ગ્લોબલ ટેક્નોલોજી નિષ્ણાંતે સફળતા માટે આપી અનેક ટીપ્સ

author img

By

Published : Jul 3, 2019, 4:05 AM IST

અમદાવાદઃ સ્ટાર્ટ અપને સફળ બનાવવા પાંચ સૂત્રીય ફોર્મ્યુલા અપનાવશો તો જીવનમાં ક્યારેય પણ નિરાશા નહીં મળે. ગ્લોબલ ટેક્નોલોજી નિષ્ણાંત હિતેન ભુતાએ જી.ટી.યુ ઈનોવેશન કાઉન્સિલના વિદ્યાર્થીઓને સફળતા માટેની અનેક ટીપ્સ આપી હતી.

જીટીયુ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન સેન્ટરમાં યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ટેક્નોલોજીમાં અત્યંત ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. વિદ્યાર્થી 4 થી 6 વર્ષમાં ભણીને બહાર આવે ત્યાં સુધીમાં ટેક્નોલોજી બદલાય જાય છે. આવા સંજોગોમાં કંપનીને નિપુણ સ્ટાફ મળતો નથી અને વિદ્યાર્થીઓને સારી નોકરી મળતી નથી. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ, નવી ટેક્નોલોજી આધારિત કામ કરવાથી વિદ્યાર્થીઓમાં નિપુણતા અને આત્મવિશ્વાસ વધશે અને સાથોસાથ કંપનીઓને સરળતથી શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવાની તક મળશે.

નિષ્ણાંતે આ કાર્યક્રમમાં નવા સ્ટાર્ટ અપ સાહસમાં ખાતરીપૂર્વક સફળતા પ્રાપ્ત કરવાના પાંચ પગલાંઓ જણાવ્યાં હતાં. જેમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટ અપ સાહસમાં

  • સૌપ્રથમ તમારી પ્રોડક્ટ કે સર્વિસનું મૂલ્ય ઊભું કરો. અન્ય ઉદ્યોગો કરતા તેને અનોખું બનાવો.
  • સફળ થવા માટેનું બીજું પગથિયું ગ્રાહકોમાં તમારી પ્રોડક્ટ કે સર્વિસ બાબતે વિશ્વાસનું સર્જન કરો અને ગ્રાહકોમાં પ્રોડક્ટ કે સર્વિસ બાબતે માલિકીની ભાવના ઉત્પન્ન કરો.
  • આ સમગ્ર વ્યવસ્થા લાંબો સમય ટકાવી રાખવાની આપી હતી. આવું ન કરવાથી જેટ એરવેઝ જેવું થઈ શકે એવી ચેતવણી પણ તેમણે વ્યક્ત કરી હતી. પાંચમી ટીપ તેમણે બિઝનેસ પ્રોસેસ રિએન્જીનિયરીંગની આપી હતી.

તો જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના નિયામક હિરણ્મય મહંતાએ આ કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપતા કહ્યું કે, આ કાર્યક્રમથી યુવાનોને નવી દિશા અને નવો જુસ્સો મળ્યો છે. આવા કાર્યક્રમો વધુ ને વધુ પ્રમાણમાં યોજાતા રહે તેવું આયોજન કરવાનું વિચારીએ છીએ. તો આ સાથે સીજીએસ ઈન્ફોટેક કંપનીના સ્થાપક અને સીઈઓ હિતેન ભુતા અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્જમેન્ટના ભૂતપર્વ વિદ્યાર્થી છે અને હાલમાં અમેરિકાના ફ્લોરિડામાં કંપનીના વિસ્તરણની જવાબદારી સાંભળી રહ્યા છે. ગુજરાતના યુવાનોના વિકાસ માટે સ્ટાર્ટઅપથી સકસેસ પ્રોગ્રામ કઈ રીતે મદદરૂપ થઇ શકે તેના વિચાર માટે તેમણે અમેરિકાથી ખાસ આવીને આ કાર્યક્રમમાં વકતવ્ય આપ્યું હતું.

Intro:
અમદાવાદઃ

સ્ટાર્ટ અપને સફળ બનાવવા પાંચ સૂત્રીય ફોરમ્યુલા અપનાવશો તો જીવનમાં કદીપણ નિરાશા નહિ મળે. ગ્લોબલ ટેક્નોલોજી નિષ્ણાત હિતેન ભુતાએ જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના વિદ્યાર્થીઓને સફળતા માટે ટીપ્સ આપી હતી.
Body:જીટીયુ સ્ટાર્ટ અપ અને ઈનોવેશન સેન્ટરમાં યુવા ઉદ્યોગ સાહસિકોને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે ટેક્નોલોજીમાં અત્યંત ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. વિદ્યાર્થી ચાર થી છ વર્ષમાં ભણીને બહાર આવે ત્યાં સુધીમાં ટેક્નોલોજી બદલાય જાય છે. આવા સંજોગોમાં કંપનીને નિપુણ સ્ટાફ મળતો નથી અને વિદ્યાર્થીઓને સારી નોકરી નથી મળતી. ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત મુજબ, નવી ટેક્નોલોજી આધારિત કામ કરવાથી વિદ્યાર્થીઓમાં નિપુણતા અને આત્મવિશ્વાસ વધશે અને સાથોસાથ કંપનીઓને સરળતાથી શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવાની તક મળશે.

ભુતાએ આ કાર્યક્રમમાં નવા સ્ટાર્ટ અપ સાહસમાં ખાતરીપૂર્વક સફળતા પ્રાપ્ત કરવાના પાંચ પ્રેકટીકલ પગલાં સમજાવ્યા હતા. તેમણે સમજાવ્યું કે સ્ટાર્ટ અપ સાહસમાં સૌપ્રથમ તમારી પ્રોડક્ટ કે સર્વિસનું મૂલ્ય ઊભું કરો. અન્ય ઉદ્યોગો કરતા તેને અનોખું બનાવો. સફળ થવા માટેનું બીજું પગથિયું ગ્રાહકોમાં તમારી પ્રોડક્ટ કે સર્વિસ બાબતે વિશ્વાસનું સર્જન કરો અને ગ્રાહકોમાં પ્રોડક્ટ કે સર્વિસ બાબતે માલિકીની ભાવના ઉત્પન્ન કરો. ત્રીજી ટીપ્સમાં તેમણે ક્હયું હતું કે તમે ઑફિસ કે કામકાજના સ્થળે ન હો છતાં તમારૂં કામ ચાલતું રહે એવી સાધનસામગ્રી, પ્રક્રિયા અને ટીમ વિકસાવો. તમે ઑટોમેટિક કામ ચાલતું રહે એવી સિસ્ટમ વિકસાવશો તો વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે તમને પૂરતો સમય મળી રહેશે. કર્મચારીઓ અને અધિકારીઓને પગાર ચૂકવતા હો તો તે બધા તમારા ગુલામ નથી. સ્ટાફને ગુલામ ગણીને ઠપકો જ આપતા રહેવાના જમાના ગયા. હવે તો સ્ટાફના વિકાસ માટે કંઈક કરશો તો જ પ્રગતિ થશે. તમે સ્ટાફને સાચવશો તો સ્ટાફ તમારા ગ્રાહકોને સાચવશે. ચોથી ટીપ તેમણે આવી વ્યવસ્થા લાંબો સમય ટકાવી રાખવાની આપી હતી. આવું ન કરવાથી જેટ એરવેઝ જેવું થઈ શકે એવી ચેતવણી પણ તેમણે વ્યક્ત કરી હતી. પાંચમી ટીપ તેમણે બિઝનેસ પ્રોસેસ રિએન્જીનિયરીંગની આપી હતી.Conclusion:જીટીયુ ઈનોવેશન કાઉન્સિલના નિયામક હિરણ્મય મહંતાએ આ કાર્યક્રમ વિશે પ્રતિભાવ આપતા કહ્યું કે,આ કાર્યક્રમથી યુવાનોને નવી દિશા અને નવો જુસ્સો મળ્યો છે. આવા કાર્યક્રમો વધુ ને વધુ પ્રમાણમાં યોજાતા રહે એવું આયોજન કરવાનું વિચારીએ છીએ. સીજીએસ ઈન્ફોટેક કંપનીના સ્થાપક અને સીઈઓ હિતેન ભુતા અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્જમેન્ટના ભૂતપર્વ વિદ્યાર્થી છે અને હાલમાં અમેરિકાના ફ્લોરિડામાં કંપનીના વિસ્તરણની જવાબદારી સાંભળી રહ્યા છે. ગુજરાતના યુવાનોના વિકાસ માટે સ્ટાર્ટઅપ થી સકસેસ પ્રોગ્રામ કઈ રીતે મદદરૂપ થઇ શકે એના વિચાર માટે તેમણે અમેરિકાથી ખાસ આવીને આ કાર્યક્રમમાં વકતવ્ય આપ્યું હતું.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.