ધોરણ ૧૨ સાયન્સ ગ્રુપ એ,બી અને એબીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આવતીકાલે પરીક્ષામાં બેસશે. ગ્રુપ A (ગણિત)માં ૫૬૯૧૩, ગ્રુપ B (જીવવિજ્ઞાન)માં ૭૭૪૭૮ અને ગ્રુપ AB (ગણિત પ્લસ જીવવિજ્ઞાન)માં ૪૫૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ભૌતિક વિજ્ઞાન અને રસાયણિક વિજ્ઞાનની પરીક્ષાનો સમય સવારે ૧૦ થી ૧૨નો રહેશે.
જે વિજ્ઞાનની પરીક્ષાનો સમય બપોરે ૧ થી ૨ જ્યારે ગણિતની પરીક્ષાનો સમય બપોરે ૨ થી ૩ રાખવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓ માટે હોલ ટિકિટ ઓનલાઈન મુકવામાં આવી છે. પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરવી ફરજીયાત રહેશે. રાજ્યભરમાંથી કુલ 1,34,846 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.