ETV Bharat / state

અમદાવાદ: સોશિયલ મીડિયા પર સૌથી વધુ યુવક યુવતીઓ સાઈબર ક્રાઇમનો બને છે ભોગ, કેવી રીતે લાવી શકાય તેને ઉકેલ

author img

By

Published : Dec 1, 2020, 10:49 PM IST

અમદાવાદ: સોશિયલ મીડિયા પર સૌથી વધુ યુવક યુવતીઓ સઇબર ક્રાઇમનો બને છે ભોગ, કેવી રીતે લાવી શકાય તેને ઉકલ
અમદાવાદ: સોશિયલ મીડિયા પર સૌથી વધુ યુવક યુવતીઓ સઇબર ક્રાઇમનો બને છે ભોગ, કેવી રીતે લાવી શકાય તેને ઉકલ

આજની પેઢીના યુવા યુવતીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ખૂબ જ ઝડપથી લોકો સાથે મિત્રતા પણ કરી લેતા હોય છે. તેવામાં ક્યારેક મિત્રતા ભારે પણ પડી શકે છે અને યુવક કે યુવતી સાયબર ક્રાઈમનો ભોગ પણ બની શકે છે.

  • સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતા પડી શકે છે ભારે
  • બિભત્સ વીડિયો કોલ કે ફોટો મોકલીને કરવામાં આવે છે બ્લેક મેલ
  • સાયબર ક્રાઈમમાં રોજની 4-5 અરજીઓ આવે છે

અમદાવાદ: આજની પેઢીના યુવા યુવતીઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ખૂબ જ ઝડપથી લોકો સાથે મિત્રતા પણ કરી લેતા હોય છે. તેવામાં ક્યારેક મિત્રતા ભારે પણ પડી શકે છે અને યુવકે કે યુવતી સાયબર ક્રાઈમનો ભોગ પણ બની શકે છે.

અમદાવાદ: સોશિયલ મીડિયા પર સૌથી વધુ યુવક યુવતીઓ સઇબર ક્રાઇમનો બને છે ભોગ, કેવી રીતે લાવી શકાય તેને ઉકલ
કેવી રીતે બને છે લોકો ભોગ?સોશિયલ મીડિયામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ખૂબ જ વધ્યો છે ત્યારે લોકો ખૂબ જ આસાનીથી નવા મિત્રો બનાવીને ચકાસણી કર્યા વિના વિશ્વાસ કરી લે છે અને આ વિશ્વાસમાં એટલી હદે આગળ જતાં રહે છે કે, સામે વાળું વ્યક્તિ બીભત્સ માંગણીઓ કરે તે પણ ભોગ બનનાર પુરી કરે છે. જેમ કે, અભદ્ર કે બીભત્સ વીડિઓ કોલ કરવામાં આવે છે અને બાદમાં સામે વાડી વ્યક્તિ જ તેનો વીડિઓ ઉતારીલે છે અને બાદમાં તે વીડિઓના આધારે બ્લેક મેલ કરે છે.


ઘણા કેસમાં માત્ર પ્રયત્ન જ થાય છે

કેટલાક કેસમાં આ રીતે વીડિઓ કોલ કે ફોટા અથવા વીડિઓ મગાવીને તેના આધારે બ્લેક મેલ કરવામાં આવે છે જ્યારે ભોગ બનનારા તરફથી પ્રતિસાદ ના મળતા આરોપી તરફથી પ્રયત્ન કરવામાં આવે છે એટલે ભોગ બનનારા પોલીસને જાણ કરતા નથી.

સાયબર ક્રાઈમ DCP અમિત વસાવના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના આ પ્રકારના કેસમાં આરોપીઓ મોટા ભાગે રાજસ્થાન અને હરિયાણાના હોવાનું સામે આવ્યું છે. કેટલાક કિસ્સાઓમાં ગેંગ પણ સક્રિય હોઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.