ETV Bharat / state

જર્નાધન શર્માની દિકરી સિવાય અન્ય બાળકોનો કબજો મેળવવા માતા-પિતાની હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ

author img

By

Published : Nov 27, 2019, 2:52 AM IST

Updated : Nov 27, 2019, 7:35 AM IST

હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ
હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ રિટ

અમદાવાદઃ હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો શમવાનું નામ ન લઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આશ્રમમાં રહેતા સગીર વયના બાળકના પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ દાખલ કરી છે. જેમાં પોલીસ જનાર્ધન શર્માના કેસના તપાસના નામે તેમના બાળકોને ટોર્ચર કરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે, આ મુદ્દા સાથે હવે હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે 27મી નવેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

આ મામલે અરજદારે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજૂઆત કરવામાં આવી છે કે, તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાથી હેબિયસ કોર્પસ રિટ દાખલ કરવામાં આવી છે. જેથી કોર્ટ તેની સતાનો ઉપયોગ કરીને બાળકોનો કબજો તેમના માતા-પિતાને સોંપે. અરજદાર ગિરીશ રાવ અને અન્ય 3 અરજદાર દ્વારા આ બીજી હેબિયસ કોર્પસ દાખલ કરવામાં આવી છે.

આ અગાઉની પિટિશનમાં અરજદારોનો આક્ષેપ છે કે, તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIRની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને સોંપવામાં આવી તેવી માગ કરવામાં આવી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઇ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટે જરૂરી નિર્દેશ જાહેર કરે તેવી પણ માગ કરવામાં આવી છે. આ મામલે બુધવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે જસ્ટિસ એસ. આર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં જનાર્ધન શર્માની હેબિયત કોર્પસ રિટને સાંભળવામાં આવશે.

Intro:હાથીજણ ખાતે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલો શમવાનો ન લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આશ્રમમાં રહેતા સગીર વયના બાળકના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી છે જેમાં પોલીસ જનાર્ધન શર્માના કેસની તપાસના નામે તેમના બાળકોને ટોચર કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો જોકે આ મુદ્દા સાથે હવે હેબિયસ કૉર્પસ રિટ દાખલ કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.. આ મામલે 27મી નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે..Body:અરજદારે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે તપાસના નામે સ્થાનિક પોલીસે તેમના બાળકોને આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યા હોવાથી હેબિયસ કૉર્પસ રિટ દાખલ કરી છે . જેથી કોર્ટ તેની સતાનો ઉપયોગ કરી બાળકોનો કબજો તેમના માતા-પિતાને સોંપે. અરજદાર ગિરીશ રાવ અને અન્ય 3 અરજદાર દ્વારા આ બીજી હેબિયસ કૉર્પસ દાખલ કરવામાં આવી છે...

અગાઉની પિટિશનમાં અરજદારનો આક્ષેપ છે કે તપાસના નામે પોલીસ બાળકોને અશ્લીલ ક્લિપ બતાવી રહી છે. વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ સ્વતંત્ર અને તટસ્થ તપાસ સંસ્થાને આપવામાં આવે તેવી માંગણી કરી છે. હાલના તપાસ અધિકારી નિત્યાનંદ આશ્રમમાં ભણતા બાળકો સામે કોઈ સખત કાર્યવાહી ન કરે અને અભદ્ર વર્તન ન કરે તે માટે કોર્ટ જરૂરી નિર્દેશ જારી કરે તેવી પણ માંગ અરજી કરવામાં આવી છે. Conclusion:પોલીસ તરફથી પોર્નોગ્રાફિક મટિરિયલ્સ બતાવી અને હેરાન ન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે આવતીકાલે વધું સુનાવણી હાથ ધરાય તેવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. જ્યારે જસ્ટીસ એસ.આર બ્રહ્મભટ્ટની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેન્ચમાં જનાર્ધન શર્માની હેબિયસ કોર્પસ રિટની સંભાળવમાં આવશે.
Last Updated :Nov 27, 2019, 7:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.