ETV Bharat / state

Gujarat News: ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો

author img

By

Published : Aug 11, 2023, 5:00 PM IST

ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્ય સરકાર પર મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગ્રામીણ રોજગાર અને મનરેગાના કાયદા અનુસાર સ્થાનિકોને રોજગારી મળી રહે જરૂરી છે. પરંતુ ગુજરાતમાં મનરેગા યોજનામાં ખોટા જોબકાર્ડ નકલી બિલો અને બનાવટી કારીગરો દર્શાવીને લાખો કરોડ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. મનરેગાના કાર્યો માત્ર કાગળ ઉપર જ થયા છે.

ગુજરાત કૉંગ્રેસે કૌભાંડનો લગાવ્યો આરોપ
ગુજરાત કૉંગ્રેસે કૌભાંડનો લગાવ્યો આરોપ

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રે લોકોને રોજગાર મળી રહે તે માટે મનરેગા યોજના લાવવામાં આવી હતી. જેના કારણે અનેક નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું હતું અને નાના ઉદ્યોગો પગભર થયા હતા. આ યોજનામાં કરોડોનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકાર પર આક્ષેપો કર્યા હતા.ગુજરાતમાં સુનિયોજિત રીતે ચાલતા મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. આ યોજનામાં નકલી બિલો બનાવીને વિકાસકાર્યો માત્ર કાગળ ઉપર જ રાખવામાં આવે છે.

ગુજરાત કૉંગ્રેસે લગાવ્યો આરોપ

શું છે સમગ્ર મામલોઃ કેન્દ્ર સરકારે ગામડાના લોકોને રોજગાર મળી રહે તે હેતુથી મનરેગા યોજના અમલમાં મૂકી હતી.પરંતુ મનરેગા યોજનામાં ખોટા જોબકાર્ડ, નકલી બિલો,બનાવટી કામગીરી દર્શાવીને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે. મનરેગાના કાયદામાં 100 દિવસની રોજગારની ગેરંટી આપવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષનો મનરેગા કાયદા હેઠળ સરેરાશ માત્ર 40થી 45 દિવસની રોજગારી આપવામાં આવી છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ખૂબ જ ઓછી છે. તેમજ ચેકવોલ, માટી મેન્ટલ અને કુવા જેવા અગત્યના વિકાસકારર્યો માત્ર કાગળીયા પર જ જોવા મળે છે. સર્વે નંબરના સ્થળ પર કોઈ પ્રકારની વાસ્તવિક કામગીરી ન થઈ હોવા છતાં લાખો રૂપિયાના ખોટા બીલો અને જોબકાર્ડ બનાવીને ભાજપના મળતીયાઓ દ્વારા સુનિયોજિત રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે.

કાગળ પર થઈ સમગ્ર કામગીરીઃ પંચમહાલના શહેરા તાલુકાના ઉજળા ગામમાં સર્વે નંબર ઉપર કોઈપણ પ્રકારની કુવા કે અન્ય કામગીરી ન થઈ હોવા છતાં લાખ રૂપિયાના બિલ ચૂકવાયા છે.જ્યાં છ મહિના પહેલા જે કાગળ ઉપર ચેકડેમ બનાવવામાં આવ્યો હતો તે જ સ્થળે ફરી એકવાર કાગળ ઉપર ચેકડેમ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

સર્વે નંબરના સ્થળ પર કોઈ પ્રકારની વાસ્તવિક કામગીરી ન થઈ હોવા છતાં લાખો રૂપિયાના ખોટા બીલો અને જોબકાર્ડ બનાવીને ભાજપના મળતીયાઓ દ્વારા સુનિયોજિત રીતે કૌભાંડ કરવામાં આવ્યું છે. હિરેન બેંકર (કૉંગ્રેસ પ્રવક્તા)

એક જ ગામમાં 40 લાખથી વધુનું કૌભાંડઃ સમગ્ર દેશભરમાં મનરેગા યોજના હેઠળ ઘણા બધા ગરીબ પરિવાર મહેનત કરીને ગુજરાત ચલાવતા હોય છે. પરંતુ આવા કૌભાંડની અંદર ખરેખર જ ગરીબોને કોઈ લાભ થતો નથી. ખોટા એકાઉન્ટો બનાવીને પૈસા ઉપાડી લેવામાં આવ્યા હતા. તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. પંચમહાલના માત્ર એક તાલુકામાં એક જ ગામમાં 40 લાખથી વધુ કૌભાંડ આચરવામાં આવ્યું છે. આખા જિલ્લામાં થયેલા કૌભાંડની રકમ તો ખૂબ મોટી હોવાની આશંકા છે. શહેરા તાલુકાના 91 ગામોમાં ખૂબ જ મોટા કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે તેઓ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

  1. અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામે મનરેગા કૌભાંડ મામલો, પોલીસે 2 લોકોની કરી અટકાયત
  2. મનરેગા કૌભાંડના આક્ષેપ અંગે બનાસકાંઠાના સાંસદ અને જિલ્લા વિકાસ અધિકારીનો ખુલાસો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.