ETV Bharat / state

બંગાળની ખાડીમાં લો-પ્રેશર, આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

author img

By

Published : Aug 7, 2019, 7:50 PM IST

અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશર ડિપ્રેશનમાં જતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે.
etv bharat ahmedabad

હવામાન વિભાગ દ્વારા 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં 9 અને 10 ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત ,મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયથી અતિભારે વરસાદ આગામી પાંચ દિવસ પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે આગામી બે દિવસ રાજ્યભરમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ છે.

ફરી એકવાર બંગાળની ખાડીમાં લો પ્રેસર થવાને કારણે ગુજરાત પર વરસાદ વરસી શકે છે. 8, 9 અને 10 ઓગસ્ટ દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં 9 અને 10 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Intro:બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે આગામી પાંચ દિવસ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે લો પ્રેશર ડિપ્રેશનમાં જતા દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળો પર ભારે વરસાદ પડવાની શક્યતા છે


Body:હવામાન વિભાગ દ્વારા તારીખ ૮,૯ અને ૧૦ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડવાની આગાહી કરાઈ છે ખાસ કરીને વલસાડ નવસારી ડાંગ અને દમણમાં આગામી ત્રણ દિવસમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે અમદાવાદમાં ૯ અને ૧૦ ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે

સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો થી અતિભારે વરસાદ આગામી પાંચ દિવસ પડશે. સાથે સાથે આગામી બે દિવસ રાજ્યભરમાં ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ વધવાની શક્યતાઓ છે




Conclusion:ફરી એકવાર બંગાળની ખાડી માં લો પ્રેસર થવાને કારણે ગુજરાત પર વરસાદની મહેરબાની થઈ શકે છે અને ૮, ૯ અને ૧૦ તારીખ દરમિયાન અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદમાં ૯ અને ૧૦ તારીખ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે.

નોંધ: વરસાદની ફાઈલ ફોટા એટેચ કરવા વિનંતી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.