દેશના મેટ્રો શહેરોમાં લોકો પોતાની સલામતી માટે ગંભીર બની રહ્યાં છે

author img

By

Published : Feb 21, 2021, 8:12 PM IST

gated community

અમદાવાદમાં પણ ગેટેડ સમુદાય વસાહતોની સંખ્યા વધી રહી છે. આ વસાહતોની વિશેષ વાત એ છે કે, અહીં રહેતા લોકોની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને અહીંયા એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓ એક જ જગ્યાએ મળી રહે છે. જેના માટે પોતાના સોસાયટી વિસ્તારથી બહાર જવું પડતું નથી.

  • અમદાવાદમાં પણ બની રહી છે ગેટેડ કોમ્યુનિટી
  • જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળી રહે છે, રહેઠાણની નજીક
  • નિયંત્રિત પ્રવેશદ્વારો હોવાને કારણે સુરક્ષા વધારે

અમદાવાદ : ગેટેડ કોમ્યુનિટીએ આધુનિક સ્વરૂપમાં, દરવાજાવાળા સમુદાય (અથવા દિવાલોવાળા સમુદાય)એ નિવાસી સમુદાય અથવા હાઉસિંગ એસ્ટેટનો એક પ્રકાર છે. જે પદયાત્રીઓ, સાયકલ અને ઓટોમોબાઈલ્સ માટે સખત રીતે નિયંત્રિત પ્રવેશદ્વારો ધરાવે છે અને ઘણીવાર દિવાલો અને વાડની બંધ પરિમિતિ દ્વારા વર્ગીકૃત થયા છે. સમાન દિવાલો અને દરવાજાઓ સદીઓથી કેટલાક શહેરોના ક્વાર્ટર્સથી અલગ થયા છે. ગેટેડ સમુદાયોમાં સામાન્ય રીતે નાના રહેણાંક શેરીઓ હોય છે અને તેમાં વિવિધ વહેંચાયેલા સુવિધાઓ શામેલ હોય છે. નાના સમુદાયો માટે, આ સુવિધાઓમાં ફક્ત એક પાર્ક અથવા અન્ય સામાન્ય વિસ્તાર શામેલ હોય શકે છે.

દેશના મેટ્રો શહેરોમાં લોકો પોતાની સલામતી માટે ગંભીર બની રહ્યાં છે

મોટા સમુદાયો માટે, મોટાભાગની દૈનિક પ્રવૃત્તિઓ માટે રહેવાસીઓ સમુદાયની અંદર રહેવાનું શક્ય

ગેટેડ સમુદાયો એ એક પ્રકારની એવી જગ્યા છે કે, જ્યાં લોકો પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઇ વધુ ચિંતિત હોય છે, આ સમુદાયમાં લોકો પોતાની રહેવાની જગ્યાથી નજીકમાં જ જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓ મળી રહે તેવી જગ્યા શોધતા હોય છે. આ સમુદાયમાં પોતાના ઘર અને મહોલ્લા પાસે જ દરેક વસ્તુઓ જેમ કે મેડિકલ, કરિયાણા, ધોબી, કપડાં અને ખાણીપીણીની દરેક જરૂરિયાતો પૂરી થતી હોય અને આસાનીથી બજાર ભાવે જ મળી જતી હોય છે, વધુમાં બાળકોના શિક્ષણ માટે શાળા, રમત ગમત માટે ક્લબ અને ગ્રાઉન્ડ તથા મહિલાઓ અને પુરૂષો માટે જીમ ગાર્ડન અને વડીલો માટે વૉકિંગ ટ્રેક વગેરે એક જ જગ્યા ખાતે પૂરું પાડવામાં આવે છે.

ટ્રાફિક સમસ્યાઓ પણ ઓછી

આ પ્રકારના કોમ્યુનિટી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ ઓછી સર્જાય છે. જેમાં ફક્ત ત્યાં રહેવા વાળા સિવાય એવા લોકો કે ત્યાં કામ કરવા માટે આવતા હોય તેવા લોકો સિવાય ટ્રાફિકની સમસ્યા હોતી નથી. જેના કારણે ગુનાની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળતો હોય છે. આવા વિસ્તારોમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. આ પ્રકારના સમુદાયોમાં વધારે લોકો રહેવાના કારણે દરેક તહેવારોને સાથે મળીને ઉજવવામાં આવે છે. જેના કારણે એકબીજા સાથે હળી મળીને રહેવા માટેનું એક ચોક્કસ કારણ મળી રહે છે. આ સમુદાયોમાં સિક્યોરિટી ગાર્ડની સુવિધાઓ સાથે જ બાળકો અને વડીલો માટેના એક અલગ જ વાતાવરણનું નિર્માણ આ પ્રકારની જગ્યાઓએ કરવામાં આવતું હોય છે.

અમદાવાદ થી કેમેરામેન મુકેશ ડોડીયા સાથે મનન દવે નો વિશેષ અહેવાલ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.