ETV Bharat / state

હરેન પંડયા હત્યા કેસમાં પેરોલ જંપ આરોપી જુહાપુરાથી ઝડપાયો

author img

By

Published : Feb 17, 2021, 8:38 AM IST

વર્ષ 2003 દરમિયાન રાજ્યના ગૃહપ્રધાન હરેન પંડયાની ગોળી મારીને હત્યા થઇ હતી. આ કાવતરામાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા કાપતો કલીમ અહેમદ કરીમીની 70 દિવસની પેરોલ કોર્ટે શરતોને આધીન મંજૂર કરી હતી. પેરોલ મંજૂર કરાયા બાદ તેનો સમયગાળો પૂર્ણ થયા બાદ આરોપી લીસ સમક્ષ હાજર થયો ન હતો અને ફરાર હતો. જેથી શહેર પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાની કામગીરી ચાલુ કરાઈ હતી. ગુજરાત ATSના અધિકારીઓ જુહાપુરા વિસ્તારમાં વોચ ગોઠવીને ઉભા હતા તેજ સમયે કલીમ અહેમદ ત્યાં આવતા અધિકારીઓએ તેને દબોચી લઈને એટીએસના હેડ કવોટર્સ ખાતે લઇ ગયા હતા. જ્યાં તેની સામે પેરોલના નિયમોને ભંગ કરીને ફરાર થવાના ગુનામાં પુછપરછ હાથ ધરી હતી.

કલીમ અહેમદ મોહમ્મદ હબીબ
કલીમ અહેમદ મોહમ્મદ હબીબ

  • 2003માં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાનું મર્ડર થયું હતું
  • 2002ના રમખાણોનો બદલો લેવા કરવામાં આવ્યું હતું મર્ડર
  • પેરોલ પુરી થયા બાદ પણ આરોપી થયો હતો નહિ હાજર

અમદાવાદ : 2003માં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયા મોર્નિંગવોક માટે પોતાના ઘરેથી નિકળ્યા હતા. તે દરમિયાન બે હત્યારાઓએ પાંચ ગોળીઓ મારીને તેમની હત્યા કરી નાખી હતી. તે કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને તપાસ સોંપાઈ હતી. હરેન પંડયા હત્યાં કેસમાં CBIની તપાસમા આરોપી તરીકે કલીમ અહેમદ મોહમ્મદ હબીબ કરીમી પણ આરોપી તરીકે સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આરોપી ક્લીમ અહેમદ કરીમીને ઝડપી પાડી જેલને હવાલે કરાયો હતો.

કલીમ અહેમદ મોહમ્મદ હબીબની ઝરપકડ
કલીમ અહેમદ મોહમ્મદ હબીબની ઝરપકડ

જેલમાં હાજર થવાનું હોવા છતાં તે હાજર થયો ન હતો

આરોપી ક્લીમ સામે CBIએ IPC કલમ 302, 120(બી) પોટા એક્ટ કલમ 3(1), 3(3) મુજબના ગુના દાખલ કર્યા હતા. જેથી ગુનાના કામે આરોપી અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. આ દરમિયાન આરોપી ક્લીમ અહેમદ કરીમીને તારીખ 8/4/20ના રોજ 70 દિવસના પેરોલ રજા ઉપર મુક્ત કરાયો હતો. આરોપીની મુદ્દત સમય 18/6/2020ના રોજ પૂર્ણ થતા જેલમાં હાજર થવાનું હોવા છતાં તે હાજર થયો ન હતો અને પેરોલ જંપ કર્યો હતો.

ગુજરાત ATS પણ ગુપ્ત રાહે તપાસ કરી રહી હતી
હરેન પંડયાના મર્ડર કેસના આરોપીને ઝડપી પાડવા વિવિધ એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ ગૃહપ્રધાનની હત્યામાં સજા ભોગવી રહેલા આરોપી ક્લીમ અહેમદને ઝડપી પાડવા ગુજરાત ATS પણ ગુપ્ત રાહે તપાસ કરી રહી હતી. તે દરમિયાન ATSના પોલીસ ઇન્સ્પેક્ટર સી.આર. જાદવ કે જેમને હાલમાં જ કેન્દ્ર સરકાર દ્બારા ઉચ્ચ પ્રકારના કૌશિલ્ય અને પ્રશંસનીય સેવા બદલ મેડલ આપી સન્માનિત કરાયા હતા.

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવશે

પોલીસ ઇન્સ્પેક્ટર જી.એસ. દીક્ષિત, પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એમ ભુવા સહિતના અધિકારીઓને બાતમી મળી હતી કે, હત્યા કેસનો આરોપી ક્લીમ અહેમદ કરીમી પેરોલ જંપ કરી છેલ્લા આઠ મહિનાથી ફરાર છે. જે આજે અમદાવાદનાં જુહાપુરા ખાતે આવવાનો છે. જેથી ATSના ઉપર જણાવેલ તમામ અધિકારીઓએ બાતમી મળેલ જગ્યાએ વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. હાલ આરોપી ક્લીમ અહેમદનો કોરોના ટેસ્ટ કર્યા બાદ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.