ETV Bharat / state

લૉકડાઉનમાં સારું પણ છેઃ પ્રદૂષણ ઘટ્યું, વૃક્ષો નવપલ્લવિત થયાં, શુદ્ધ હવા માણી રહ્યાં છે અમદાવાદીઓ

author img

By

Published : Apr 10, 2020, 6:56 PM IST

લૉક ડાઉનમાં સારું પણ છેઃ  પ્રદૂષણ ઘટ્યું, વૃક્ષો નવપલ્લવિત થયાં, શુદ્ધ હવા માણી રહ્યાં છે અમદાવાદીઓ
લૉક ડાઉનમાં સારું પણ છેઃ પ્રદૂષણ ઘટ્યું, વૃક્ષો નવપલ્લવિત થયાં, શુદ્ધ હવા માણી રહ્યાં છે અમદાવાદીઓ

અતિખરાબ સમયમાં પણ કંઇક એવું સારુ છુપાયેલું હોય છે જેના પર ઝટ ધ્યાન અપાતું નથી. હાલમાં લૉક ડાઉનમાં બધું બંધ છે ત્યારે પ્રદૂષિત અમદાવાદની પ્રકૃતિમાં બદલાવ જોવા મળ્યો છે. જ્યાં જાણે નવેસરથી વસંત ટહૂકી રહી છે.

અમદાવાદ: વિશ્વભરમાં મહામારીનું કારણ બનેલા કોરોના વાયરસે તમામ અમદાવાદીઓને ઘરમાં રહેવા મજબૂર કર્યા છે, જેને લીધે ઔદ્યોગિક એકમ અને જાહેર રોડ પર ટ્રાફિકની સમસ્યા ઓછી થતાં પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે જેને લીધે લોકોને શ્વાસ લેવા માટે સ્વચ્છ હવા મળી રહી છે. અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ઓછું થતાં ઝાડપાન અને લીલોતરી વધુ ફ્રેશ થઈ હોવાનું દેખાઈ રહ્યું છે. જાહેર માર્ગો અને સોસાયટીમાં લીલાછમ વૃક્ષ શહેરના સૌન્દર્યમાં વધારો કરી રહ્યાં છે. વૃક્ષોએ પણ પોતાની જાતને રિજનરેટ કર્યા હોય તેમ લાગી રહ્યું છે. પૃથ્વી પોતાને થયેલા નુકસાનની ભરપાઈ કરી રહી હોવાનો અહેસાસ થાય છે. લૉકડાઉન દરમિયાન પ્રદૂષણનું સ્તર ઘટતા લોકોને સ્વચ્છ હવા મળી રહી છે.

લૉક ડાઉનમાં સારું પણ છેઃ પ્રદૂષણ ઘટ્યું, વૃક્ષો નવપલ્લવિત થયાં, શુદ્ધ હવા માણી રહ્યાં છે અમદાવાદીઓ
જનતા કફર્યું અને ત્યારબાદ લૉક ડાઉનની સ્થિતિના કારણે અમદાવાદામાં પ્રદૂષણા સ્તરનો AQI 100ની આસપાસ પહોંચી જતાં લોકોને ઘણો લાભ થયો છે. સામાન્ય રીતે શહેરમાં એર કવોલિટી ઈન્ડેક્સ 150 જેટલી રહેતી હોય છે....હવામાં AQIનું પ્રમાણ જો વધુ હોય તો પ્રદૂષણની માત્ર પણ વધારે છે તેમ માનવામાં આવે છે. અમદાવાદના અલગઅલગ વિસ્તારમાં પ્રદૂષણનું સ્થળ અલગઅલગ જોવા મળે છે. દાણીલીમડા, રખિયાલ, સેટેલાઈટ વિસ્તાર કે જ્યાં સૌથી વધારે પ્રદૂષણ નોંધવામાં આવે છે ત્યાં પણ લૉક ડાઉનની સ્થિતિ દરમિયાન પ્રદૂષણના સ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એટલું જ નહીં, સવારે અને સાંજે ટ્રાફિક માટે પીક અવર્સ ગણવામાં આવે છે ત્યારે પણ પ્રદૂષણના સ્તરમાં ઘટાડો જોવાયો છે. લૉકડાઉનના દિવસોમાં પ્રદૂષણનું સ્તર પીક અવર દરમિયાન સવારે 85 અને રાત્રે 90 સુધી પહોંચ્યો હતો. સામાન્ય દિવસોમાં આ આંકડો 106ની આસપાસ રહેતો હોય છે.

વર્તમાન સમયમાં અમદાવાદની આબોહવા દિલ્હી કરતાં પણ વધુ સારી થઈ ગઈ હોવાની સામે આવ્યું છે. શહેરમાં પ્રદૂષણનું સ્તર રાજધાની દિલ્હી કરતાં ઘણું ઓછું છે. લોકો જાહેર માર્ગ પર સાર્વજનિક પરિવહન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રદૂષણ ફેલાવતાં એકમો પર નિયંત્રણ રાખે તો સામાન્ય દિવસોમાં પણ પ્રદૂષણ ઘટી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.