ETV Bharat / state

રાજ્ય સરકારે એમેઝોન સાથે એમ.ઓ.યુ કર્યા, ગુજરાતી કંપનીઓ 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે

author img

By

Published : Sep 7, 2021, 1:16 PM IST

રાજ્ય સરકારે એમેઝોન સાથે એમ.ઓ.યુ કર્યા, ગુજરાતી કંપનીઓ 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે
રાજ્ય સરકારે એમેઝોન સાથે એમ.ઓ.યુ કર્યા, ગુજરાતી કંપનીઓ 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે

રાજ્ય સરકારે રાજ્યના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે અને દેશ-વિદેશમાં પણ ગુજરાતની એમ.એસ.એમ.ઈ કંપનીઓના પ્રોડક્ટને સર્વિસ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં આજે વિશ્વની પ્રસિદ્ધ કોમર્સ કંપની એમેઝોન સાથે એમઓયુ કર્યા હતા. હવે ગુજરાતી કંપનીઓ 200 થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે.

  • CM વિજય રૂપાણીએ કર્યા એમ.ઓ.યુ.
  • એમેઝોન અને ગુજરાત સરકાર વચ્ચે થયા એમ.ઓ.યુ.
  • રાજ્યની 200 થી વધુ MSME કંપનીઓ 200 દેશમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરશે

ગાંધીનગર : રાજ્ય સરકારે રાજ્યના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળે અને દેશ-વિદેશમાં પણ ગુજરાતની એમ.એસ.એમ.ઈ કંપનીઓના પ્રોડક્ટને સર્વિસ પ્રાપ્ત થાય તેને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં આજે વિશ્વની પ્રસિદ્ધ કોમર્સ કંપની એમેઝોન સાથે એમઓયુ કર્યા હતા, આ એમ.ઓ.યુ. કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગે વિશ્વખ્યાત ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે એમ.ઓ.યુ. કર્યા.

B2C માટે મહત્વની ડિલ

અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના MSME ક્લસ્ટર્સમાં એમેઝોન ટ્રેનિંગ-વર્કશોપ વેબિનારના આયોજનથી MSME ઉદ્યોગોને B2C ઇ-કોમર્સ માટે સહાયરૂપ બનશે, ગુજરાતના એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો એમેઝોનના ઇ-કોમર્સ પ્લેટફોર્મથી 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકશે- MSME ઉદ્યોગોને ઘરઆંગણેથી મળશે વિશ્વ વેપાર-કારોબારની તક મળશે. રાજ્યના MSME ઉદ્યોગો માટે એમેઝોનના 17 જેટલા ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસ, બિઝનેસ ટુ કસ્ટમર્સ B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ - ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે.

આ પણ વાંચો: પાટણની HNGU અને ઈન્દોરની SAGE યુનિવર્સિટી વચ્ચે MOU

200 થી વધુ દેશમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ શકે

રાજ્યના એમ.એસ.એમ.ઈ વિશ્વના 200થી વધુ દેશોમાં પોતાની પ્રોડક્ટ એક્સપોર્ટ કરી શકે તે હેતુથી રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ અને એમેઝોન ઈન્ડિયા વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડર્સ્ટેન્ડીંગ MOU થયા છે. આ એમ.ઓ.યુ.માં CM વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના MSME કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાએ આ એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કર્યા હતા.

મેડ ઇન ગુજરાત, મેડ ઇન ગુજરાત

આ એમ.ઓ.યુ. અંતર્ગત એમેઝોન ઈન્ડિયા દ્વારા ઇ-કોમર્સ એક્સપોર્ટ માટેની ક્ષમતા વર્ધન કેપેસિટી બિલ્ડિંગ સવલતોનું નિર્માણ થતા રાજ્યના લાખો એમ.એસ.એમ.ઈ ઉદ્યોગોની ‘મેડ ઈન ઇન્ડિયા’- ‘મેડ ઇન ગુજરાત’ પ્રોડક્ટ્સ આંતરરાષ્ટ્રીય બજારો અને ઉપભોક્તા વર્ગ સુધી સરળતાથી પહોંચતી થશે અને વોકલ ફોર લોકલની નેમ સાકાર થશે, એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ તેમજ હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમ એસ એમ ઇને વિશ્વના દેશોના ગ્રાહકો સુધી પહોંચાડવામાં મદદરૂપ થશે.

ગુજરાત એક્સપોર્ટમાં અગ્રેસ

2020-21 ના વર્ષમાં ગુજરાત દેશની કુલ નિકાસમાં 21 ટકા યોગદાન સાથે એક્સપોર્ટ ક્ષેત્રે દેશનું અગ્રિમ રાજ્ય બન્યું છે, હવે આ એમ.ઓ.યુ. ની દરમિયાન ઉદ્યોગ વિભાગના સહયોગથી એમેઝોન રાજ્યમાં MSME ક્લસ્ટર્સ ધરાવતા મુખ્ય શહેરો અમદાવાદ, વડોદરા, સુરત, ભરુચ અને રાજકોટ સહિતના શહેરોમાં B2C ઇ-કોમર્સ એક્સપોર્ટ અંગે ટ્રેનિંગ સેશન અને વેબિનાર તથા વર્કશોપના આયોજન કરી MSME એકમોને પોતાની પ્રોડક્ટ વિશ્વ બજારમાં પહોચડવામાં સહાયરૂપ બનશે.

ક્યાં પહોંચશે ગુજરાતની પ્રોડક્ટ

યુ.એસ., કેનેડા, બ્રાઝિલ, ફ્રાંસ, જર્મની, યુ.કે., ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપોર, ટર્કી અને યુ.એ.ઇ. જેવા 17 દેશોમાં કાર્યરત એમેઝોનના ડીજીટલ માર્કેટ પ્લેસ ગુજરાતના MSME એકમો માટે બિઝનેસ ટુ કસ્ટમર્સ (B2C) ઇ-કોમર્સ એક્સપોર્ટની એટલે કે, નિકાસ દ્વારા ગ્રાહકો સાથે જ સીધા વેચાણની નવી તકો ઉભી કરશે. આ હેતુસર આગામી દિવાળી પૂર્વે રાજ્યના 4 રીજીયનમાં એમ એસ એમ ઇ માટે એમેઝોન તાલીમ કાર્યક્રમો શરૂ કરે તેવું સૂચન સીએમ રૂપાણીએ આપ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.