ જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.