Ahmedabad : રખડતા ઢોરને પકડવા 21 ટીમ, છતાં છુટક છવાયા ઢોર હાથ લાગે

author img

By

Published : Jan 20, 2023, 3:29 PM IST

Ahmedabad : રખડતા ઢોરને પકડવા 21 ટીમ, છતાં છુટક છવાયા ઢોર હાથ લાગે
Ahmedabad : રખડતા ઢોરને પકડવા 21 ટીમ, છતાં છુટક છવાયા ઢોર હાથ લાગે ()

અમદાવાદ CNDC વિભાગ દ્વારા દૈનિક 21 ટીમ ગાયો પકડવા માટેની કામગીરી (Stray Cattle in Ahmedabad) કરતી હોય છે. પરંતુ સમગ્ર દિવસ દરમિયાન માત્ર 65 જ ગાય પકડી શકાય છે. જ્યારે આ ટીમ પાછળ અંદાજે એક લાખનો ખર્ચ થતો હોવાથી AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને નારાજગી વ્યક્ત કરી છે. (Ahmedabad Municipal Corporation CNDC Department)

CNDCની કામગીરીથી ચેરમેન નારાજ

અમદાવાદ : રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. કોઈપણ શહેર હોય રોજ રખડતા ઢોરના કારણે અકસ્માત કે મૃત્યુની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા અવારનવાર રખડતા ઢોર મામલે સરકાર અને વહીવટી તંત્રને ફટકાર લગાવવામાં આવે છે. છતાં પણ રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઇકોર્ટની ટકોર બાદ પણ ગાય પકડવાની કામગીરી ક્યાંકને ક્યાંક ઢીલી હોય તેવી જોવા મળી રહી છે. જેના કારણે ભાજપના સત્તાધીશો જ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad : AMCએ પેપર કપ પર પ્રતિબંધ મુકતા હજારો લોકો થશે બેરોજગાર

21 ટીમ કાર્યરત : સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરો મામલે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. રખડતા ઢોર પકડવા માટે ઢોર નિયંત્રણ વિભાગની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. જેમાં રોજના માત્ર 60 જેટલા જ ઢોર પકડવામાં આવે છે. 21 ટીમો જેમાં એક ટીમમાં 7 જેટલા લોકો રાઉન્ડ લઈ કામગીરી કરે છે. વિભાગને જોઈએ તે મુજબ વાહનો અને સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. છતાં પણ રોજના માત્ર 60 જેટલા રખડતા ઢોર જ પકડવામાં આવે છે. એક ઝોનમાંથી પૂરતા 10 પણ ઢોર પકડવામાં આવતા નથી. જેથી વિભાગની કામગીરી મામલે ખૂબ જ અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વધુમાં વધુ રખડતા ઢોર પકવાની સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Ahmedabad News: કાગળના કપે કોર્પોરેશનમાં કકળાટ કરાવ્યો, મેયરે કહ્યું મને જાણ નથી

ગ્રાઉન્ડ લેવલે કામ થાય તે જરૂરી : હાઇકોર્ટ દ્વારા ફટકાર લગાવ્યા બાદ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગની કામગીરી મજબૂત થવાની જગ્યાએ અસરકારક થઈ નથી. જેને લઇ આજે ભાજપના સત્તાધીશોને ટકોર કરવી પડી છે. ખુદ મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના પદાધિકારીઓ એ CNCD વિભાગની કામગીરી ગ્રાઉન્ડ લેવલે જોવાની જરૂર છે કે ખરેખર રોડ ઉપર કઈ રીતની કામગીરી કરવામાં આવી રહી છે. ભાજપના સત્તાધીશોએ ટીમો રીતે કામગીરી કરે છે. તેનો અચાનક તપાસ કરવી જોઈએ અને જો કામગીરી યોગ્ય ન હોય તો અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા કમિશનરને સૂચના આપવી જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.