ETV Bharat / state

GST Department Raids in Ahmedabad : બોગસ બિલિંગ કરનારા આરોપીનો પર્દાફાશ

author img

By

Published : Mar 16, 2022, 9:48 AM IST

Updated : Mar 16, 2022, 10:07 AM IST

GST Department Raids in Ahmedabad : માલસામાનની આપ-લે કર્યા વગર બોગસ બિલિંગ બિલ બનાવી આપનારનો પર્દાફાશ
GST Department Raids in Ahmedabad : માલસામાનની આપ-લે કર્યા વગર બોગસ બિલિંગ બિલ બનાવી આપનારનો પર્દાફાશ

અમદાવાદમાં GST IT વિભાગે બોગસ બિલ (Bogus Bill Scam in Ahmedabad) બનાવીને કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. અનંત શાહ નામનો વ્યક્તિ નાણાંની જરૂરિયાત વાળા વ્યક્તિઓને લાલચ આપીને તેમના નામે પેઢીઓ (GST Department Raids in Ahmedabad) ઉભી કરી રજિસ્ટ્રેશન કરતો હતો.

અમદાવાદ : ગુજરાતના સ્ટેટ GST IT વિભાગે અમદાવાદમાં પ્રત્યક્ષ રીતે માલસામાનનું ખરીદ-વેચાણ કર્યા વગર જ બોગસ બિલ (Bogus Bill Scam in Ahmedabad) બનાવીને 63.80 કરોડની કરચોરીનો પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં મુખ્ય સુત્રધાર અમદાવાદના અનંત અશોક શાહ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

મળેલા દસ્તાવેજો જપ્ત - સ્ટેટ GST વિભાગ (State GST Department) દ્વારા 8 માર્ચના રોજ બોગસ બિલિંગના સંડોવાયેલી કંપનીઓ, પેઢીઓ, બોગસ બિલ બનાવનાર ઓપરેટરો તેમજ તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓના ધંધાના સ્થળ અને ઘરે દરોડા પાડી તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં અનંત શાહની આશ્રમ રોડ ખાતે આવેલી ઓફિસમાં દરોડા વખતે મળેલા હિસાબના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ, ડિજિટલ ડેટા સ્ટોરેજ ડિવાઇસ, ડેબિટ કાર્ડસ, ચેક બુક, રબર સ્ટેમ્પ વગેરે જપ્ત કરાયા છે.

આ પણ વાંચો : Advocate Association in Gujarat High Court: વકીલોને GST નોટિસ બાબતે ગુજરાત હાઇકોર્ટે વચગાળાનો મનાઇ હુકમ ફરમાવ્યો

નાણાંની જરૂરિયાત વાળા વ્યક્તિને લાલચ આપી - આ બોગસ બિલિંગ કૌભાંડમાં મોડલ ઓપરેન્ડીમાં અનંત શાહ નામની વ્યક્તિએ નાણાંની જરૂરિયાત વાળા વ્યક્તિઓને પૈસાની લાલચ આપીને તેમના નામે પેઢીઓ ઉભી કરી રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ. જેમાં આવી કંપનીઓ વચ્ચે પ્રત્યક્ષ સ્વરૂપે કોઈ પણ પ્રકારના માલસામાનની આપ-લે કર્યા વગર માત્ર પેપર પર ખરીદ-વેચાણ દર્શાવ્યા હતા. અને તેમને સાચા સાબિત કરવા માટે બેન્ક મારફતે ચૂકવણી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : Pre Budget 2022 : ભાવનગરના રોલિંગ મિલ અને ફરનેશ ઉદ્યોગની GST ને લઇ બજેટમાં ખાસ માગણી

કસ્ટડીની માંગણીને મેટ્રોપોલિટન કોર્ટે મંજૂરી કરી - જેમાં બેન્કથી મેળવેલા પેમેન્ટમાં કમિશન કાપીને રોકડ રકમ પરત કરવામાં આવી હતી. આમ રોકડમાં બિનહિસાબી વ્યવહારો કરીને 63.8 કરોડની કરચોરી આચરી હોવાનું સાબિત થાય છે. આ કેસમાં વધુ ચકાસણી (GST Department Raids in Ahmedabad) હાલ ચાલી રહેલી છે. જેમાં આવી પેઢીઓની સંખ્યા અને તેમજ વેરા શાખાની કવોન્ટમ વધવાની શક્યતા છે. હાલ પૂછપરછ માટે તેની સાત દિવસની કસ્ટડીની માંગણીને મેટ્રોપોલિટન કોર્ટે મંજૂરી કરી છે.

Last Updated :Mar 16, 2022, 10:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.