ETV Bharat / state

કરફ્યુના કારણે રેસ્ટોરન્ટ માલિકોને હાલાકી ઉભી થઇ

author img

By

Published : May 4, 2021, 1:12 PM IST

કરફ્યુના કારણે રેસ્ટોરન્ટ માલિકોને હાલાકી
કરફ્યુના કારણે રેસ્ટોરન્ટ માલિકોને હાલાકી

કોરોનાના વધતા જતા કેસની વચ્ચે તંત્ર દ્વારા રાજ્યમાં 29 જેટલા શહેરોમાં દિવસે બંધન અને રાત્રિ કરફ્યુનો માહોલ કરી દીધો છે. તેના કારણે હવે કોરોનાના કેસ ઘટતા પણ દેખાયા છે. પરંતુ આ દિવસે બંધ રાખવાનો નિર્ણય છે. તેનાથી કેટલાક ધંધાર્થીઓને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે રીતે વાત કરીએ રેસ્ટોરન્ટ બિઝનેસમાં પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

  • કોરોનાની હાલની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક
  • રેસ્ટોરન્ટના ડાઇનિંગ બંધ કરાવી ફક્ત takeaway ઓપ્શન ચાલુ
  • સરકાર કશુંક વિચારે તેવી પણ રેસ્ટોરન્ટ માલિકોને અપેક્ષા

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાની હાલની પરિસ્થિતિ ખૂબ જ ભયાનક છે. ત્યારે તંત્ર દ્વારા જે રીતે રેસ્ટોરન્ટના ડાઇનિંગ બંધ કરાવી ફક્ત ટેકઅવે ઓપ્શન ચાલુ રાખવામાં આવ્યો છે. ત્યારે બહારથી આવતા નાગરિકો છે તેમને પણ ભોજન માટેની પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે. સાથે જ રેસ્ટોરન્ટમાં ગ્રાહકો આવતા તેમાં પણ ઘટાડો અને બંધ થઈ જતા મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

કરફ્યુના કારણે રેસ્ટોરન્ટ માલિકોને હાલાકી

આ પણ વાંચો : સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન બાદ સોમવારે દુકાનો ખુલતા તંત્ર દ્વારા બંધ કરાવાઈ, વેપારીઓમાં રોષ

guideline સાથે પરવાનગી આપવામાં આવે તેવી રેસ્ટોરન્ટના માલિકોની અપેક્ષા

તંત્રનો નિર્ણય કરંટ માલિકો આવકાર્ય છે. પરંતુ તેમ છતાં કેટલીક ગાઈડલાઈન સાથે રેસ્ટોરન્ટના માલિકોએ પરવાનગી આપવામાં આવે તેવી પણ માલિકો અપેક્ષા રાખી રહ્યા છે. એ મહત્વનું છે કે, છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસ પિક પર છે. પરંતુ જે રીતે બહારથી દર્દીઓની સાથે આવતા તેમના સગાને ભોજન માટેની સુવિધા કરવી પડતી હોય છે. ત્યારે તંત્ર કશુંક વિચારે તેવી પણ રેસ્ટોરન્ટ માલિકોને અપેક્ષા છે.
આ પણ વાંચો : પાલનપુરમાં 2 મે સુધી સ્વૈચ્છિક લૉકડાઉન

કેટલાક અંશે રાહત મળે તેવી આશા રેસ્ટોરન્ટના માલિકો સરકાર પાસે કરી રહ્યા
ગત વર્ષે લોકડાઉન દરમિયાન જે રીતે નુકસાની ભોગવવી પડી હતી. તેની હજૂ પણ ભરપાઈ કરી ચૂક્યા નથી. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે કોરોનાના કેસ એકદમ પિક પર છે. ત્યારે તંત્રનો નિર્ણય આવકારી રેસ્ટોરન્ટના માલિકો બંધ પાળી રહ્યા છે અને તંત્રના નિર્ણયને આવકાર્યો છે. પરંતુ તેમને પણ કેટલાક અંશે રાહત મળે તેવી પણ આશા સરકાર પાસેથી રેસ્ટોરન્ટના માલિકો કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.