ETV Bharat / state

Ahmedabad Sardarbagh : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદારબાગને 5 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 8, 2023, 5:21 PM IST

Etv Bharat
Etv Bharat

અમદાવાદ લાલ દરવાજા ટર્મિનસની બાજુમાં આવેલ સરદારબાગને અંદાજિત 5 કરોડના ખર્ચે રી-ડેવલપ કરવાનું આયોજન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 150 જેટલા નવા વૃક્ષો ઉગાડવવામાં આવશે તેમજ આ બાગના પ્રવેશ દ્વારને હેરિટેજ લુક આપવામાં આવશે.

Ahmedabad Sardarbagh

અમદાવાદ: અમદાવાદ શહેરની અંદર અંદાજિત 300થી પણ વધારે નાના મોટા બાગ બગીચાઓ આવેલા છે. જેમાં અનેક બગીચાઓ શહેરનો ઐતિહાસિક દરજ્જો પણ ધરાવે છે, જેમાં પરિમલ ગાર્ડન, લો ગાર્ડન, વિક્ટોરિયા ગાર્ડન, સરદારબાગ જેવા ગાર્ડનો અંદાજિત 40 વર્ષથી પણ જુના છે. આ તમામ ગાર્ડનને પોતાની એક અલગ ઓળખ બનાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા ટર્મિનન્સ પાસે આવેલ ઐતિહાસિક સરદારબાગને રી-ડેવલપ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અનેક ગાર્ડનને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. વિક્ટોરિયા ગાર્ડન અને પરિમલ ગાર્ડનને રી-ડેવલપ કરવામાં આવ્યા હતા. મધ્ય ઝોનમાં આવેલ અમદાવાદ શહેરનું વધુ એક ઐતિહાસિક સરદારબાગને પણ અંદાજિત પાંચ કરોડના ખર્ચે રી-ડેવલપ કરવામાં આવશે. - રિક્રિએશન એન્ડ હેરિટેજ કમિટીના ચેરમેન રાજેશ દવે

આ પ્રકારની મળશે સુવિધાઓ : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સરદાર બાગને અંદાજિત 5 કરોડના ખર્ચે રી-ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યો છે. આ સરદારબાગ અંદાજિત 26,100 સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. આ બગીચામાં મુખ્ય માર્ગમાંથી પ્રવેશ કરતા તેના મુખ્ય ગેટને હેરિટેજ લુક આપવામાં આવશે. આ ઉપરાંત અલગ અલગ લેન્સસ્કેપ સાથે ગાર્ડનને પણ ડેવલપ કરવામાં આવશે. ગાર્ડનના મધ્ય ભાગમાં આકર્ષક લોન પ્લોટ તૈયાર કરાશે. ગાર્ડનમાં લોકો સવારે આવીને મોર્નિંગ વોક કરી શકે તે માટે એક વોકવે તૈયાર કરાશે. બાળકોને રમવા માટે અલગ અલગ રમતગમતની સુવિધા તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા પણ આ નવા ડેવલપમાં જોવા મળી આવશે.

શહેરમાં તમામ બગીચાને રિડેવલપ કરાશે : ગાર્ડનની અંદર 150થી વધુ વૃક્ષો વાવીને આચ્છાદિત ફોરેસ્ટ્રી તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ગાર્ડનમાં જ પુષ્પ વાટિકા, નાની સુંદર વાવડીઓ, ગાર્ડનમાં અલગ અલગ જગ્યા પર બેસવા માટે બેઠક વ્યવસ્થા તેમજ પક્ષીઓને ચણવા માટે એક આકર્ષક ચબૂતરો પણ આ ગાર્ડનમાં તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય એ છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ ગાર્ડનને રી-ડ ડેવલપ કરવામાં આવી રહ્યા છે.

  1. Ahmedabad Safari Park : અમદાવાદના ગ્યાસપુર ખાતે 500 એકરમાં સફારી પાર્ક નિર્માણ પામશે
  2. Ahmedabad Bridge Report : અમદાવાદ શહેરના તમામ બ્રિજના રિપોર્ટ રજૂ કરવા વિપક્ષે માંગ કરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.