ETV Bharat / state

સ્પેશિયલ CBI કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી દંપતીને ફટકારી આકરી સજા

author img

By

Published : Mar 4, 2022, 9:31 AM IST

અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી દંપતીને સ્પેશિયલ CBI કોર્ટે આકરી સજા ફટકારી
અપ્રમાણસર મિલકતના કેસમાં આરોપી દંપતીને સ્પેશિયલ CBI કોર્ટે આકરી સજા ફટકારી

ડેવલપમેન્ટ ઓફિસર જગદીશ ચંદ્ર રાઉત અને તેની પત્ની અપ્રમાણસર મિલકત (Disproportionate Property Case) રાખવાના કેસમાં દોષિત સાબિત થયા છે. તેમાં આવક કરતાં 255 થી વધુ મિલકતો સામે આવી હતી.

અમદાવાદ : યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની તત્કાલીન ડેવલપમેન્ટ ઓફિસર જગદીશ ચંદ્ર રાઉત અને તેની પત્ની હીના રાઉત અપ્રમાણસર મિલકત (Disproportionate Property Case) રાખવાના કેસમાં દોષિત સાબિત થયા છે. તેને લઈને CBI સ્પેશિયલ કોર્ટે જજ સી.કે ચૌહાણે જગદીશચંદ્ર રાઉતને 5 વર્ષની સખત કેદ અને હીના રાઉતને બે વર્ષની સાદી કેદની સજા કરી છે.

255 વધુ મિલકત

આ સાથે જ આવક કરતાં 255થી વધુ મિકલત હોવા બદલ આરોપીઓ સામે 2004માં FIR નોંધાઈ હતી. અને કોર્ટે આ બધી મિલકત લેવા માટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચો : કોર્ટે આઝાદ ચોક મહિલા મર્ડર કેસના આરોપીને જન્મટીપની સજા ફટકારી

શું છે સમગ્ર મામલો?

વલસાડ જિલ્લાના ઉમરગામમાં રહેતા યુનાઈટેડ ઈન્ડિયામાં ડેવલપમેન્ટ ઓફિસર ગ્રેડ-1 તરીકે જગદીશ ભગવાન રાઉત કામ કરતા હતા. જેમાં ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, વિવિધ વિભાગીય કચેરીઓ પર પોસ્ટ અને એક જાહેર સેવક હતા. 1 જાન્યુઆરી, 1990 થી સપ્ટેમ્બર, 2004 સુધી તેના પત્ની હિના સાથે મળીને (Disproportionate Property Case in Special CBI Court) અપ્રમાણસર મિલકતો ભેગી કરી હતી.

આ પણ વાંચો : ચેક રિટર્ન કેસમાં મહિલાને વિજાપુર કોર્ટે 2 વર્ષ સજા ફટકારી

39 સાક્ષીઓ અને 97 દસ્તાવેજોના આધારે કેસ

આ સમગ્ર કેસની ગાંધીનગર CBI દ્વારા તપાસ કરીને વર્ષ 2009માં બન્ને આરોપી સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે કેસ ચાલતા CBIના એડવોકેટ શ્રીધર ત્રિવેદીએ 39 સાક્ષીઓ અને 97 દસ્તાવેજોના આધારે કેસ પુરવાર કરીને કોર્ટને (Special CBI Court) જણાવ્યુ હતુ કે, આરોપી દ્વારા મોટાપાયે ગેરરીતિઓ આચરીને અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનું પુરવાર થયું છે. ન્યાય દરેકને મળે છે. અને કાનૂન આજે પણ છે. જેવો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.