ETV Bharat / state

Surat News : દેશના સૌથી લાંબા ડેડીકેટેડ BRTS કોરીડોરમાં 2025 સુધીમાં દોડશે માત્ર ઈલેક્ટ્રિક બસો, બસમાં કેવી હશે સુવિધા, જાણો

author img

By

Published : Aug 12, 2023, 5:29 PM IST

Surat News : સુરત બીઆરટીએસમાં 2025માં સુધીમાં એકપણ ડીઝલ બસ નહીં દોડે, જીટીએફએસથી સજ્જ બસોની સુવિધા ઉપલબ્ધ
Surat News : સુરત બીઆરટીએસમાં 2025માં સુધીમાં એકપણ ડીઝલ બસ નહીં દોડે, જીટીએફએસથી સજ્જ બસોની સુવિધા ઉપલબ્ધ

સુરત શહેરમાં જાહેર પરિવહન કરતી બીઆરટીએસ સેવાને આગામી સમયમાં સંપૂર્ણપણે ડીઝલમુક્ત કરવાના આયોજન સામે આવ્યાં છે. ભારતનો સૌથી લાંબો ડેડીકેટેડ બીઆરટીએસ કોરીડોર સુરતમાં ઇલેક્ટ્રિક બસો વધારાશે અને જીટીએફએસ - જનરલ ટ્રાન્સિટ ફીડ સ્પેસિફિકેશન સગવડ સાથેની હાઈટેક બસો સુરતમાં જોવા મળશે.

હાઈટેક બસો સુરતમાં જોવા મળશે

સુરત : દેશનો સૌથી લાંબો ડેડીકેટેડ બીઆરટીએસ રૂટ સુરત શહેરમાં છે અને વર્ષ 2025 સુધી આ રોડ પર એક પણ ડીઝલ બસો નહીં દોડે. પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે આગામી બે વર્ષ સુધીમાં તમામ ઈલેક્ટ્રીક બસો દોડાવવામાં આવશે. સૌથી અગત્યની વાત છે કે આ બસોમાં ગૂગલ સાથે GTFS (General Transit Feed Specification) નું ઇન્ટીગ્રેશનની સુવિધા છે. હાઇટેક સુવિધા સાથે આ બસો સુરત શહેરમાં જોવા મળશે. શહેરમાં 2350 જેટલા પુખ્ત મોટા ઝાડની જરૂરિયાત ઓછી કરતું આ આયોજન થયું છે.

ડીઝલ બસ દૂર કરાશે : પબ્લિક ટ્રાન્સપોર્ટના કારણે પર્યાવરણમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ ન થાય આ માટે સુરત મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. હાલમાં અઢી લાખ લોકો બસ સેવાનો લાભ લઇ રહ્યા છે. આ સાથે સૌથી મોટો બીઆરટીએસ રૂટ સુરતમાં છે. જેમાં હવે ડીઝલના બદલે ઈલેક્ટ્રીક બસો આ રૂટ પર દોડાવવામાં આવશે. 25 જેટલી બસો કામરેજથી યુનિવર્સિટી સુધી દોડાવવામાં આવશે. સાથે જ 2025 સુધી એક પણ ડીઝલ બસ સુરત શહેરમાં જોવા મળશે નહીં. સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સમય ગાળામાં ઇલેક્ટ્રીક બસો ખરીદવાનું આયોજન છે.

દરરોજ અઢી લાખ મુસાફરો : સુરત સિટી લીંક લિ.દ્વારા સૌપ્રથમ તા.26 જાન્યુઆરી 2014ના રોજ BRTS બસ સેવા ઉધના દરવાજા – સચિન GIDC વચ્ચે 12 કિમીના રૂટ ઉપર શરૂ કરવામાં આવી હતી. કુલ-108 કિમીનો ભારતનો સૌથી લાંબો ડેડીકેટેડ BRTS કોરીડોર છે. આ ઉપરાંત કુલ-454 કિમીના સ્ટીબસ નેટવર્ક ઉપલબ્ધ છે. હાલ કુલ-13 BRTS રૂટ અને 43 સીટીબસ રૂટ ઉપર બસ સેવા કાર્યરત છે. દરરોજ 2.50 લાખ મુસાફરો લાભ મેળવે છે. વિશેષતાઓ ધરાવતું સમગ્ર ભારતમાં સુરત પ્રથમ શહેર છે.

ફીઝીકલ ઇન્ટીગ્રેશન સિટીબસ સેવા અને BRTS એક જ કોરીડોરના ઉપયોગને કારણે પેસેન્જરોને BRTS સેવાના ઉપલબ્ધ રૂટનો પણ લાભ મળી શકે છે." ઇન્ટીગ્રેટેડ ફેર"ના કારણે એક જ ટિકીટ લઇ મુસાફર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા-આવવા BRTS- સીટીબસનો ઉપયોગ કરી શકે છે. સિટીબસ અને BRTS સેવા માટે બનાવવામાં આવેલ સ્ટેશન, ડેપો અને ટર્મિનલનો બંને સર્વિસ માટે ઉપયોગ કરવામા આવે છે. BRTS બસ સ્ટેન્ડ ઉપર ઇન્સ્ટોલ કરવામાં આવેલ સ્ટેશન PIS તથા સિટીલીંક મોબાઈલ એપમાં BRTS રૂટની સાથે સિટીબસની માહિતી પૂરી પાડવામાં આવે છે. સિટીબસ અને BRTS બંને અલગ સેવા પૂરી પાડવા માટે સિટીલિંક કંપની બનાવવામાં આવેલ છે...પરેશ પટેલ(સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન)

મુસાફરોને મળતી સુવિધા : Google સાથે GTFS (General Transit Feed Specification)નું ઇન્ટીગ્રેશન કરનાર સુરત શહેર ભારતનું માત્ર બીજું શહેર છે. જેના થકી જાહેર જનતાને પરિવહનની સંપૂર્ણ માહિતી મળી રહે છે.

GPS ઇન્સ્ટોલેશન : બસ સ્ટેશન અને બસોમાં પબ્લિક ઇન્ફોર્મેશન માટે PIS (પેસેન્જર ઇન્ફોર્મેશન સીસ્ટમ) મુકવામાં આવેલ છે. તમામ બસોમાં GPS ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી મોનીટરીંગ અને સંચાલન કરવામાં આવે છે.

સુરતવાસીઓની સુવિધા વધારશે બીઆરટીએસ
સુરતવાસીઓની સુવિધા વધારશે બીઆરટીએસ

મુસાફરોને બસ સેવામાં અપાતી રાહત : સુમન પ્રવાસ ટિકીટ- 25 રુપિયામાંં દિવસ દરમ્યાન અનલિમિટેડ મુસાફરી (દરરોજ 32000 થી વધુ મુસાફરો લાભ મેળવે છે. વિદ્યાર્થીઓને, દિવ્યાંગોને અંધજનોને, સ્વાતંત્ર્ય સેનાની અને શ્રમિકોને 100 ટકા અને, સિનિયર સિટીઝન અને મહિલાને 25 ટકા ડિસ્કાઉન્ટ અપાય છે.

ઈબસ પ્લાનિંગ : સુરત શહેરમાં પ્રદૂષણના પ્રમાણમાં ઘટાડો થાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા 9 મીટરની 300 ઈબસનો ઓર્ડર અપાયો છે. જે પૈકી 225 ઈબસ પ્રાપ્ત થયેલ છે અને બાકીની 75 પણ દોડતી થશે. બસો ઓક્ટોબર માસ સુધીમાં શહેરના માર્ગો પર દોડતી થશે.

150 ઈબસ 12 મીટર : નવેમ્બર માસમા 150 ઈબસ 12 મીટરની કાર્યરત થશે. જેમાં સીટિંગ અને સ્ટેન્ડિંગ કેપેસીટી (આશરે 60 પેસેન્જર) જે હાલની 9 મીટરની બસ (આશરે 35 પેસેન્જર) કરતા વધુ છે. 12 મીટરની વધુ 150 બસો ઉપલબ્ધ કરવાની તૈયારી શરુ થઇ ગઇ છે. જેના કારણે શહેરની જનતાની અગવડ નિવારી શકાશે.

1100 ઈબસ ઓન રોડ કરવાનું આયોજન : ડીસેમ્બર 2025 સુધીમાં કુલ 1100 ઈબસ ઓનરોડ કરવાનુ આયોજન છે. સમગ્ર ભારતમાં જાહેર પરિવહનની સેવા સંપૂર્ણપણે ઈબસ દ્વારા પૂરી પડવાનું લક્ષ્ય નિર્ધારિત કરનાર સુરત પ્રથમ શહેર છે.

ઝાડની જરુરિયાત ઓછું કરતું આયોજન : 600 ઇલેક્ટ્રિક બસ ઓન રોડ થયેથી દૈનિક કુલ 75 ટન કાર્બન ડાયોકસાઈડ એમીશન પ્રમાણ સુરત શહેરમાં ઓછું થશે તથા 2350 જેટલા પુખ્ત મોટા ઝાડની જરૂરિયાત ઓછી થશે.

  1. BRTC બસ સ્ટેન્ડમાં લાગી આગ, TRB જવાને દોડી જઈ આગને પ્રસરતા અટકાવી
  2. BRTS કોરિડોરમાં અકસ્માત, ખાનગી વાહનચાલકે મહિલાને હડફેટે લીધી
  3. હવે BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ખેર નહીં, અધિકારીઓએ યોજી ખાસ ડ્રાઈવ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.