ETV Bharat / state

ગાંધીજયંતી નિમિતે અમદાવાદ ખાતે જિલ્લાકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન

author img

By

Published : Oct 2, 2020, 10:19 PM IST

Bhupendrasinh Chudasama
Bhupendrasinh Chudasama

2જી ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત અમદાવાદ ખાતે જિલ્લાકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ જિલ્લા કક્ષાએ માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.

અમદાવાદઃ 2જી ઓક્ટોબર ગાંધીજયંતી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન અને NITA નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું લોન્ચિંગ કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ રાષ્ટ્રીય સ્વછતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમ અને જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગાંધીજયંતી નિમિતે અમદાવાદ ખાતે જિલ્લાકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન

આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ રાકેશ શાહ, ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર બીજલ પટેલ, ઘેટાં ઉન વિકાસ બોર્ડના ચેરમેન ભવાન ભરવાડ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને બીજા હોદ્દેદારો સહિત કલેક્ટર અને DDO સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Bhupendrasinh Chudasama
ગાંધીજયંતી નિમિતે અમદાવાદ ખાતે જિલ્લાકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા 835 આંગણવાડીના નવનિર્મિત ભવનો ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આંગણવાડી માટેની એપ્લિકેશન NITA નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રધાન ગણપત વસાવાએ પણ ઓનલાઇન વક્તવ્ય આપ્યું હતું અને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમજ દરેક જિલ્લા કક્ષાએ પણ આવા કાર્યક્રમોનું આયોજન થયું છે અને જેમાં સુરતના શક્તિ ફાઉન્ડેશન દ્વારા દરેક જિલ્લામાં મહિલાઓને કીટ આપવામાં આવી હતી.

Bhupendrasinh Chudasama
ગાંધીજયંતી નિમિતે અમદાવાદ ખાતે જિલ્લાકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન
અમદાવાદ જિલ્લા કક્ષાએ માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કાર્યકર તથા તેડાગર બહેનોને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાના એવોર્ડનું વિતરણ પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું.
Bhupendrasinh Chudasama
ગાંધીજયંતી નિમિતે અમદાવાદ ખાતે જિલ્લાકક્ષાના વિવિધ કાર્યક્રમોનું આયોજન
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.